-
શમણાને ફૂટી છે પાંખો – હિતેન આનંદપરા
શમણાને ફૂટી છે પાંખો લઈને નસીબ આજ આવ્યું જીવનમાં અણિયાળી નમણી એ આંખો . વર્ષોથી સૂના આ આંગણમાં આજે શૈશવના પગરવ થયા સંકોરી જાતને બેઠેલાં સ્પંદન અચરજથી ઊભાં થયાં ઉજ્જડ વેરાન સાવ સુક્કી ક્ષિતિજે ઘેરો અંધાર થયો ઝાંખો . ચહેરા પર વીખરાતી વ્હાલપની ભાષાને શોધવાની બોલવાની કેવી મજા રેશમિયા ગાલો પર તરવરતી લજ્જાને છેડવાની તેડવાની…
-
કશે ના જવાનું – ઉર્વીશ વસાવડા
કશે ના જવાનું, બધે પહોંચવાનું કહે જીવ તારું હવે શું થવાનું . તસુભર જગા બસ મળે આ શિખર પર અને આપણે ત્યાં જ ઘર બાંધવાનું . તરસ કૈંક જન્મોની ખિસ્સામાં લઈને મથે શોધવા તું તીરથ ઝાંઝવાનું . મળે બેઘડી ના વિસામો નગરમાં સતત દોડવાનું, સતત હાંફવાનું . વખત છે હવે કાળીને નાથવાનો નથી આપણે જળકમળ…
-
સુખ એટલે દિલોજાન દોસ્તનો સથવારો – ચાર્લ્સ શુલ્ઝ
સુસુખ .સુખ એટલે મહામહેનતે પગ ઉપર ઊંચા થઈને ડીંગડોંગ ઘંટડી વગાડવાનો આનહદ આનંદ. બારણુંબારબારણું ખોલતાં જ તમાર પ્રિય પાત્રને સામે ઊભેલ જુઓ એ પણ સુખ. . સુખ એટલે દિલોજાન દોસ્તનો સથવારો. . એમને વહાલભરી વિદાય પછી હરખની હેડકી આવે એ પણ સુખ. . સુખ એટલે કોઈની રોકટોક વિના છૂટથી કૂદાકૂદ કરવાનો પોચાં પોચાં પાનનો ઢગલો.…
-
પ્રેમ એટલે સહજીવન યાત્રા
પ્રેમ એટલે સહિયારી સફર. . છૂટા પડતી વેળાએ ‘આવજે !’ કહેવાનું ગમે નહીં એ છે પ્રેમ. . પ્રિય પાત્રની વાટ જોઈ તેને બારણેથી પસાર થતા જોવું એ છે પ્રેમ. . ગાલે હાથ ટેકવીને કલ્પનાની પાંખે વિચારે છે કે અત્યારે મારો દોસ્ત શું કરતો હશે ? આ પણ છે પ્રેમ. . ફોનની ઘંટડી વાગે… ને હડી…
-
હું સ્વપ્ન વ્હેચું છું – ઉર્વીશ વસાવડા
સૂતું છે ગામ સન્નાટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું પુરાણા સ્વપ્નને સાટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું . ન આવે સહેજ અંદેશો કે છે જૂની જણસ આ તો સજાવીને ફરી હાટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું . ખબર છે ખેલ ખતરાથી ભરેલો છે અને તો પણ લઈ પાસાઓ ચોપાટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું .…
-
કરે એમ – અરવિંદ ભટ્ટ
આ જીવ જીવવાની ઈચ્છાઓ કરે એમ જાણે કે એક કીડી પાણીમાં તરે એમ. . એવું શું છે શબદમાં કે હું ફરી ગયો છું મૃત્યુ પછીથી બીજો અવતાર ફરે એમ. . હું વૃક્ષ થઈ ઊભો છું પર્વતના ઢાળ ઉપર સુક્કાં બધાંય પર્ણૉ ઝરણામાં ખરે એમ. . કાગળ કલમ દવાત અને એકલાપણું તું ગોખલાના દીવે દરબાર ભરે…
-
યાદના અંજળ – મીરા આસીફ
તું મને કાગળ લખે તો, રોજ હું સજદા કરું ! યાદના અંજળ લખે, તો રોજ હું સજદા કરું ! . કોઈ મારા હાથમાં તડકો લખે વૈશાખનો, તું કદી ઝાકળ લખે, તો રોજ હું સજદા કરું ! . શું તરન્નુમ થઈ વહે છે શ્વાસની રફતારમાં ? તું મને અટકળ લખે, તો રોજ હું સજદા કરું !…
-
Happy Holi
May God gift you all the colors of life, colors of joy, colors of happiness, colors of friendship, colors of love and all other colors you want to paint in your life. Happy Holi !
-
ખાતરી કરાવ – નટુભાઈ પંડ્યા
ચાલે છે શ્વાસોચ્છવાસ એની ખાતરી કરાવ ! તું છે હ્રદયની પાસ, એની ખાતરી કરાવ ! . આ તો ઘુવડની જાત, નયન ખોલશે નહીં, સૂરજ તણો પ્રકાશ, એની ખાતરી કરાવ ! . તાકી ઉપર ન ચાલશે ચાતક હવે અહીં લાગી છે ખરી પ્યાસ, એની ખાતરી કરાવ ! . સામે ઊભો છું એટલું પર્યાપ્ત ત્યાં નથી આવ્યો…
-
આપો રજા – જગદીશ વરૂ
ખ્વાબમાં આવી શકું ? આપો રજા લાગણી વાવી શકું ? આપો રજા . બોલવાની ના ભલે પાડો તમે મૌન બિછાવી શકું ? આપો રજા . જામના બે ઘૂંટ જો આપો તમે પ્યાસ બુજાવી શકું ? આપો રજા . જિંદગી શું ચીજ છે આ પ્યારમાં મોત બોલાવી શકું ? આપો રજા . ( જગદીશ વરૂ )
-
Home