Home

  • વર્ષોને વાપરે છે-તુષાર શુક્લ

    કેટલાંક વર્ષોને વાપરે છે કેટલાંકને વર્ષો વાપરે છે. કેટલાંક વર્ષોને ધનની પેઠે સાચવી સાચવીને ખરચવા મથે છે. એક એક પળનો હિસાબ માંડે છે. કોઈક વળી છૂટે હાથે ઉડાવે છે. મજા એ છે કે, કોઈને ય ક્યાં ખબર છે કે મૂડી કેટલી છે ? બેલેન્સમાં શું છે ? સિલક શું વધી છે ? એકને ઘટી જવાની…

  • હવે તો-તુષાર શુક્લ

    હવે તો મોટાં થયાં! હવે શેની ઉજવણી? ઘરડાં થયાં, હવે તો! આવા ઉદ્દગાર પાછળ વેડફેલા વર્ષોની વ્યથા જ હોય છે. આજને કાલ પર છોડનારાને મહાકાલ છોડતો નથી. પ્રત્યેક વર્ષ પ્રત્યેક માસ પ્રત્યેક સપ્તાહ પ્રત્યેક દિવસ પ્રત્યેક પળ… આપણને અવસર આપે છે જીવનને આનંદવાનો. માત્ર આપણી તૈયારી જોઈએ-જીવવાની. તત્પરતા જોઈએ-માણવાની. સજ્જતા જોઈએ-સ્વીકારવાની. વર્ષગાંઠ એ તો પૂર્ણત્વની…

  • એક ચકલીને ધૂળમાં નહાવું છે-કનૈયાલાલ ભટ્ટ

    એક ચકલીને ધૂળમાં નહાવું છે. ચોમાસુંય વાટ જોઈ બેઠું છે ડેલીએ વૃક્ષોએ જળથી ભીંજાવું છે. એક ચકલીને ધૂળમાં નહાવું છે. ધૂળનીઢગલીઓ શોધી શોધીને ચકલીનેય ચડી ગયો શ્વાસ ધરતીની ધૂળને ઝાડ પાન છાંયો ને ક્યાંક ને લીલો અજવાસ નદીયુંનાં નીર ફરી વહેતાં જો થાય તો કૂંપળનેય ઝાડવું થાવું છે. એક ચકલીને ધૂળમાં નહાવું છે. વાદળાંઓ શોધે…

  • શું કરું-માધવ આસ્તિક

    શું કરું હું સર્વ કિસ્સા સંઘરીને ? ખાલીપો માણી શકું જો મનભરીને. મૌનની સામે થયો’તો એ પછીથી, હર્ફ પણ ઉચ્ચારું છું હું થરથરીને. જો વહેવું આવડે તો પાર દરિયા, ક્યાં કશે પહોંચી શકાયું છે તરીને! આંગળી બદલે પહોંચો ચાલશે પણ, હસ્તરેખામાં જ બેઠા ઘર કરીને? એક પરપોટાને કાપી નાખવો છે, એ જ સપનું રોજ આવે…

  • હું વારતાઓ પાસે જતો-બાબુ સુથાર

    ત્યારે હું છોકરાં મામાને ત્યાં જાય એમ વારતાઓ પાસે જતો હું કીડીને પૂંઠે પૂંઠે શિકારી પાસે જતો ને તીરને આમ ને કબૂતરને તેમ જતાં નિહાળતો. હું કાગડાને કૂંજામાં કાંકરા નાખવા લાગતો હું સતને ત્રાજવે તોળતી પેલી બિલાડીની પૂંછડીને પણ તાકી રહેતો હું પેલા રાજાને પણ જોતો જે ઝાડ ઓથે સંતાઈને રસ્તા વચ્ચેનો પથ્થર કોણ ઉપાડે…

  • મેં જોયાં નથી-બાબુ સુથાર

    મેં જોયાં નથી કોઈ યુદ્ધ કે જોઈ નથી કોઈ તોપો મારી ગલીમાં કે મારા ગામમાં કે મેં નથી જોયા સૈનિકો માથે લોઢાનો ટોપો મૂકીને લેફ્ટ કરતા કે રાઈટ કરતા. મેં જોયા છે મારા બાપાને ખભે વાંસલો મૂકીને કામે જતા, મેં જોઈ છે મારી માને ખભે દાતરડું ભેરવીને ખેતરે જતી, મેં જોયો છે નાથિયા વાણિયાને ભાગળેથી…

  • “એ મારી સામે આવે તો…!!”-( રાધિકા પટેલ )

    એ મારી સામે આવે તો; પ્રથમ તો, એનો કાખલો પકડી, પેટ પર જોરથી એક લાત મારી નીચે પાડી દઉં…! પછી, એની છાતી પર ચડી- એના ગાલ પર થપાટો માર્યા જ કરું…માર્યા જ કરું… લોહીની ટશરો ના ફૂટે ત્યાં સુધી…! હાથ-પગ કાપીને નીરી દઉં- ભૂખ્યા વરુને…! “લબ…લબ…” કરતી એની જીભ તે જ તલવારથી કાપી- દાટી દઉં…

  • ગઝલ કહેવી નથી મારે-બાબુલાલ ચાવડા ‘આતુર’

    ભલે દુનિયાથી હો રંજિશ, ગઝલ કહેવી નથી મારે, ન હો તારી જો ફરમાઈશ, ગઝલ કહેવી નથી મારે. નુમાઈશ કાલ જે કરતા હતા મારી જમાનામાં, લગાવી ક્યાં ગયા આતિશ? ગઝલ કહેવી નથી મારે. નિહાળીને બુલંદી પર તને બસ એ જ કહેવું છે, ‘સમયની હો ન આ સાજિશ’, ગઝલ કહેવી નથી મારે. રદીફોકાફિયા ક્યાં ? ક્યાં વજન…

  • છોડી દીધું-બાબુલાલ ચાવડા ‘આતુર’

    મેં હવે તારા વિચારોનું ગગન છોડી દીધું, કૈંક વરસોનું દિશાહીન ઉડ્ડયન છોડી દીધું. એક ચમચી યાદ તારી આંખ મીંચી પી ગયો, ને પછી પહેલા પુરુષનું એકવચન છોડી દીધું. એમને ફુરસદ નથી કે મારા જખ્મોને ગણે, વ્યસ્ત લેખનમાં થયા વાચન-ગણન છોડી દીધું. આજ હું મારા જ પડછાયાના છાંયે સૂઈ ગયો, ને બધાને એમ લાગ્યું કે શ્વસન…

  • કેમ જીરવાશે ?-બાબુલાલ ચાવડા ‘આતુર’

    હૃદયની રાંગ પર દેમાર લશ્કર કેમ જીરવાશે ? શબદનાં શર કલેજે હે મુનિવર કેમ જીરવાશે ? કમળના પાંદડે ઝાકળના અક્ષર કેમ જીરવાશે ? તિમિરની પીઠમાં સૂરજનાં ખંજર કેમ જીરવાશે ? ઉતરડીને ત્વચા હું વલ્કલો ધારણ કરી લઉં પણ, જડેલા વૃક્ષ પર સ્મૃતિઓનાં બખ્તર કેમ જીરવાશે ? પીડાના દ્વીપ વિસ્તરતા જશે જો આમ, દ્વૈપાયન ? પછી…

  • Home