Home

  • રે અલ્લાલાબેલી

    ઓરમોર ચારેકોર ઊછળે છે દરિયાનો વૈભવ રે અલ્લાલાબેલી, તરશું ડૂબશું સાથે વહેશું ભવોભવ રે અલ્લાલાબેલી. . ડગમગ નવના ફોતરે જંગ જીવતરના જીતવા અલ્લાલાબેલી, ભીતરમાં કોણ આ કોતરે પ્રસંગ કળતરના મિતવા અલ્લાલાબેલી. જળ ચોપાસ પણ દિલમાં લાગે દવ રે અલ્લાલાબેલી, તરશું ડૂબશું સાથે વહેશું ભવોભવ રે અલ્લાલાબેલી. . આભ હો વાદળીયા પણ મનમાં ખાલીપાના આભાસ અલ્લાલાબેલી,…

  • ઝૂંપડપટ્ટીના સોકરાનું ગીત

    મા મને ચોંદો આલ કે ચોંદામાં પોણી સે, લોકો બધાયે કે’સ કે ચોંદામાં પોણી સે. પેલા સાપાવાળા સાપે’સ કે ચોંદામાં પોણી સે. એ તો રાજી થઈ નાચે’સ કે ચોંદામાં પોણી સે. આખી રાત્ય તરહે મર્યો ન મોઢું સુકાણું સેક; પાણી વ્હેતું શેઠ ઘેર, એની ભરઈ ગઈ છે નેક. ખોટા ટેન્કરના વાયદા કરે’સ કે ચોંદામાં પોણી…

  • પ્રેમ-કલ્પનો રોપ

    ધાર-ધુબાકા અણીઓ અડખે બેઠો છું. પરબ માંડીને પબની પડખે બેઠો છું પબમાં આવે છત્તરધારી, ખપ્પરધારી, લખમીજાયા ખુરસીજાયા થઈ રઘવાયા ! હૂંસાતૂંસી, કાનાફૂંસી, ભૂંસા-ભૂંસી, મૂછા-મૂછી એક એકથી હોય સવાયા. ખદબદતી માખોની વચ્ચે બેઠો છું આછી-ઝીણી ઝરણી લઈને બેઠો છું ……પરબ માંડીને. . મૂકે નસ્તર, ધરતી અસ્તર, ઉપર બખ્તર, ભેટ પ્રમાણે આશિષ દેતી ‘ખાસ’ કથા છે; સુખવાસી…

  • ઈચ્છાનું તો એવું

    ઈચ્છાનું તો એવું, જાણે વૃક્ષ ઉપર પર્ણોની માફક સદાય ફૂટતાં રહેવું. . માંડ મળેલી ધરા ટેકીને માણસ રહે છે ઊભો જગા મળે તો વિસ્તરતી રહે શાખ ને ખીલે ફૂલો ઝંઝાવાતે ખરે પર્ણ તો હસતા મુખે સહેવું ઈચ્છાનું તો એવું . જાતભાતના છોડ-વેલથી ભરી ભરી છે દુનિયા નામઠામનાં છોગાં વિણ બસ એમ જ એ તો ઊગ્યાં…

  • હોડી મધ્યે ઝીણો છેદ છે

    અટકળ કળી શકાશે નંઈ, સહેજમાં મળી શકાશે નંઈ, ક્રિયાપદોના કૂંડાળામાં, શબ્દને છળી શકાશે નંઈ. . વડવાયુંની વચમાં બાંધ્યા સુગરીઓએ માળા, ગામની વચ્ચે સીમ ફૂટ્યાના થઈ રહ્યા હોબાળા, . શેઢા પરના આવળ-બાવળ લણી શકાશે નંઈ, અટકળ કળી શકાશે નંઈ; સહેજમાં મળી શકાશે નંઈ, . ઝાકળ જેવું આંખમાં ફૂટ્યું પગને ફૂટ્યાં પાન, માણસ થઈને બન્યો ચાડિયો ગાઈને…

  • હવે તો હાથ પણ થાક્યા

    તિમિરથી તેજ ટકરાવી હવે તો હાથ પણ થાક્યા દીવાઓ નિત્ય પ્રગટાવી હવે તો હાથ પણ થાક્યા . મને લાગે છે ક્ષમતા ખોઈ બેઠા છે એ ખૂલવાની સતત આ બાર ખખડાવી હવે તો હાથ પણ થાક્યા . રહી છે વાંઝણી આ આપણાં સપનાંઓની ક્યારી બિયારણ રોજ ત્યાં વાવી હવે તો હાથ પણ થાક્યા . અભિગમ આક્રમક…

  • મૃત્યુ : એક કારકુનનું

    [ગઈ કાલે વાયા જય વસાવડા એ સમાચાર મળ્યા કે “ગુજરાતીના ઉમદા કવિ, ‘ડાર્ક & ઇન્ટેન્સ’ રચનાઓના સર્જક વિપિન પરીખ(૮૦)નું નિધન થયું છે. એમની ચોટદાર મર્મવેધક રચનાઓનો વારસો જ હવે જીવંત રહેશે”. વિપિન પરીખ મારા પ્રિય કવિ છે.  મોટી વાત પણ સાદી સીધી ભાષામાં લખવાની એમની  શૈલી મને પ્રિય હતી. કવિ અને તેની કવિતા કદી મરતી…

  • નમસ્તસ્યૈ નમો નમ: (૯)

    ૯ . હે, મા ! માતાના ગર્ભની નાળમાંથી છૂટ્યા પછી અમારી એક એક ક્ષણ મરણ તરફનું ગમન હોય છે. કહો કે એ દરેક ક્ષણ તારી સાથેના મિલાપનું અવતરણ હોય છે. સંતોએ પણ કહ્યું છે કે માણસ મૃત્યુને નજર સમક્ષ રાખી જીવે તો એનું જીવતર ધન્ય બની જાય. એની ક્ષણેક્ષણ અણમોલ બની રહે. છતાં ખબર નહીં…

  • નમસ્તસ્યૈ નમો નમ: (૮)

    ૮ . હે, મા ! નવરાત્રિના નવે દિવસોની એક એક ક્ષણ તારા નામના જાપથી વિતાવી છે. અમે જાણીએ છીએ કે આ પવિત્ર દિવસો તારી ભક્તિ કરવા માટેના પાવન પર્વ સમાન છે. આ દિવસોમાં કરેલાં સદ્દકાર્યોનાં શુભ ફળ અનેક ઘણાં હોય છે તો જાણે-અજાણે પણ કરેલાં પાપકર્મોનાં અશુભફળ પણ ગુણાકારની રીતે અનેક ઘણાં વધી જાય છે.…

  • નમસ્તસ્યૈ નમો નમ: (૭)

    ૭ . હે, મા ! તાંતણે તાંતણો ગુંથાય ત્યારે જેમ વસ્ત્ર તૈયાર થાય છે તેમ જન્મ અને મૃત્યુના છેડાને ગાઢ રીતે બાંધતો જીવનરૂપી તાંતણો કેટલા તાણાવાણાથી અદ્દભુત રીતે ગુંથાયો છે એની કલ્પના કરીએ છીએ ત્યારે તારી લીલા નિહાળીને અમારું મસ્તક તારાં ચરણોમાં ઢળી પડે છે. . જીવન સુંદર છે કેમ કે તારું સર્જન છે. પણ…

  • Home