Home

  • એ હાલત હજી આવી નથી-સુધીર પટેલ

    જોઉં ના કૈં ભેદ, એ હાલત હજી આવી નથી, હો કશો ના ખેદ, એ હાલત હજી આવી નથી. . હું કરું છું યત્ન કે હો શબ્દ મારો સત્યવાન, પણ વંદુ એ વેદ, એ હાલત હજી આવી નથી. . દર્દને બદલે વહે ત્યાં સૂર, જ્યારે પણ અહીં, કોઈ પાડે છેદ, એ હાલત હજી આવી નથી. .…

  • ખુશી એકાદ માંગી છે-અહેમદ હુસેન ‘એહમદ’

    ખુશી એકાદ માંગી છે ખુદાને યાર સમજીને, દુવાઓ ના અમે માંગી કદી હકદાર સમજીને. . રહ્યું ના બે હ્રદય વચ્ચે જરા પણ લાગણી જેવું, મળે છે એકબીજાને ફક્ત વ્યવહાર સમજીને. . પથારી છે ધરા એની, ગગન છે ઓઢવા માટે, ઘણાં જીવી રહ્યાં છે જિંદગી પડકાર સમજીને. . વસંતો લઈને જન્મી છે અમારા ઘેર એક બાળા,…

  • વિજોગણ વેદના રે-કિશોરસિંહ સોલંકી

    તમે મળ્યાં આ મનસાના મેળે કે વિજોગણ વેદના રે અમે ઊભા આંસુના ખોળે કે વિજોગણ વેદના રે તમે વહેર્યા આ શ્વાસોના પહાડ કે વિજોગણ વેદના રે અમે રોપશાં મોગરાનાં ઝાડ કે વિજોગણ વેદના રે તમે ઉગાડી આયખાને ડાળ કે વિજોગણ વેદના રે અમે બંધાયા વાયરાની પાળ કે વિજોગણ વેદના રે તમે ભર્યા વાદળ જેવાં કોપ્યાં…

  • આ અવસરે…-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

    બહાર ભીતર ઝળહળું… હું મને હરપળ મળું… . આંગણું આકાશનો ટુકડો બને, યાદ તારી સાંકળું… . ‘ચાલ ભૂલીને બધું મળીએ ફરી’ શબ્દ કોના સાંભળું… . સાવ પથ્થરનો હતો, આ દેહ પણ, જળ સમો કાં ખળખળું? . આવ, કે આવ્યો છે આ અવસર ફરી, તું બની હું નીકળું… . ( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

  • બે લઘુકાવ્યો-જયંત દેસાઈ

    (૧) મારી ડાયરીને પહેલે પાને તેં કરેલા હસ્તાક્ષરમાં દાખલ થયા પછી, આડુંઅવળું દોડીને મારા વિચારો બહાર નીકળે ત્યારે બની ગઈ હોય એક કવિતા !!! . (૨) એક સાંજે તું ત્યાં તારા શિડ્યુઅલ પ્રમાણે કેન્વાસ પર પીંછી ફેરવતી હશે.. બરાબર તે જ સમયે હું જોઈ શકેલો ક્ષિતિજ ઉપર ફૂટી આવેલી રંગીન ટશરોને…!! . (જયંત દેસાઈ)

  • હજી હમણાં જ…-દિનેશ ડોંગરે “નાદાન”

    બધી ઈચ્છાઓ ઠારીને હજી હમણાં બેઠો છું, ફકીરી વેશ ધારીને હજી હમણાં જ બેઠો છું. . મને અંધારમાં જોઈ તમે આશ્ચર્ય ના પામો, સૂરજનો રથ ઉતારીને હજી હમણાં જ બેઠો છું.. . ઉમળકાભેર સ્વાગત થાય એનું આંગણે તેથી, હું ઘર-ઊંબર સંવારીને હજી હમણાં જ બેઠો છું. . હવે ધાર્યા મુજબ આઘાત-પ્રત્યાઘાત નૈં આવે, સમજશક્તિ વધારીને…

  • परम दु:ख-अक्कितम

    कल आधी रात में बिखरी चाँदनी में स्वयं को भूल उसी में लीन हो गया मैं. स्वत: ही फूट-फूट कर रोया मैं नक्षत्र-व्यूह अचानक ही लुप्त हो गया. . निशीथगायिनी चिडिया तक ने कारण न पूछा हवा भी मेरे पसीने की बूँदे न सुखा पायी. . पडोस के पेड से पुराना पत्ता तक भी न…

  • હોય ના ગમતું-ઉર્વીશ વસાવડા

    હોય ના ગમતું છતાં કરવું પડે પાંદડાનું ભાગ્ય છે ખરવું પડે . શાહી થઈ આવી ગયો છું ટાંક પર શબ્દ થઈ અંતે તો અવતરવું પડે . આ શિખરને સહેજ સ્પર્શીને તરત હા તળેટીમાં પરત ફરવું પડે . બુદબુદાની જાત પામ્યા એટલે હોય છીછરાં જળ છતાં તરવું પડે . બંધ મુઠ્ઠીમાં ભરેલી રેત છું ક્યાં ખબર…

  • કાંઈ માગીશું નહિ- શોભિત દેસાઈ

    થઈ જશે મોડું હવે જો સહેજ જાગીશું નહિ, આજથી નક્કી કરીએ કાંઈ માગીશું નહિ. . માપદંડોનું ન પૂછો, આ વીતકની વાત છે; સાગરો ઈચ્છાઓના ક્યારેક તાગીશું નહિ. . કર ભરોસો તું અમારી ચૂપકીદીનો, ને સમજ, મૌન રહીશું, સૂર વગર ક્યારેય વાહીશું નહિ. . છો કલમ તૂટી જતી પણ નહિ કદી કરીએ નકલ, એવી ખુદ્દારી-કોઈના જેવા…

  • સવારની-જયંત દેસાઈ

    સવારની ટચલી આંગળી ઝાલી પા પા પગલી માંડતો તડકો, થોડું થોભી જાય છે…. હવા પર સવાર થઈને ઢોળાયે જતાં પંખીઓના મીઠડા ટહૂકા એને સ્નેહથી ચૂમી લે છે… ત્યારે- ગાલ પર શરમના શેરડા સાથે કેસૂડાંની ડાળી આડું જોઈ જાય છે અને એ સાથે જ સ્તબ્ધ વાતાવરણમાં અચાનક વસંતના પડઘા ગાજી ઉઠે છે… – અહીં રોજ એક…

  • Home