-
જવા દે દોસ્ત – કાજલ ઓઝા-વૈદ્ય
જવા દે દોસ્ત, તું થાકી જઈશ, મારી મૂળ રંગોની ઓળખ જ ઝાંખી થઈ ગઈ છે. મને મેળવણી શિખવવાની જીદ શા માટે કરે છે ? . મારી લગભગ ઠીંગરાઈ ગયેલી સુષુપ્ત સંવેદનશીલતા હવે માત્ર સ્થૂળ સ્પર્શની જ ભાષા ઉકેલી શકે છે. મને – પકડીને ચૂંથી નાખીશ ત્યારે માંડ, તારી હાજરીની નોંધ લઈ શકીશ હું ! .…
-
ગઈકાલની ગલીઓમાં – સુરેશ દલાલ
મારે ગઈકાલની ગલીઓમાં ઘૂમવું નથી આવતીકાલનો ભલે ઊગે સૂરજ : મારે કાલના આકાશને ચૂમવું નથી. . પળપળની પાંદડીઓ મ્હેકે બિડાયેલી એમાં ભમરો લપાયો છે ગુંજન સહિત એક એક પાંદડી તો આપમેળે ખૂલશે એક એક પાંદડીમાં રણઝણતું ગીત સ્મરણ ને સ્વપ્ન : એ તો પારકા પ્રદેશ : મારે એવા વેરાનમાં ઝૂલવું નથી. . હું તો આજનો…
-
એટલે જાણ્યું અમે – સુરેન્દ્ર કડિયા
વાતમાંથી વાત નીકળી એટલે જાણ્યું અમે ઝળહળેલી જાત નીકળી એટલે જાણ્યું અમે . આગિયાને ચીરવા જાતાં જ ચિરાઈ ગઈ એક કાળી રાત નીકળી એટલે જાણ્યું અમે . મોરનાં પગલાં પડેલાં ત્યાં જ એ થંભી ગયો આ પવન પર ભાત નીકળી એટલે જાણ્યું અમે . કુંડળી ને કુંડલિની બેઉ જાગ્રત થઈ ગયાં એક એવી ઘાત નીકળી…
-
ઉડાન – હિના પારેખ “મનમૌજી”
ઓર્કુટની ગુજરાતી=મેગેઝિન, છાપા અને કોલમ કોમ્યુનિટી દ્વારા તેની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે છેલ્લા બે વર્ષની જેમ જ ઈ-મેગેઝિન “e_vachak”નું, ૨ જૂનના રોજ જય વસાવડાના હસ્તે ઈ-વિમોચન કરવામાં આવ્યું. આ ઈ-મેગેઝિનમાં મારી કવિતા “ઉડાન” પણ પ્રકાશિત થઈ છે. જે અહીં માણી શકશો. [આ ઈ-મેગેઝિન PDF સ્વરૂપે ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો]
-
કાંઈ ન માગું નાથ – સુરેશ દલાલ
ચાલવા માટે રસ્તો જોઈએ : ઝાલવા માટે નાથ આટલું આપી દે : પછી હું કાંઈ ન માગું નાથ ! કંઠમાં એકાદ ગીત દઈ દે હોઠ ઉપર એક સ્મિત આંખના મારા આંસુમાં હું ભીંજવી દઉં પ્રીત. દિવસ હોય કે રાત પણ મને જોઈએ તારો સાથ આટલું આપી દે : પછી હું કાંઈ ન માગું નાથ !…
-
જ્યોં કી ત્યોં ધર – ફારુક શાહ
“સો ચાદર સુર મુનિ ઓઢી, ઓઢી કે મૈલી કીન્હી ચદરિયા દાસ કબીર જતન સે ઓઢી, જ્યોં કી ત્યોં ધર દીન્હી ચદરિયા…” – કબીર સાહેબ . અમણે-તમણે નજર ઠેરવી જ્યોં કી ત્યોં ધર દીન્હી ચદરિયા મૂળમાંથી સબ સપન ખેરવી જ્યોં કી ત્યોં ધર દીન્હી ચદરિયા . સુલગ રહેલી ધડકન ઢૂંઢે અધર ઉધર બાંસૂરી અવિરત હળફળતા તલસાટ…
-
ફેર કૈં પડતો નથી – નીતિન વડગામા
પ્રશ્ન પૂછો કે ન પૂછો ફેર કૈં પડતો નથી, સહેજ અથવા સાવ ઝૂકો ફેર કૈં પડતો નથી. . આજ સુકાઈ ગયું છે એ સુગંધોનું સરોવર, ફૂલ ચૂંટો કે ન ચૂંટો ફેર કૈં પડતો નથી. . સાવ લાગે છે બધિર લોકો નગરના આ બધા, ચીસ પાડો કે ટહુકો ફેર કૈં પડતો નથી. . છેક તળિયેથી તૂટેલો…
-
મહોરાં ઉતારો તો – જયા મહેતા
મહોરાં ઉતારો તો દેખાય કદાચ . શિયાળનો ચહેરો વાઘ વરુ કે લોંકડીનો ચહેરો શ્વાન ઝરખ કે ગર્દભનો ચહેરો . ચહેરા તો કેટકેટલા મહોરાં ઉતારીને જોતાં રહેવું . નરો વા કુંજરો વા કહ્યા પછી ધર્મરાજ યુધિષ્ઠિરનો ચહેરો . એકલવ્યનો અંગૂઠો માગી લીધા પછી ગુરુવર્ય દ્રોણાચાર્યનો ચહેરો . સીતાને વનમાં મૂકી આવવાની આજ્ઞા પછી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો…
-
મૈં હારી – સુરેન્દ્ર કડિયા
લગની ઐસી લગ રહી, બસ લગ રહી, મૈં હારી ઘટ અલખની એકતારી બજ રહી, મૈં હારી . મારે તોરણ શ્યામ પધારે, થારે તોરણ કુણ-કુણ ? પૂછ-પૂછ કર શરમ સે મારી મર રહી, મૈં હારી . અંગ-અંગ પર જગ સુહાવે સોના ઔર સુહાગા મૈં તો ભીતર, ખૂબ જ ભીતર સજ રહી, મૈં હારી . એક પાંવ…
-
આવ – રામચન્દ્ર બ. પટેલ ‘સુક્રિત’
આવ આ આછા ઘેરા ઉજાસમાં ચીતરીએ એક પદ્મ. માંહ્ય પાથરીએ લોહીની મરમાળુ છાંય પછી તો.., શ્વાસ-શ્વાસનું સારસ જોડું રેલશે ટહુકા ટહુકો તારી આંખનું અંજન ટહુકો મારી પાંખનું સ્વજન. ચાલ ટહુકો ઓઢીને… આ અવાવરું એકાન્તની અંદર ઓગળી જઈ, ગૂંથી લઈએ અતલસી આકાશ આકાશને અડતાં તો… ઝગમગ ઝગમગ તાસકિયો ખીલશે ચાંદ ચાંદ તો ટોડલે ઝૂલશે લોલ !…
-
Home