Home

  • અસ્તિત્વ

    હું મને પાંજરામાં પૂરું છું અને એકાદ યુક્તિથી સ્ટોપર લગાવી દઉં છું. હું મને ત્રાજવામાં રાખું છું અને જુદાં જુદાં વજનથી જોખી જોઉં છું. બધી યુક્તિઓ નકામી છે બધાં વજન નિરૂપાય છે. મારું અસ્તિત્વ જ અટ્ટાહાસ્ય કરે છે હું વહી જાઉં છું બધા નિષેધોની સુરંગમાં થઈ અને રૂપાંતર પામું છું. ક્યારેક ફૂલ ક્યારેક તલવાર ક્યારેક…

  • હાલી નીકળ્યા

    લઈ એક ‘ઠોસ નામ’ અમે હાલી નીકળ્યા ખાલી કરીને ગામ અમે હાલી નીકળ્યા . બસ ‘નામની’જ પાટી ગળે બાંધી : બાકીનાં સહુ ભૂંસી નામઠામ અમે હાલી નીકળ્યા . ઘેરી વળ્યા સંબંધ : અતિ કરગર્યા છતાં સહુને કરી પ્રણામ અમે હાલી નીકળ્યા . દિવસે નહીં નિરાંત નહીં નિંદ રાતના વિશ્રામ ના વિરામ અમે હાલી નીકળ્યા .…

  • તારી-મારી ભીતર

    તારી-મારી ભીતર ભઈલા ક્યાંક મળે ના એક્કે દેરું, તોય વાત આ નક્કી છે કે ભીતર એનું છે જ પગેરું. પાંખો માંહે થાક લઈને નીડ ભણી આવે પંખેરું, દૂર પણે ઝાલર વાગે છે ; નભ વેરે છે ગુલાલ ગેરુ. શ્વાસ સમો જીવનની સાથે કાયમ એ ચાલ્યા કરવાનો, વીત્યોકાળ નથી કંઈ ‘રજકણ’ કે બસ ઊભો થઈ ખંખેરું.…

  • વાતાવરણ તો બદલાય

    મકાનોનાં બંધ દ્વાર, નિર્જન માર્ગ, લોકો મૌન, મારી સોસાયટીનું વાતાવરણ અકળાવી નાખે છે. મન ઈચ્છે, કોઈક તો દ્વાર ખોલે, એકાદ શબ્દ બોલે, કે પછી ક્યાંકથી કોઈ પાગલ આવી ચીસો પાડે. કે તોફાની બાળકો અહીં તહીં દોડે, ને પછી રામ રામ કરતાં ભલે ડાઘુઓની પસાર થાય સ્મશાનયાત્રા, કોઈ મરણ પામ્યો હોય, બાણું વર્ષનો ઘરડો, સોસાયટીનું વાતાવરણ…

  • ચકલી ગીત

    ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું ચીં ચીં થી અળગા થવાય છે ? ના… રે… ના બારીમાં કૂંડું ને કૂંડામાં લીલુંછમ ચોમાસું ઊતરે તો ચકલીની માફક નવાય છે ના… રે… ના ચકલી તો વૃક્ષોની ડાળીની પટરાણી ધરતી ને સમદર ને વાયુ ને આકાશ ઓઢીને ઝૂલે છે, સામેના ઘરમાંથી મઘમઘતા કોઈ ગીતનું મધમીઠું પરબીડિયું કન્યાના…

  • એકાંતની ઈજ્જત કરે એ મિત્ર

    એકાંતની ઈજ્જત કરે એ મિત્ર . મૈત્રી એ મનુષ્યની મોટામાં મોટી મિરાત છે. પૃથ્વી પર જન્મેલો કોઈ પણ માણસ આખાય આયુષ્યમાં જો મિત્ર વિનાનો રહે તો હું એને એની વ્યક્તિ તરીકેની મોટામાં મોટી નિષ્ફળતા કહું. મૈત્રીનું પંચાંગ નથી હોતું. મૈત્રી સહજપણે થાય છે. કોઈ પણ પ્રકારના સંબંધમાં સહજતા એ મોટામાં મોટી વસ્તુ છે. આ સહજતાની…

  • પવન

    કેટલી મનગમતી એંધાણી પવન, આંગણે ભરતો રહે પાણી પવન. દોડતો ચારે દિશાઓ ઊંચકી, મારી માફક તારો બંધાણી પવન. શ્વાસમાં પેસે કે કાચીંડો બને, રંગ પલટે રાગ પરમાણી પવન. રાતભર એકેક રગમાં સાંભળું, હોય જાણે ફૂટતી ધાણી પવન. તું લીલુંછમ ઝૂલતા શીખવી ગઈ, થઈ ગયો છે ત્યારથી વાણી પવન. લાલ દરવાજાનો જાણે બાદશો, બેસતો બસ તંબુઓ…

  • હિન્દુ

    શું વાત કરો છો, યાર! ‘હિન્દુ’ એ કોઈ ઈન્ડુ છે કે ઊભી ચમચીથી તડાક દઈને તોડી ને ઓહિયા કરી જાવ? અથવા તો મન ફાવે તેમ સેવીને, પાર પાડી નાખો ગમે તેવા ઈરાદાઓ!?… હિન્દુ, એ કોઈ ધર્મનું નામ પણ નથી કે જેણે વિસ્તારવાદની ગ્રંથીથી પીડાવું પડ્યું હોય ! હિન્દુ એ ચિંતનધારા છે જેણે આખા વિશ્વમાંથી ઊતરી…

  • શ્રાવણ વરસે…

    શ્રાવણ વરસે સરવડે નદિયું જળબંબોળ કાંઠે બેસી કુંવારકા, નહાતી માથાબોળ. કુંવારકાના રૂપને માણે એક જુવાન જળમાં તરતી માછલી શી રમણી છે બેધ્યાન. પગમાં પહેરી ઝાંઝરી છમછમ છમછમ થાય શ્રાવણિયા તડકા પરે, ચળકે કૂણી કાય. જુવાન હસિયો ઝરુખડે, કુંવારકાને જોઈ કુંવારકાયે જુવાનને ભીને લુગડે મોહી. પરભવ કેરી પ્રીતના ટહુકી ઊઠ્યા મોર આજ મળી ગ્યાં આભ પરે…

  • તમે શરણે થશો કે ?

    સમયની આણ વર્તે છે, તમે શરણે થશો કે નહિ ? બધેબધ તેજ વરસે છે, તમે શરણે થશો કે નહિ ? કદી ભીનાશ અડકે છે ? તમે શરણે થશો કે નહિ ? અધર પર સ્મિત ચમકે છે… તમે શરણે થશો કે નહિ ? તમે ઝંખો સુવાસિત શબ્દ-સોનું હાથ-હોઠોથી… બધાં મૂછોમાં મલકે છે, તમે શરણે થશો કે…

  • Home