-
હોય તોય શું ?
લાચાર માનવીને અછત હોય તોય શું ? ઉપયોગમાં ન આવે, બચત હોય તોય શું ? . ઈશ્વરનું હોવું મારે કદી પણ ફળ્યું નથી, મારી સમજ ધરાર અસત હોય તોય શું ? . સચ્ચાઈ મારી પાસે પુરાવા વિનાની છે, તારીખ, વાર સાથે વિગત હોય તોય શું ? . ચાહે ગમે તે રૂપે, એ શરણાગતિ જ છે,…
-
ઢાઈ અક્ષર પ્રેમના
સર્વ સગપણમાં સમાયા ઢાઈ અક્ષર પ્રેમના, તે છતાંયે ક્યાં કળાયા ઢાઈ અક્ષર પ્રેમના ? . છે સતત વસ્ત્રો વણ્યા કરવાની આદત આપણી, પણ કદી એમાં વણાયા ઢાઈ અક્ષર પ્રેમના ? . જે સહજ ભાવે મીરાં થૈ ઝેરપ્યાલી પી ગયા, કૃષ્ણરૂપે પણ પમાયા ઢાઈ અક્ષર પ્રેમના. . છે તફાવત એ જ તો વામન અને વિરાટનો ક્યાં…
-
સાંજ થઈ ગઈ છે
આભ અજવાળો – સાંજ થઈ ગઈ છે, ચંદ્રને બાળો – સાંજ થઈ ગઈ છે. . ઝાડ જો ! કહી રહ્યું પંખીને, ‘આ રહ્યો માળો – સાંજ થઈ ગઈ છે.’ . ત્યાં… ભલા-બૂરાના હિસાબનીશો, મેળવે તાળો – સાંજ થઈ ગઈ છે. . સરહદો પરનો પહેરો તેજ કરો, ક્ષિતિજ સંભાળો – સાંજ થઈ ગઈ છે. . ‘ગામડું…
-
કરી શકું
થોડોય જાત સાથે પરિચય કરી શકું, આ પાર કે ઓપારનો નિર્ણય કરી શકું. . એવું દે દર્દ વિશ્વને વિસ્મય કરી શકું, અંદર બહાર સઘળું ગઝલમય કરી શકું. . કાં તો શીખવ કે સૌથી સહજ પર બની શકું, કાં તો શીખવ કે સૌનો સમન્વય કરી શકું. . કાણી આ હથેળી છે પરંતુ મઝા જુઓ, ધારું છું…
-
એકવેરિયમની ગઝલ
ચોતરફ જળ છે કે મૃગજળ માછલી મૂંઝાય છે કાચના ઘરમાં પળેપળ માછલી મૂંઝાય છે . આટલો બંધિયાર, છીછરો હોય દરિયો શી રીતે ? સહેજ ડૂબકીમાં મળે તળ માછલી મૂંઝાય છે . છીપલાં, શેવાળ, પરપોટા બધું હાજરાહજૂર ને છતાં આભાસ કેવળ માછલી મૂંઝાય છે . દોડતા રહેવું સતત ને પહોંચવું ના ક્યાંય પણ આ સફર તો…
-
પ્રિય પ્રભુ (૩)
પ્રિય પ્રભુ, . નવું વર્ષ બે હાથ ખુલ્લા કરીને મને ભેટવા માંગતા દોસ્તાર જેવું લાગે છે… આ પત્રોમાં તારા અસ્તિત્વ જેવું જ અલ્લડપણું છે… આ પત્રોમાં વહેતી મારી લાગણી પાસે કોઈ નિશ્ચિત નકશો નથી… પણ પ્રામાણિક રસ્તો જરૂર છે… આવનારું નવું વર્ષ દરેક વર્ષે લીધેલા સંકલ્પોને યાદ કરાવે છે… આ વર્ષે સંકલ્પો નથી લેવા પરંતુ…
-
પ્રિય પ્રભુ (૨)
પ્રિય પ્રભુ, . અસ્તિત્વની પેલે પારથી આવતી તારી સુગંધ મને માણસ તરીકે જીવતો રાખે છે… પ્રત્યેક પળ દિવાળીનું અજવાળું બની જાય એવી તારી ઈચ્છાને અમે સંઘર્ષનું નામ આપ્યું છે… તું મને મળીશ એ ક્ષણ મારું નવું વર્ષ… દોસ્તીમાં એકમેકને મળવાની આતુરતા હોય છે… તું મને મળે છે પણ વાત કરવાનો મોકો નથી આપતો… આ દિવાળીએ…
-
પ્રિય પ્રભુ
પ્રિય પ્રભુ, . દિવાળીનો ઉલ્લાસ અમારા ચહેરા પર જોવા ઈચ્છતો હોય તો આટલું કરજે જ… આતંકવાદીનાં હ્રદયમાં વૃક્ષારોપણ કરવાનું સપનું ઉછેરજે… ઘરડાં મા-બાપને દીકરો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે એ પહેલાં તારી પાસે બોલાવી લેજે…એમની આંખોમાં વીતેલાં વર્ષોની ખુમારીની આબરૂ જાળવી લેજે ! પ્રેમલગ્ન કર્યા પછી પણ છૂટાં પડવા માગતાં બે હૈયાંને પ્રેમની અદબ જાળવીને છૂટાં પડવામાં…
-
Without you
Without you sun atleast rose But the sky set. . Without you the flower atleast blossomed But the eyes withered. . Without you the song atleast was heard But the ears became deaf. . Without you, without you… Forget it. I just don’t want to say anything And whom to talk to Without you? .…
-
હું છતને આકાશ
હું છતને આકાશ ગણતો નથી. અનીતિની બદબૂ વછોડતી શ્રીમંતોની રંગબેરંગી ઝૂંપડપટ્ટીઓને હું દિવાનેખાસ ગણતો નથી. અબળાઓ પર બળાત્કાર કર્યા કરીને મેટરનીટી હોમ્સને ચેકો ફાડી આપવાની વૃત્તિને હું કદી કુમાશ ગણતો નથી. બે દિવસેય માંડ મળતી અડધી રોટલી પંડ્યનું ગલૂડિયું ઝુંટવી જાય ત્યારે ઝાંપે જઈ શૂન્યમાં તાકતી કાબરીને હું આમેય નિરાશ ગણતો નથી. આપણે જ ઊભી…
-
Home