-
એક દિવસ – સુરેશ દલાલ
એક દિવસ બરફને ખૂબ ઠંડી લાગી. ઠંડીથી એ એટલો ધ્રુજે જાણે કે એની ભીતર ધરતીકંપ ન થતો હોય. મેં ધાબળા પર ધાબળા ઓઢાડ્યા તો પણ કંઈ ન વળ્યું. મેં એની આસપાસ તાપણું કર્યું. ત્યારે કૈંક કળ વળી. . એક દિવસ આગને અસહ્ય બળતરા ઉપડી. નહીં જંપ નહીં ચેન કેવળ બેચેન. આગના મોંમાં બરફ મૂક્યો પણ…
-
ચાલી નીકળો – છાયા ત્રિવેદી
તપતો સૂરજ ખિસ્સે રાખી, ચાલી નીકળો, ખુદનો પડછાયો ઉપાડી, ચાલી નીકળો ! . કિનારા તોડીને દરિયા ઉમટશે સામટા, મુઠ્ઠીમાં પૂનમને દાબી, ચાલી નીકળો ! . લ્હેરાતાં ઉગશે ખેતર ત્યાં ઈન્દ્રધનુષનાં, સૂકી ભોંમાં, સપનાં વાવી ચાલી નીકળો ! . ચોગરદમ ઘુમશે મોસમ વાસંતી, શોધવા- ટહુકાઓ કંઠે છૂપાવી ચાલી નીકળો . વીંધ્યે રાખો પોતીકાં અઢળક આકાશને, વરસાદી…
-
હિમાલય હોય છે – કુમાર જૈમિનિ શાસ્ત્રી
બસ પલળવું એ જ આશય હોય છે કોઈ પણ આંખો જળાશય હોય છે . માત્ર શ્રદ્ધા પર બધો આધાર હોય છે ક્યાં બધા પથ્થર શિવાલય હોય છે . જામ પેઠે ગમ બધા પીતો રહ્યો જિંદગી જાણે સુરાલય હોય છે . શક્યતાનો રોજ તોડું છું બરફ લક્ષ્ય મારું તો હિમાલય હોય છે . ઝંખના પણ ક્યાં…
-
ઈતિહાસ લાગે – મીરા આસિફ
જટા જો હું બાંધુ તો કૈલાસ લાગે છતાં જિંદગી કેમ વનવાસ લાગે . પુરાતન સમયમાં નવા રંગ ભરવા કલમ જો ઉઠાવું તો ઈતિહાસ લાગે . ભણેલોય માણસ અભણ થઈ ગયો કાં ? મનોમન વિચારું તો અભ્યાસ લાગે . વિખેરી રહ્યો છું ભરમની સમાધિ મને આ જગત સાવ આભાસ લાગે . ઘણીવાર એવુંય લાગે છે મીરાં…
-
ખૂબ અઘરું કામ છે – રમેશ શાહ
એક ખોબા જળમાં તરવું ખૂબ અઘરું કામ છે, ખિસ્સાના ખાલીપે ફરવું ખૂબ અઘરું કામ છે. . ટેકરી પર સાથ તારો ના મળ્યો લીલો, અને ઢાળથી નીચે ઊતરવું ખૂબ અઘરું કામ છે. . નાહીને કોરાં થવાની વાતને કોરે મૂકો, ભીતરે ભીનાં નીતરવું ખૂબ અઘરું કામ છે. . છોકરીના મનની વાતો વાવના જેવી જ છે, વાવમાં ઊંડે…
-
ખળભળે – દત્તાત્રય ભટ્ટ
ઝાંઝવાંમાં ઝંખનાઓ ખળભળે, પ્રાર્થનામાં કામનાઓ ખળભળે. . રાહ જોતા તત્વને સંકોર, જો ! બીજમાં સંભાવનાઓ ખળભળે. . આંસુ છે, વરસાદ જેને માનીએ, આભમાં સંવેદનાઓ ખળભળે. . કોઈને ભેટી કે ચૂમી ના શકે, જે હૃદયમાં વંચનાઓ ખળભળે. . શબ્દને નોખી રીતે હું વાપરું, શબ્દમાં છે વ્યંજનાઓ ખળભળે. . ( દત્તાત્રય ભટ્ટ )
-
પથ્થર – સુરેશ દલાલ
લિસ્સી, સુંવાળી, નજાકતભરી, રેશમી સંવેદનો કરતાં ખરબચડી સંવેદના સાથે જીવવું હમણાં હમણાં મને વધુ ગમે છે. કરકરાપણાનો પણ એક સ્વાદ હોય છે. ઢાળ પર જળની જેમ ઢળવા કરતાં પથ્થરના પગથિયાંનો સ્પર્શ વિશેષ જીવંત લાગે છે. . પથ્થર ગોળ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, ચિત્રવિચિત્ર આકાર ધરાવતા હોય કે અણીદાર હોય તો પણ મારો પથ્થર માટેનો…
-
વાયરામાં મોરપીંછ – મનોહરસિંહ જાડેજા
કે વાયરામાં મોરપીંછ લ્હેરાતાં જાય દિશા દિશામાં મારી આંખો વેરાય, અને સપનાંઓ શ્યામનાં ઘેરાતાં જાય. . આંખ સામે ઊગે છે કદંબનું ઝાડ અને આંખો આ યમુના થઈ વ્હેતી, એક પછી એક ગોપી આવે ને જાય ને મને કહેવાનું કંઈ નથી કહેતી. મૌન એવું કે શબ્દો પણ વ્હેરાતા જાય કે વાયરામાં મોરપીંછ લ્હેરાતાં જાય. . વાંસળીના…
-
બાકી છે હજુ – ત્રિલોક મહેતા
સૂર્યમાં ભીનાશ બાકી છે હજુ છેક ઊંડે પ્યાસ બાકી છે હજુ . વન બળીને રાખ જેવું થઈ ગયું હું હતો ત્યાં ઘાસ બાકી છે હજુ . રોજ મળનારાં બધાં આવી ગયાં એક માણસ ખાસ બાકી છે હજુ . રેડ જલ્દી જળગઝલ મોમાં જરા સાવ છેલ્લો શ્વાસ બાકી છે હજુ . આખરે પહોંચી જઈશ તારા સુધી…
-
મીરાં યાજ્ઞિકની ડાયરી – બિન્દુ ભટ્ટ
. કેટલીક વાતો લોકોના માનસને ઝંઝોડી નાંખનારી હોય છે અને છતાં ચૂપચાપ આવીને પસાર થઈ જાય છે. એના આવનજાવનથી કોઈનું વિશેષ ધ્યાન ખેંચાતું નથી. જાણે કંઈ બન્યું જ નથી એમ લોકો વર્તે છે. પત્રકારત્વના ક્ષેત્રમાં એક વાક્ય બહુ પ્રચલિત છે…”કૂતરું માણસને કરડે એમાં ‘સમાચાર’ જેવું કશું ન કહેવાય, પણ માણસ કૂતરાને બચકું ભરે તો એ…
-
Home