Home

  • ભીડેલાં દ્વાર – શૈલેશ ટેવાણી

    ફરીથી કોણ દસ્તક દે ભીડેલાં દ્વાર પર મિત્રો, નથી સરનામું મારું ત્યાં ભીડેલાં દ્વાર પર મિત્રો. . બધુંયે જાય છે છોડી હવેલી આ પુરાતન તો,, હવે આ લાભ શુભનું શું ભીડેલાં દ્વાર પર મિત્રો. . ખર્યું પાનુંય છોડે છે હવામાં એક રેખા એમ, અમે અક્ષર ન લખ્યો કૈં ભીડેલાં દ્વાર પર મિત્રો. . અમારી રાહમાં…

  • ત્યાગીને ગયો’તો – શૈલેન રાવલ

    કશું એ શખ્સ ત્યાગીને ગયો’તો; અલગ રીતે જે જાગીને ગયો’તો. . કશેથી શી ખબર અઢળક મળ્યું ‘શું’? જીવનભર માત્ર માગીને ગયો’તો. . સપનની કેદ તોડી લા-પત્તા છે; બરાબર લગ તાગીને ગયો’તો. . સરળ ખંખેરવાનું સાધ્ય જેને – એ ઝાલર સંગ વાગીને ગયો’તો. . ચલમ પર બાદશાહી ફૂંકવાને; તિખારો તો વેરાગીને ગયો’તો. . ( શૈલેન રાવલ…

  • પ્રેમ – વિપિન પરીખ

    જે સુંદર છે તેને જ બધા પ્રેમ કરે છે. જોયા કરે છે ટીકીટીકીને એક ભ્રમર બનીને ગુંજ્યા કરે છે આજુબાજુ, બીજો રચે છે ચરણોની આસપાસ સુવાસનાં સરોવર. કોઈ કેમેરા લઈને ‘સ્નેપ શોટ’ પાડ્યા કરે છે અહીંથી-તહીંથી કોઈ દોરે છે ‘ચિત્રો’, કોઈ ગાય છે ગીત. પણ પણે એક ખૂણે હતાશ થઈને બેઠી છે એક સંકોડાઈને- એની…

  • આગવા બેત્રણ અભાવો – કરસનદાસ લુહાર

    થૈ જવા તરબોળ તડકે મ્હાલવાદેજે મને ! રણ વચોવચ રૂખડાશો ફાલવા દેજે મને ! . ક્યાં સુધી આધાર મારો તું થવાનો દોસ્ત હે આંગળી મારી હવે તો ઝાલવા દેજે મને ! . આમ તો હું ભાવથી ભરચક સતત છું તે છતાં આગવા બેત્રણ અભાવો સાલવા દેજે મને ! . આ સફર છે આખરે મારાથી તે…

  • ખરી ખરીને – આહમદ મકરાણી

    ભૂલી ગયો છું તરતાં, દરિયો તરી તરીને; ચહેરો ભૂલી ગયો છું, દર્પણ ધરી ધરીને. . સાકી નથી, ન મયકશ, પ્યાલા હવે નથી એ; પીતા હતા અમે જે પ્યાલા ભરી ભરીને. . થોડાં સવાલ ઉત્તર આપી દીધા અમે પણ; ડગલું હવે શું ભરવું અમથું ડરી ડરીને ? . માનવ થયો છું આખર માનવ બનાવજે તું; થાકી…

  • પ્રેમ એટલે…

    કોઈ તમને જીવવા માટે પ્રેરણા આપે તમારામાં રહેલ આનંદને બહાર લાવી તે બીજાને આપવાની પ્રેરણા આપે… પ્રેમ એટલે… તમને શક્તિશાળી બનાવે તે તમારામાં વિશ્વાસ પેદા કરે છે તે પ્રેમ એટલે… જ્યાં તમે હંમેશા હાજર હો છો…એવી જગ્યા જ્યાં તમોને ઘણું શીખવાની પ્રેરણા થાય છે… તમારો વિકાસ થાય છે… આ એવો સાથ છે જ્યાં ’હું’ જેવો…

  • પ્રિય, તને પત્ર – સુરેશ દલાલ

    પ્રેમ એ સમયની મહામૂલી સોગાત છે. સમયનો સ્વભાવ સરવાનો છે. મિલનમાં સમય સરતો જાય છે. વિરહમાં સમય જાણે કે થંભી જાય છે. હકીકતમાં હરણની છલંગરૂપે કે ગોકળગયની ગતિએ સમય સરતો જ રહે છે. ઓક્ટેવિયા પાઝની એક પંક્તિ છે : “Does nothing pass, when time is passing by ?” સમયની સોગાતરૂપે મળેલો પ્રેમ રાતોરાત વીખરી જાય…

  • પ્રેમનો અર્થ – ઓશો

    પ્રેમનો અર્થ છે જીવનની વહેંચણી. પ્રેમનો અર્થ છે જીવંત વ્યવહાર. પ્રેમનો અર્થ છે ખુશીઓ વિખેરવી…ઉડાડવી… પ્રેમનો અર્થ છે લોકોના જીવનમાં થોડાં ફૂલો ખીલવવાં… પ્રેમનો અર્થ છે બુઝાયેલા દીવા સળગાવવા… પ્રેમ તો છે બે વ્યક્તિ વચ્ચેની સ્વતંત્રતાની આપ-લે… ન કોઈ કોઈનો માલિક છે, ન કોઈ કોઈની દાસી છે… પ્રેમ જીવનમાં હોય તો તમે મુક્ત છો… કોઈપણ…

  • સમજાય તો સારું – બી. કે. રાઠોડ

    ઈશારો મૂક પથ્થરનો, તને સમજાય તો સારું. સવેળા અર્થ ઠોકરનો, તને સમજાય તો સારું. . જગતની રંગભૂમિ પ,ર તમાશો જિંદગીનો છે, મજાનો ખેલ ઈશ્વરનો, તને સમજાય તો સારું. . વધારો થાય માત્રાનો, પછી હર ચીજ બૂરી છે, ટકોરો છે ખરેખરનો, તને સમજાય તો સારું. . સુનામી રૂપ લૈ કાં બંધનો તોડ્યાં કિનારાએ….? બળાપો સાત સાગરનો,…

  • શબ્દો વજનમાં હોય છે – રશ્મિન પટેલ

    કેટલી વાતો દટાયેલી જ મનમાં હોય છે, ગામમાં, ઘરમાં અને બીજી પવનમાં હોય છે. . બીજમાંથી ફળ પછી શું હોય છે અંદર કહો ? એ જ રીતે આ કર્મોની ગતિ ગહનમાં હોય છે. . ફક્ત ફૂલોની સુગંધ વિશે કહો તો શું હશે ? જો કશું ના હોય તો કૃષ્ણ ભજનમાં હોય છે. . આમ આખ્ખું…

  • Home