-
એક અનોખો દિવસ
આજે આખો દિવસ બહાર ફરતો રહ્યો, છતાં કોઈ દુર્ઘટના ના ઘટી. આજે આખો દિવસ લોકોને મળતો રહ્યો, છતાં ક્યાંય અપમાનિત ન થયો. આજે આખો દિવસ સાચું બોલતો રહ્યો, છતાં કોઈને ખરાબ ન લાગ્યું. આજે બધા પર વિશ્વાસ મૂક્યો, છતાંય ક્યાંય ન છેતરાયો, અને સૌથી મોટો ચમત્કાર તો એ કે ઘરે પાછા આવીને મેં કોઈ બીજાને…
-
નફરત
આ દિવસોમાં હું કોઈ અજબ મુશ્કેલીમાં છું મારી ચિક્કાર નફરત કરી શકવાની તાકાત દિન-પ્રતિદિન ક્ષીણ થતી જાય છે. અંગ્રેજો પ્રત્યે નફરત કરવા ઈચ્છું છું તો શેક્સપિયર આડે આવે છે જેણે મારા પર ન જાણે કેટલાય ઉપકાર કર્યા છે મુસલમાનો પ્રત્યે નફરત કરવા ઈચ્છું છું તો સામે ગાલિબ આવીને ઊભા રહી જાય છે હવે તમે જ…
-
ઢળતી જતી સાંજે
‘ઈઝીચેર’માં શરીર લંબાવીને પડેલા કૃષ્ણ, નેસકોફીના ઘૂંટડામાં ટીપે ટીપે ઓગળતી જતી સાંજને માણી શકવાની હાલતમાં નથી… હજી સવારે જ અર્જુનનો ટેલિગ્રામ આવ્યો છે : ગીતાનું મેટર ડિઝાઈનીંગ, પ્રુફરીડિંગ બધું હેમખેમ પતી ગયું છે ત્યારે હવે પબ્લિકેશન માટે ઈન્વેસ્ટ કરનારો કોઈ આર્યપુત્ર, હોન્ડા પર હસ્તિનાપુર આખું ખૂંદી વળવા છતાં ય મળતો નથી… કૃષ્ણ સખત ડિપ્રેશનમાં છે.…
-
દાનમાં દીધાં
ન ખૂલેલાં બારણાંઓ દાનમાં દીધાં જા તને સંભારણાંઓ દાનમાં દીધાં . વાયરાએ પાનખરની હાક પાડી તો ડાળખીએ પાંદડાંઓ દાનમાં દીધાં . કમનસીબી એટલે શું ? એમ પૂછ્યું ત્યાં; એમણે આ ઝાંઝવાંઓ દાનમાં દીધાં . બીજું તો પાસે હતું શું આપવા જેવું દીકરીએ ડૂસકાંઓ દાનમાં દીધાં . જ્યાં જ્યાં મારી વેદના પહોંચી હતી ત્યાં ત્યાં મેં…
-
રોકા જરી
ક્યાં જશે આ પ્રાણ અન્તરિયાળ કે રોકા જરી, લાગણીઓ પર મુકાશે આળ કે રોકા જરી. . કોણ લે તારા વગર સમ્ભાળ કે રોકા જરી, દુ:ખ હજુ છે સાવ ન્હાનું બાળ કે રોકા જરી. . કેટલો ચાલે છે કપરો કાળ કે રોકા જરી, તું થકી છે પંડની કૈં ભાળ કે રોકા જરી. . ‘આવજે ‘કહેતાં પડે…
-
હાથમાં બરફ દીધા છે
એક હાથમાં અંગારો ને એક હાથમાં બરફ દીધા છે . એકદંડિયા મહેલની વચ્ચે હેડકી હકડેઠઠ દીધી છે ગરમાળા નીચે બેસીને ચાંદનીને ગટગટ પીધી છે . રૂંવાંમાં મલ્હાર સીંચીને દીપક ચારે તરફ દીધા છે એક હાથમાં અંગારો ને એક હાથમાં બરફ દીધા છે . ચકરડીનું શિલ્પ થઈને ઊભવું પામ્યા ચોકની વચ્ચે ટહુકા થઈ ગ્યા તીરકામઠાં વહોરવા…
-
રે અલ્લાલાબેલી
ઓરમોર ચારેકોર ઊછળે છે દરિયાનો વૈભવ રે અલ્લાલાબેલી, તરશું ડૂબશું સાથે વહેશું ભવોભવ રે અલ્લાલાબેલી. . ડગમગ નવના ફોતરે જંગ જીવતરના જીતવા અલ્લાલાબેલી, ભીતરમાં કોણ આ કોતરે પ્રસંગ કળતરના મિતવા અલ્લાલાબેલી. જળ ચોપાસ પણ દિલમાં લાગે દવ રે અલ્લાલાબેલી, તરશું ડૂબશું સાથે વહેશું ભવોભવ રે અલ્લાલાબેલી. . આભ હો વાદળીયા પણ મનમાં ખાલીપાના આભાસ અલ્લાલાબેલી,…
-
ઝૂંપડપટ્ટીના સોકરાનું ગીત
મા મને ચોંદો આલ કે ચોંદામાં પોણી સે, લોકો બધાયે કે’સ કે ચોંદામાં પોણી સે. પેલા સાપાવાળા સાપે’સ કે ચોંદામાં પોણી સે. એ તો રાજી થઈ નાચે’સ કે ચોંદામાં પોણી સે. આખી રાત્ય તરહે મર્યો ન મોઢું સુકાણું સેક; પાણી વ્હેતું શેઠ ઘેર, એની ભરઈ ગઈ છે નેક. ખોટા ટેન્કરના વાયદા કરે’સ કે ચોંદામાં પોણી…
-
પ્રેમ-કલ્પનો રોપ
ધાર-ધુબાકા અણીઓ અડખે બેઠો છું. પરબ માંડીને પબની પડખે બેઠો છું પબમાં આવે છત્તરધારી, ખપ્પરધારી, લખમીજાયા ખુરસીજાયા થઈ રઘવાયા ! હૂંસાતૂંસી, કાનાફૂંસી, ભૂંસા-ભૂંસી, મૂછા-મૂછી એક એકથી હોય સવાયા. ખદબદતી માખોની વચ્ચે બેઠો છું આછી-ઝીણી ઝરણી લઈને બેઠો છું ……પરબ માંડીને. . મૂકે નસ્તર, ધરતી અસ્તર, ઉપર બખ્તર, ભેટ પ્રમાણે આશિષ દેતી ‘ખાસ’ કથા છે; સુખવાસી…
-
ઈચ્છાનું તો એવું
ઈચ્છાનું તો એવું, જાણે વૃક્ષ ઉપર પર્ણોની માફક સદાય ફૂટતાં રહેવું. . માંડ મળેલી ધરા ટેકીને માણસ રહે છે ઊભો જગા મળે તો વિસ્તરતી રહે શાખ ને ખીલે ફૂલો ઝંઝાવાતે ખરે પર્ણ તો હસતા મુખે સહેવું ઈચ્છાનું તો એવું . જાતભાતના છોડ-વેલથી ભરી ભરી છે દુનિયા નામઠામનાં છોગાં વિણ બસ એમ જ એ તો ઊગ્યાં…
-
Home