-
તલાશમાં – સાહિલ
છે કઝા જીવનની તલાશમાં ને જીવન કઝાની તલાશમાં, હું નવાઈ કેમ ન પામું કે છે હવા – હવાની તલાશમાં. . સહેલાઈથી પહોંચી જવાયે ઉજાસના ઘરે એટલે, તમે જે દિશામાં વળી ગયાં – અમે એ દિશાની તલાશમાં. . તમે બંદગીમાં ડૂબી ગયાં – અમે મયકશીમાં ડૂબી ગયાં, તમે પણ ખુદાની તલાશમાં – અમે પણ ખુદાની તલાશમાં.…
-
હું તરસનો ટાપુ – યાકુબ પરમાર
wallpaper of nature, utorrent Continue reading →
-
કાળો સૂરજ – રીના મહેતા
મારી જમણી તરફની દીવાલ પાછળ દારુડિયો ધણી પોતાની બૈરીને મા-બહેન સમાણી ગાળો દેતો રોજ કકળાવે છે. ડાબેની દીવાલે માંદલી, આધેડ બાયડીનું માથું અફાળતો વર એને છૂટી ખુરશી મારવા દોડે છે. સામેના બારણે ચાર મહિના પહેલાં પરણેલી વહુને એનો પતિ માની ફરિયાદે ધબોધબ ધીબી નાખી કહે છે : તારા બાપને ઘેર ચાલી જા. ત્યારે રાતના અંધારામાં…
-
સંબંધના સમુદ્રને – ‘રાઝ’ નવસારવી
સંબંધના સમુદ્રને ડહોળી રહ્યો છું હું, નિર્મળ હૃદયના પ્રેમને ખોળી રહ્યો છું હું. . હું કંઈ અમસ્તો જોતો નથી એની આંખમાં, વરસોની ઓળખાણને ખોળી રહ્યો છું હું. . મારી કશી દખલ નથી, દિલનો વિવેક છે, જેના ઉપર પસંદગી ઢોળી રહ્યો છું હું. . નિખરીશ એવો, નિરખીને સૌ દંગ થઈ જશે, આંસુના જળમાં ખુદને ઝબોળી રહ્યો…
-
તારી સંમોહક નજરનું આકર્ષણ – હેમા લેલે
પ્રિય, તારી સંમોહક નજરનું આકર્ષણ સાચે જ મારક છે. કોઈક વાર થાય છે હું છુપાવી દઉં મારી જાતને તારાથી દૂર. ખેંચાઈ જાઉં છું હું તારા આકર્ષણના વમળમાં ! પણ હવે આવા ધસમસતા પ્રવાહમાં ખળખળ વહેતા રહેવાની તેં એવી મોહિની વળગાડી છે કે કિનારે બેસી રહેવાનું મુશ્કેલ થઈ જાય છે મારે માટે… મારા સહવાસમાં તું છેક…
-
તમે આવી ગયા ? – કૃષ્ણ દવે
તમે આવી ગયા ? ઘણું સારું થયું, આંખ્યોનું મન સાવ મોળું હતું, ચલો એ બહાને થોડુંક તો ખારું થયું ! તમે આવી ગયા ? . તમે આવ્યા તો પાંપણમાં ઝળહળ થયું, જાણે સૂરજનું હોવું એ ઝાકળ થયું, કોઈ અક્ષર થયું કોઈ કાગળ થયું, હતું પથ્થર એ પળભરમાં ખળખળ થયું, તમે ન્હોતા ને એમાં અંધારું થયું…
-
તારી નજરની – હેમા લેલે
પ્રિય, તારી નજરની ભાષાઓ ખરેખર અસંખ્ય. એ જ ભાષા વાપરીને તું તને જ ઘૂંટતો રહે છે મારા વળાંકો પર. ને ઉન્માદિત થઈ ઊઠે છે મારું રોમરોમ. દેહ લયબદ્ધ આવર્તનોમાં વહેવા માંડે છે અને મન પણ ઘૂમે છે એ જ તાલે. આપણે વીંટળાઈ વળીએ છીએ એકમેકને અને જીવને પણ-પાર્થિવથી પરમ સુધીની આ આનંદયાત્રામાં ! ખીલવતાં જઈએ…
-
વાલમજીને મળવાની થઈ છે વેળા – અવિનાશ પારેખ
વાલમજીને મળવાની થઈ છે વેળા હવે વાદળી ચંદરવા બાંધુ મધુવનમાં સખી, છલક છલક છલકે માધવ નયનનમા… . વૃંદા તે વનમાં મુજને મેલી આઘેરી ઝરમર ઝરમર એવી રાતમાં, કોણ હવે થાશે મારો બેલી આછેરી ઝળહળ ઝળહળ જેવી વાતમાં, ભૂલી રે પડી રાસની રમઝટ હેલીમાં જાણે સુગંધ સરે છે ઉપવનમાં સખી, છલક છલક છલકે માધવ નયનનમા… .…
-
સ્માઈલ પ્લીઝ – શ્યામલ મુનશી
cute babies wallpapers, utorrent Continue reading →
-
કોણે કહ્યું ? – શ્યામ ઠાકોર
બંધ ઘરનાં દ્વાર છે કોણે કહ્યું ? આંગણું ભેંકાર છે કોણે કહ્યું ? . આ હવાની આવ-જાને રોકવા; ભીંત પણ લાચાર છે કોણે કહ્યું ? . સૂર્ય લાખો ઝળહળે છે આજ પણ; ભીતરે અંધાર છે કોણે કહ્યું ? . માર પથ્થર માર તો ફળ આપશે; ઝાડવું દાતાર છે કોણે કહ્યું ? . સાવ ખાલી માર્ગ…
-
Home