-
શેતરંજી- કાલિન્દી પરીખ
એને પત્ની નહોતી જોઈતી એને તો એક શેતરંજી જોઈતી હતી, જેના પર એ ચાલી શકે જેથી એને તીણા, અણિયાણા પથ્થરો ન વાગે સહેજ અમથો કાંટો પણ ન વાગે અને હા, એના પગને રજ સુદ્ધાં ન સ્પર્શે. એની ઈચ્છા મુજબ હું પલટાઈ જાઉં એવી એક જાદુઈ શેતરંજીમાં જેથી એ ઈચ્છે ત્યારે તેને મનગમતાં ભોજન મળે એનું…
-
હોય છે-દિનેશ ડોંગરે ‘નાદાન’
રેત-મૃગજળ, રણ-હરણ સૌ-સૌની કિસ્મતમાં હોય છે. જેવી જેની હોય દાનત એવી બરકત હોય છે. . કોઈ મધદરિયે ડૂબે ને કોઈ કિનારે ડૂબે, ખેલ એનો, એની દોરી એની કરવત હોય છે. . આંખ સામે બળતું ઘર નિર્લેપ થઈ જોયા કરું, શ્વાસનું હોવુંય કેવું સાવ જડવત હોય છે. . આ કટોકટ દોરડા પર વાંસ લઈને ચાલવું, અંતમાં…
-
રામ રખોપું-નીતિન વડગામા
રામ રખોપું કરશે ઝાડ પરથી પીડાનાં એ પીળાં પાંદડાં ખરશે. . જીવતરની હોડીમાં સાથે એક હલેસું રાખો. ઊછળતાં મોજાં કે જળની શાંત સપાટી ચાખો. . પાંખ પવનની ફેલાશે ને હોડી પાર ઊતરશે રામ રખોપું કરશે. . તમે તણખલાં લઈ બાંધજો એક જીવતો માળો. હાથ હરખથી લંબાવીને આવકારશે ડાળો. . સપનાંનાં સેવેલાં ઈંડા આપોઆપ ઊછરશે રામ…
-
વિરહ-નિરંજન ભગત
તમે કહ્યું, ‘મળો!’, મેં કહ્યું, ‘મળશું’. પણ વર્ષોના વિરહ પછી આપણે પાછાં વળશું ? એ તો એક માત્ર વિધાતા જ કહી શકે, ભવિષ્યને કોણ લહી શકે ? બસ માત્ર બે જ શબ્દો ને વર્ષોનું મૌન ભાંગી જાય, કૈં કેટકેટલી કટુમધુર સ્મૃતિઓ જાગી જાય. મળતાં હતાં ત્યારે કૈં કેટલું મળતાં હતાં, એકમેકમાં કેવું ભળતાં હતાં. હવે…
-
તું (પ્રવેશ (!) અને પ્રેમપત્ર-જયંત દેસાઈ
(૧) તું (પ્રવેશ (!) . “તારા હોવા વિશે” થિસીસ લખીને હું ‘પી.એચ.ડી.’ થઈ ગયો, અને તને ખબર પણ ન પડી ? …. !!…. . (૨) પ્રેમપત્ર . ટૂંટિયું વાળીને અંદર સરકી ગયેલા શબ્દો, ચબરખી ખોલતાં જ બહાર ટપાટપ કૂદી પડ્યા… પછી તો એ ઉર્ધ્વગમન આંખોમાં ઝીલાયું કે તરત જ ગૂંજી ઉઠી કાનોમાં અભિસારની શહેનાઈઓ… .…
-
કોઈ શું કરે?-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
રાત વરસોથી સતત જો હોય કોઈ શું કરે? પાંડુ-સમ શાપિત જગત જો હોય કોઈ શું કરે? . કોઈની કેવળ રમત જો હોય કોઈ શું કરે? ને રમકડું આ જગત જો હોય કોઈ શું કરે? . આંખ કોરી રાખવાની સારવાના આંસુઓ, કોઈની આવી શરત જો હોય કોઈ શું કરે? . જીવવું રોકાઈ જાતું, મોતથી છેટું પડે,…
-
મીરાં કહે છે તેમ-ફ્રેડરિક બી. કિશ્ચિયન
મીરાં કહે છે તેમ આપણે તો ભૈ “ચિઠ્ઠીના ચાકર” ને માલિકની મરજીમાં રે’વાનું પછી ભલે ને હોય પીડાના પહાડ કે – દુ:ખના દરિયા. બસ, આપણે તો ઉછીના શ્વાસમાં જીવ્યા કરવાનું ! થોડાંક સુખનાં અમીછાંટણાં કરે તો – રાજીના રેડ થૈ ઘડીક હસવાનું ! પછી – માલિકની ચિઠ્ઠી ફાટતાં વેંત અહીંથી ઉચાળા ભરી જવાનું ! ને…
-
તું હવે મને જોઈ શકતી નથી-ચીનુ મોદી
તું હવે મને જોઈ શકતી નથી સ્પર્શી શકતી નથી સૂંઘી શકતી નથી સાંભળી શકતી નથી તું હવે મને સંભારી પણ શકતી નથી તું વિમુખ થઈ મારાથી દૂર જવા એક એક ડગ માંડે છે અને મારી ત્વચા ઊતરડાય છે હું કણસું છું – હું ચીસું છું – હું ચીખું છું પણ – હું હજી તને જોઈ…
-
તો પણ ઘણું-ફિલિપ ક્લાર્ક
કોક ગમતું જણ મળે તો પણ ઘણું; પ્રેમ એનો કણ મળે તો પણ ઘણું. . એમનાં પગલાં પડ્યાં જે ધૂળમાં; એની કૈંક રજકણ મળે તો પણ ઘણું. . કેમ છો એવુંય પૂછે દુ:ખમાં; એટલાં સગપણ મળે તો પણ ઘણું. . રેત રૂપે ક્યાંક તો મળવું થશે; જીવવાને રણ મળે તો પણ ઘણું. . પ્રેમનાં કૈં…
-
લિફ્ટમેન-પરાગ મ. ત્રિવેદી
તે એકલો માણસ ઘણા મહિનાઓથી અમને સૌને- આ આખા એપાર્ટમેન્ટના રહેવાસીઓને રોજ સવારે- બપોરે- સાંજે- રાત્રે લઈ જતો અસંખ્ય વાર ઉપર નીચે… પણ અમે બધા -૬૫ ફ્લેટના આટલા બધા રહેવાસીઓ ભેગા મળીને પણ તેને એક જણને એક વખત પણ નથી લાવી શક્યા ત્યારથી નીચે જ્યારથી તે ગયો છે ઉપર… . ( પરાગ મ. ત્રિવેદી )
-
Home