-
મને ડૂબતાને – સુરેશ દલાલ
મને ડૂબતાને કોઈ ક્યારે તારી શકો. ખૂબ થાક્યો છું થાકને ઉતારી શકો. . નહિ કહેવું ગમે, નહિ જોવું ગમે, નહિ હોવું ગમે, નહિ હસવું ગમે, નહિ રોવું ગમે. . કોઈ મારા આ થાકને સુવાડી શકો મને તાજા કોઈ ફૂલ જેમ ઉઘાડી શકો. . નથી ઊભા રહેવું, નથી ચાલવું જરી, આંખ સામેનો રસ્તો ભલે જાયને સરી.…
-
પ્રેમ વિશે – અજ્ઞાત
[audio:https://heenaparekh.com/wp-content/uploads/2011/05/09-Track-91.mp3|titles=09 – Track 9] . અમે બધા પ્રેમ વિશે વાતો કરીએ છીએ, ભગવાન ! પણ આ પ્રેમ ખરેખર શું છે ? . એ પ્રિયજનના સાન્નિધ્યનો આનંદ છે ? તેનાં સુખદુ:ખને પોતાનાં ગણવાની એકરૂપતા છે ? પોતાના પહેલાં બીજાનો ખ્યાલ કરતી કાળજી છે ? પોતાની અંતરતમ અનુભૂતિઓમાં બીજાને સહભાગી બનાવતી શ્રદ્ધા છે ? . ચોક્કસ, એ…
-
એક ક્ષણ – વિપિન પરીખ
ક્યારેક આપણે બે એકમેક સાથે ગેલ કરતાં બિલાડીનાં બચ્ચાં બની જઈએ છીએ. ના, ત્યારે આપણે માત્ર આનંદ થઈ એકમેકને વીંટળાઈ વળીએ છીએ. ના, ના, તે ક્ષણે આપણને શરીર જ ક્યાં હોય છે ? તું હરહંમેશ મને એનો એ જ પ્રશ્ન ફરી ફરી પૂછે છે : ‘તમે મને ભૂલી તો નહીં જાઓ ને ?’ હું ઢોંગ…
-
सुनिये – निदा फाजली
चाँद से फूल से या मेरी जबाँ से सुनिये हर जगह आपका किस्सा है जहाँ से सुनिये . सबको आता नहीं दुनिया को सजाकर जीना जिन्दगी क्या है मुहब्बत की जबाँ से सुनिये . क्या जरुरी है कि हर पर्दा उठाया जाये मेरे हालात भी अपने ही मकाँ से सुनिये . मेरी आवाज ही पर्दा…
-
ભમરડો – જયા મહેતા
દોરીથી ખેંચાય ને ફરવા માંડે ભમરડો માણસની જેમ . પોતાની આસપાસ ફરતો રહે ભમરડો માણસની જેમ . જરા આગળ પાછળ થતો રહે ભમરડો માણસની જેમ . ગતિ ધીમી પડતી જાય ભમરડાની માણસની જેમ . ગતિ થંભે કે ભોંય ભેગો થાય ભમરડો માણસની જેમ . દોરીથી ખેંચાય ને ફરવા માંડે માણસ ભમરડાની જેમ- પછી દોરીને માણસને…
-
થાતો જાઉં છું – ‘રાઝ’ નવસારવી
ગીતમાંથી નીકળેલો સૂર થાતો જાઉં છું હું છું તારા કંઠમાં ને દૂર થાતો જાઉં છું . આ કસોટીની ઘડીઓ છે ઓ મારી નમ્રતા હું બધી રીતે જરા મજબૂર થાતો જાઉં છું . હું વધારે પડતો રસ મારામાં લેતો થઈ ગયો ધીમે ધીમે હું હવે મગરુર થાતો જાઉં છું . ના શિખામણ નહીં દિલાસો દો મને…
-
તારામાં ચાલે છે – મુકેશ જોશી
તારામાં ચાલે છે એક જણ મશાલ લઈ માન્યામાં આવતું ન હોય તો જોઈ લે અજવાળા જેવા અજવાળાએ કીધી છે શ્વાસના કાગળ પર અંતે એ લાલ સહી… . ગાડાં ભરીને કોઈ તારલાઓ ઠાલવે એનાથી બમણું છે તેજ તારે ચહેરે ઝગમગતાં ઝળહળતાં વસ્ત્રો છે પાસ છતાં કેમ તારું મન આમ અંધારાં પહેરે તારામાં ચાલે છે એક જણ…
-
Protected: Happy Birthday To You…
There is no excerpt because this is a protected post.
-
ગ્લાનિ – જયંત દેસાઈ
જ્યારે જ્યારે હું કાવ્ય લખવા, હાથમાં પેન ઉપાડું છું કે પવનમાં ફફડતું પાનું ચિત્કારી ઉઠતું લાગે છે, અને ત્યારે પેનને બાજુએ મૂકીને જેવો હું એના પર પેપર વેઈટિયો બળાત્કાર કરું છું, તેવી જ પેનની નીબમાંથી ડબકી પડે છે, લોહિયાળ આંસુઓ જેવી ભૂરી શાહી !! મને સતત લાગ્યા કરે છે ‘: ‘હવે હું કવિ નથી રહ્યો….!!!’…
-
તૃષાતુર – ગુણવંત શાહ
ઘોંઘાટ મને પજવતો નથી ભીડ મને સતાવતી નથી. છેતરપિંડીથી હું ટેવાઈ ગયો છું અને ઘટામાળિયું જીવન સદી ગયું છે. છતાં ય મને કોઈ પ્રેમ કરે તે ગમે છે. આ દુનિયામાં એકાદ જણ પણ મને ખરેખર ચાહતું હોય તો હું જીવવા માગું છું, ધરાઈને જીવવા માગું છું જેથી ઘોંઘાટ, ભીડ, છેતરપિંડી, ઘટમાળ-બધું ય પાછળ મેલીને નિરાંતે…
-
Home