Home

  • કોમળ તડકો

    રે, અમને કોમળ તડકે ઘેર્યા; સૂની વાટમાં, સખી અમે તો સૂરજમુખી શાં લ્હેર્યા ! . ઝરમર વરસે, અટકે, વરસે શ્રાવણ ખાતો પોરાં; માંડ માંડ ભીંજાયું ત્યાં તો તડકા કરશે કોરાં ! . તડકામાં તરબોળ સકળ, પીતવર્ણા જામા પહેર્યા ! રે, અમને કોમળ તડકે ઘેર્યા. . આ પા ઘર, પેલી પા ખેતર, અંતરિયાળી લીલાં; પતંગિયા શો…

  • હોય તોય શું ?

    લાચાર માનવીને અછત હોય તોય શું ? ઉપયોગમાં ન આવે, બચત હોય તોય શું ? . ઈશ્વરનું હોવું મારે કદી પણ ફળ્યું નથી, મારી સમજ ધરાર અસત હોય તોય શું ? . સચ્ચાઈ મારી પાસે પુરાવા વિનાની છે, તારીખ, વાર સાથે વિગત હોય તોય શું ? . ચાહે ગમે તે રૂપે, એ શરણાગતિ જ છે,…

  • ઢાઈ અક્ષર પ્રેમના

    સર્વ સગપણમાં સમાયા ઢાઈ અક્ષર પ્રેમના, તે છતાંયે ક્યાં કળાયા ઢાઈ અક્ષર પ્રેમના ? . છે સતત વસ્ત્રો વણ્યા કરવાની આદત આપણી, પણ કદી એમાં વણાયા ઢાઈ અક્ષર પ્રેમના ? . જે સહજ ભાવે મીરાં થૈ ઝેરપ્યાલી પી ગયા, કૃષ્ણરૂપે પણ પમાયા ઢાઈ અક્ષર પ્રેમના. . છે તફાવત એ જ તો વામન અને વિરાટનો ક્યાં…

  • સાંજ થઈ ગઈ છે

    આભ અજવાળો – સાંજ થઈ ગઈ છે, ચંદ્રને બાળો – સાંજ થઈ ગઈ છે. . ઝાડ જો ! કહી રહ્યું પંખીને, ‘આ રહ્યો માળો – સાંજ થઈ ગઈ છે.’ . ત્યાં… ભલા-બૂરાના હિસાબનીશો, મેળવે તાળો – સાંજ થઈ ગઈ છે. . સરહદો પરનો પહેરો તેજ કરો, ક્ષિતિજ સંભાળો – સાંજ થઈ ગઈ છે. . ‘ગામડું…

  • કરી શકું

    થોડોય જાત સાથે પરિચય કરી શકું, આ પાર કે ઓપારનો નિર્ણય કરી શકું. . એવું દે દર્દ વિશ્વને વિસ્મય કરી શકું, અંદર બહાર સઘળું ગઝલમય કરી શકું. . કાં તો શીખવ કે સૌથી સહજ પર બની શકું, કાં તો શીખવ કે સૌનો સમન્વય કરી શકું. . કાણી આ હથેળી છે પરંતુ મઝા જુઓ, ધારું છું…

  • એકવેરિયમની ગઝલ

    ચોતરફ જળ છે કે મૃગજળ માછલી મૂંઝાય છે કાચના ઘરમાં પળેપળ માછલી મૂંઝાય છે . આટલો બંધિયાર, છીછરો હોય દરિયો શી રીતે ? સહેજ ડૂબકીમાં મળે તળ માછલી મૂંઝાય છે . છીપલાં, શેવાળ, પરપોટા બધું હાજરાહજૂર ને છતાં આભાસ કેવળ માછલી મૂંઝાય છે . દોડતા રહેવું સતત ને પહોંચવું ના ક્યાંય પણ આ સફર તો…

  • પ્રિય પ્રભુ (૩)

    પ્રિય પ્રભુ, . નવું વર્ષ બે હાથ ખુલ્લા કરીને મને ભેટવા માંગતા દોસ્તાર જેવું લાગે છે… આ પત્રોમાં તારા અસ્તિત્વ જેવું જ અલ્લડપણું છે… આ પત્રોમાં વહેતી મારી લાગણી પાસે કોઈ નિશ્ચિત નકશો નથી… પણ પ્રામાણિક રસ્તો જરૂર છે… આવનારું નવું વર્ષ દરેક વર્ષે લીધેલા સંકલ્પોને યાદ કરાવે છે… આ વર્ષે સંકલ્પો નથી લેવા પરંતુ…

  • પ્રિય પ્રભુ (૨)

    પ્રિય પ્રભુ, . અસ્તિત્વની પેલે પારથી આવતી તારી સુગંધ મને માણસ તરીકે જીવતો રાખે છે… પ્રત્યેક પળ દિવાળીનું અજવાળું બની જાય એવી તારી ઈચ્છાને અમે સંઘર્ષનું નામ આપ્યું છે… તું મને મળીશ એ ક્ષણ મારું નવું વર્ષ… દોસ્તીમાં એકમેકને મળવાની આતુરતા હોય છે… તું મને મળે છે પણ વાત કરવાનો મોકો નથી આપતો… આ દિવાળીએ…

  • પ્રિય પ્રભુ

    પ્રિય પ્રભુ, . દિવાળીનો ઉલ્લાસ અમારા ચહેરા પર જોવા ઈચ્છતો હોય તો આટલું કરજે જ… આતંકવાદીનાં હ્રદયમાં વૃક્ષારોપણ કરવાનું સપનું ઉછેરજે… ઘરડાં મા-બાપને દીકરો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે એ પહેલાં તારી પાસે બોલાવી લેજે…એમની આંખોમાં વીતેલાં વર્ષોની ખુમારીની આબરૂ જાળવી લેજે ! પ્રેમલગ્ન કર્યા પછી પણ છૂટાં પડવા માગતાં બે હૈયાંને પ્રેમની અદબ જાળવીને છૂટાં પડવામાં…

  • Without you

    Without you sun atleast rose But the sky set. . Without you the flower atleast blossomed But the eyes withered. . Without you the song atleast was heard But the ears became deaf. . Without you, without you… Forget it. I just don’t want to say anything And whom to talk to Without  you? .…

  • Home