-
પથ્થર – સુરેશ દલાલ
લિસ્સી, સુંવાળી, નજાકતભરી, રેશમી સંવેદનો કરતાં ખરબચડી સંવેદના સાથે જીવવું હમણાં હમણાં મને વધુ ગમે છે. કરકરાપણાનો પણ એક સ્વાદ હોય છે. ઢાળ પર જળની જેમ ઢળવા કરતાં પથ્થરના પગથિયાંનો સ્પર્શ વિશેષ જીવંત લાગે છે. . પથ્થર ગોળ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, ચિત્રવિચિત્ર આકાર ધરાવતા હોય કે અણીદાર હોય તો પણ મારો પથ્થર માટેનો…
-
વાયરામાં મોરપીંછ – મનોહરસિંહ જાડેજા
કે વાયરામાં મોરપીંછ લ્હેરાતાં જાય દિશા દિશામાં મારી આંખો વેરાય, અને સપનાંઓ શ્યામનાં ઘેરાતાં જાય. . આંખ સામે ઊગે છે કદંબનું ઝાડ અને આંખો આ યમુના થઈ વ્હેતી, એક પછી એક ગોપી આવે ને જાય ને મને કહેવાનું કંઈ નથી કહેતી. મૌન એવું કે શબ્દો પણ વ્હેરાતા જાય કે વાયરામાં મોરપીંછ લ્હેરાતાં જાય. . વાંસળીના…
-
બાકી છે હજુ – ત્રિલોક મહેતા
સૂર્યમાં ભીનાશ બાકી છે હજુ છેક ઊંડે પ્યાસ બાકી છે હજુ . વન બળીને રાખ જેવું થઈ ગયું હું હતો ત્યાં ઘાસ બાકી છે હજુ . રોજ મળનારાં બધાં આવી ગયાં એક માણસ ખાસ બાકી છે હજુ . રેડ જલ્દી જળગઝલ મોમાં જરા સાવ છેલ્લો શ્વાસ બાકી છે હજુ . આખરે પહોંચી જઈશ તારા સુધી…
-
મીરાં યાજ્ઞિકની ડાયરી – બિન્દુ ભટ્ટ
. કેટલીક વાતો લોકોના માનસને ઝંઝોડી નાંખનારી હોય છે અને છતાં ચૂપચાપ આવીને પસાર થઈ જાય છે. એના આવનજાવનથી કોઈનું વિશેષ ધ્યાન ખેંચાતું નથી. જાણે કંઈ બન્યું જ નથી એમ લોકો વર્તે છે. પત્રકારત્વના ક્ષેત્રમાં એક વાક્ય બહુ પ્રચલિત છે…”કૂતરું માણસને કરડે એમાં ‘સમાચાર’ જેવું કશું ન કહેવાય, પણ માણસ કૂતરાને બચકું ભરે તો એ…
-
નવાં નવાં – હરિશ્ચંદ્ર જોશી
નકશા તો એના એ જ છે ભ્રમણો નવાં નવાં રસ્તા તો એના એ જ છે ચરણો નવાં નવાં . આ રેતના નગરમાં વિહવળ તમામ આંખ મૃગજળ તો એનાં એ જ છે હરણો નવાં નવાં . જીવનને જરી જાણ્યું, ન જાણ્યું પૂરું થતું ડાઘુ તો એના એ જ છે મરણો નવાં નવાં . વાસંતી વસ્ત્ર ઓઢે…
-
પરમહંસના મોતી
૧. એકમાં શ્રદ્ધા હોય તો બસ. નિરાકારમાં શ્રદ્ધા એ તો સારું, પરંતુ એવી ભાવના રાખવી નહીં કે માત્ર એ જ સાચું, બીજું બધું ખોટું. એટલું જાણજો કે નિરાકાર પણ સાચું તેમ જ સાકાર પણ સાચું. તમને જેમાં શ્રદ્ધા હોય તેને પકડી રાખજો. . ૨. સંસારનું બધું કામ કરવું, પણ મન ઈશ્વરમાં પરોવી રાખવું. ઈશ્વરભક્તિ પ્રાપ્ત…
-
જીવું છું – રમણિક સોમેશ્વર
તાણ સતત તાણ લઈને જીવું છું વેદનાનું હું પરિમાણ લઈને જીવું છું . સાવ લાગું છું તને શાંત સપાટી ઉપર લોહીમાં કેટલાં રમખાણ લઈને જીવું છું . જીવનને કોઈએ સાગર કહ્યું એ વેળાથી હુંય કાંઠે તૂટેલું વ્હાણ લઈને જીવું છું . હોય મારામાં; તમારામાં, કોઈનામાં પણ રોજ ઘટનાઓ કચ્ચરઘાણ લઈને જીવું છું . ફક્ત સચવાયેલી…
-
મને ન શોધો – ભગવતીકુમાર શર્મા
મને ન શોધો ડોટ-કોમમાં; હું છું કેવળ હરિઓમમાં. . પોથી, પુસ્તક, માળા ફોગટ; રામનામ છે રોમ-રોમમાં. . કુંડળીમાંથી છલાંગ મારું; પકડાઉં ના શુક્ર-સોમમાં. . માટીમાં છે મૂળિયાં મારાં; વ્યક્ત કદી ના થાઉં વ્યોમમાં. . કુંડ, અગ્નિ ને ઋત્વિક હું છું, હું હોમાઉં હવન-હોમમાં. . કફન ખસ્યું તો ફૂલ નીકળ્યા; કબીર ક્યાં છે કોઈ કોમમાં ?…
-
ડોશીની વાતો – બાબુ સુથાર
યમરાજ કહે : ચાલો ડોશી, તમારો ટાઈમ થઈ ગયો. ડોશી કહે : અરે હોય, હજી તો મારે ઘણું કામ કરવાનું બાકી છે. યમરજ કહે : હવે શું બાકી છે ડોશી ? મોટા દીકરાના ઘરે પણ દીકરા છે અને એમના ઘરે પણ દીકરા છે. ડોશી કહે : ઘણું કામ બાકી છે હજી તો, તમને ખબર નહીં…
-
આ મુજબ – મુકેશ જોષી
આપને જોયા પછી જે કંઈ થયું તે આ મુજબ આંખ લૂછી તે છતાં જે રહી ગયું તે આ મુજબ . બે’ક પંખી, બે’ક વાદળ, સૂર્યને બદલે દીવો આટલું આકાશ કોઈ દઈ ગયું તે આ મુજબ . ‘આપ મારી જિંદગી છો’ સો વખત ગોખ્યું હતું સો કરી વાતો છતાં જે રહી ગયું તે આ મુજબ .…
-
Home