-
નદીને મળ્યા પછી- હર્ષદ ચંદારાણા
. પથ્થર થયા છે ગાતા, નદીને મળ્યા પછી કાંઠે નથી સમાતા, નદીને મળ્યા પછી . લાલી સમા સુહાતા, નદીને મળ્યા પછી હોઠો જે ગીત ગાતા, નદીને મળ્યા પછી . છાલકનો સ્પર્શ થાતાં, નદીને મળ્યા પછી ફૂલો શરમથી રાતાં, નદીને મળ્યા પછી . દિવસો ન ઓળખાતા, નદીને મળ્યા પછી ખુશ્બો બની છવાતા, નદીને મળ્યા પછી .…
-
રાત આખી-અનિલા જોશી
રાત આખી સેવાયેલું સ્વપ્ન ઊડી ગયું છે ઝાકળની જેમ કાળા કાળા ઉજાસમાં રહી ગયા છે લાંબા લાંબા ઓળાઓ. અડીખમ પહાડમાંથી જન્મી છે નદી. ભગવન ખાતર રહેવા દો, વહેવા દો મારી એકલતાને… મારે ઝીલવું છે મારા કાળા ડિબાંગ પ્રારબ્ધના આકાશને મારી નદીના જળમાં . ( અનિલા જોશી )
-
આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?
મિત્રો આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? . . આપોઆપ – બકુલેશ દેસાઈ પ્રકાશક : સાહિત્ય સંગમ કિંમત : ૨૦.૦૦ રૂ. પૃષ્ઠ : ૩૨
-
મેં તો કૈં પણ કહ્યું નથી-અમી મહેતા
અરે ! મેં તો કૈં પણ કહ્યું નથી તો પછી આ ફૂલો એકાએક કેમ ચીમળાઈ ગયાં ? . મેં તો કૈં પણ કહ્યું નથી તો પછી આ ધોધમાર વરસતો વરસાદ અચાનક કેમ અંદર ને અંદર સૂકાઈ ગયો ? . મેં તો કૈં પણ કહયું નથી તો પછી આ ઝંઝાવાતી પવન અચાનક ગગનની કઈ ગુફામાં લપાઈ…
-
ગુલ્ફામ આવે છે
જીવનમાં તો ઘણા એવા સરસ મુકામ આવે છે; અમે કરતા નથી કૈં પણ અમારું નામ આવે છે. . અમે તો એટલા માટે વિગતને સાચવી બેઠા; ઘરે હો સંઘરેલો સાપ તો એ કામ આવે છે. . ‘નથી પીતો’, ‘નહીં પીઉં’, હકીકત કોણ સમજાવે ? છતાં સાકીના હાથે કાં ભરેલા જામ આવે છે ? . ડરો ના…
-
એ જ સપનાં ચૂરચૂર-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
જીવ પેઠે જાળવ્યાં’તાં એ જ સપનાં ચૂરચૂર, એ કયું વહેતું ઝરણ અટક્યું કે દરિયા ચૂરચૂર. . સાવ સાચું છે કશું સાચું નથી આ વિશ્વમાં, સંત, તારી જેમ છે મારીય ઈચ્છા ચૂરચૂર. . સાતસો વાનાં કર્યાં, આકાશના તારા ધર્યા, તોય આંખોની અડોઅડ સાત પગલાં ચૂરચૂર. . રાજિયો તો કૈં જ સિરિયસલી કદી લેતો નથી, થઈ ગયા…
-
ક્ષેમકુશળ છે શાયર-કિશોર જીકાદરા
છાની છપની ચણભણ ને હોબાળા વચ્ચે, ક્ષેમકુશળ છે શાયર લોહીઉકાળા વચ્ચે ! . આજ નહીં તો કાલે એણે ભરવા પડશે, ભડભાદર છે, તાણે સોડ ઉચાડા વચ્ચે ! . થીજેલા શબ્દો પણ એને કામ ન આવે, ઉષ્મા ક્યાં છે ? પૂછે ધોમ ઉનાળા વચ્ચે ! . એનું સાચું સરનામું આ, ક્યાંક લખી લો મળતાં મોતી છીપ…
-
તડકો ભલે ને – સાહિલ
શિર ઉપર તડકો ભલે ને ધોમ છે ફૂલથી લથબથ ભીતરની ભોમ છે. . કોઈ પણ વાતે નથી એ માનતી કામનાની શું હઠીલી કોમ છે. . આહુતિ સુખની સતત માંગ્યા કરે આપણો અવતાર છે કે હોમ છે. . એટલે તો હોઉં છું મદહોશ હું છે હવા સાકી ને શ્વાસો સોમ છે. . તોય ઈર્ષા બેઉ જગ…
-
વાત બસ રહી-હરકિસન જોષી
યાત્રા જીવનની એટલે આવી સરસ રહી, તારા મિલનની દિલને બરાબર તરસ રહી. . એને વિતાવવાનું પણ ભારે થઈ પડ્યું, દુ:ખની ઘડીઓ આમ તો બેપાંચ દસ રહી. . તો પણ જુઓને કેટલા તરસ્યા જતા રહ્યા, વરસાદ સાથે વાઝડી વરસોવરસ રહી. . સૌને નિમિત્ત રાખી તમે સાચવ્યો મને, જીવી જવાયું આમ બસ આભારવશ રહી. . અસ્તિત્વ સાથે…
-
કારણ એક જ
રોજ ઊઠીને એ જ ફરીથી દળવાનું મળવાનું, છુટ્ટા પડવાનું, મળવાનું . સુખ નામે એક સ્વપ્ન ગલોફામાં રાખી ધીરે ધીરે એને ખૂબ ચગળવાનું . એક તણખલું છું, કેવળ ક્યાં મેરું છું ? ગમે તેમ ને ગમે તેટલું ચળવાનું . કાળ કરી દે બંધ આપણી મુઠ્ઠીઓ શું ભીતર છે એ ય આપણે કળવાનું . બીજ ઉપાડ્યો છે…
-
Home