-
પત્ર….અત્ર-યજ્ઞેશ દવે
સાંજ પડ્યે થાક્યો પાક્યો ઘેર આવું છું. ડેલી ખોલીને જોઉં છું. આજે તો કોઈનો પત્ર હશે જ પણ… લથડતા પગે બારણું ખોલવા જાઉં છું ત્યાં જ ફળિયામાંના પીપળાનું એક નકશીદાર પાંદડું ખરીને પડે છે. સાવ મારા પગની પાસે જ ! ( યજ્ઞેશ દવે )
-
મૈત્રીની મહેંક-હિના પારેખ “મનમૌજી”
પાશ્ચાત્ય સંસ્ક્રુતિના અનુકરણથી આપણાં ઉત્સવોના લિસ્ટમાં થોડા વધુ ઉત્સવો ઉમેરાયા છે. ભલે એ વિદેશી સંસ્ક્રુતિનું અનુકરણ છે……છતાં મૂલ્યવાન છે. ઓગષ્ટ મહિનાનો પ્રથમ રવિવાર એટલે “ફેન્ડશીપ ડે”. દોસ્તોને મન દિવાળી સમાન ઉત્સવ. ખરેખર લાગણીઓની લગામને છુટ્ટો દોર આપવા આવો દિવસ મળે તો ધન્ય થઈ જવાય. અલબત્ત મોંઘી પ્રેઝન્ટ કે કાર્ડસની આપ-લેના બદલે લાગણીની-સ્નેહની-વિશ્વાસની આપ-લે થાય તે…
-
તું મૈત્રી છે-સુરેશ દલાલ
તું વ્રુક્ષનો છાંયો છે, નદીનું જળ છે ઊઘડતા આકાશનો ઉજાસ છે; તું મૈત્રી છે. તું થાક્યાનો વિસામો છે, રઝળપાટનો આનંદ છે તું પ્રવાસ છે સહવાસ છે: તું મૈત્રી છે. તું એકની એક વાત છે, દિવસને રાત છે કાયમી સંગાથ છે: તું મૈત્રી છે. હું થાકું છું ત્યારે તારી પાસે આવું છું હું છલકાઉં છું ત્યારે…
-
દરિયાના પાણીની છાલક – અરૂણ દેશાણી
દરિયાના પાણીની છાલક લાગેને પછી દરિયો ભરાય મારી આંખમાં, દરિયા જેવો હું પછી દરિયો થઈ જાઉં અને મોજાંઓ ઉછળે છે હાથમાં. લીલ્લેરાં સપનાંઓ છીપલાં બનીને મારી આંખોની જાળ મહીં આવે, ઊછળતાં મોજાંનાં ફીણ મારી કાયાને હળવેરા હાથે પસવારે, ભાળે નહીં કોઈ એમ હલ્લેસાં સઘળાંયે ભીડી દઉં છું મારી બાથમાં. ઘૂઘવતા સાગરના પાણીનો સંગ અને ઘૂઘવતા…
-
મારો સમય-હર્ષદ ત્રિવેદી
મારો સમય તમારી પ્રતીક્ષા બની ગયો હું તો હજી ઊભો જ છું રસ્તો વહી ગયો એથી તો મારા લોહીમાં લીલી વ્યથા વહે ગુલમ્હોરને હું આંસુની સાથે જ પી ગયો તારા સ્મરણની એક ક્ષણ ટહુકી ઊઠી અને- ઘરની સફેદ ભીંત પર થાપો પડી ગયો મારું બયાન એ રીતે કીધું નદી સમક્ષ એક ખાલી નાવ સોંપીને, પાછો…
-
तारों की झिलमिल-मुनि रूपचन्द्र
तारों की झिलमिल से कोई बिछुडा दिल यदि मिलता है तो मिल लेने दो. तुम ने था जो दीप जलाया साँझ हुई तो वह घबराया तम-किरणों की घुल-मिल में नव-दीपक कोई जलता है तो जल लेने दो. तुम ने था जो फूल खिलाया वह तो पतझर में मुरझाया मन सावन की रिमझिम से यदि…
-
સમુદ્ર-સિતાંશુ યશચંદ્ર
દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો તે પહેલાંનો સમુદ્ર મેં જોયો છે મેં વડવાનલના પ્રકાશમાં પાણી જોયા છે. આગ અને ભીનાશ છૂટા પાડી ન શકાય. ભીંજાવું અને દાઝવું એ એક જ છે. સાગરને તળિયેથી જ્યારે હું બહાર આવું ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય હું મરજીવો નથી હું કવિ છું જે છે તે છે…
-
અમે મળીએ-ઉત્પલ ભાયાણી
અમે મળીએ છીએ ત્યારે માત્ર વરસાદની મોસમ હોય છે અને અમે મન મૂકીને પલળીએ છીએ ગ્રહો બહુ જ નબળા થઈ જશે ત્યારે કે બિલાડી આડી ઊતરશે ત્યારે કે ડાબી આંખ ફરકશે ત્યારે વીજળી અમારા પર ત્રાટકશે જ પણ એથી પલળવાનું થોડું જ ગુમાવાય છે ! ( ઉત્પલ ભાયાણી )
-
તરવાના થાકનો-પ્રીતિ સેનગુપ્તા
તરવાના થાકનો માછલીને વિચાર જ ક્યાંથી હોય? પંખીને તે વળી ઊડવાનો કંટાળો? મને તો એ જ ડર છે કે પૂછ્યા વગર, વિચાર્યા વગર, શ્વાસ લેવાનો ભાર લાગતો હશે એમ માનીને કોઈ મને અટકાવી દે તો? ( પ્રીતિ સેનગુપ્તા )
-
મારી આંખોમાંથી-કપિલા મહેતા
મારી આંખોમાંથી બહાર ધસી આવતાં આંસુઓ ત્યાં જ અટકો. પાછા આંખોની બખોલમાં લપાઈ જાઓ. તમે ક્યાં અષાઢનાં મેઘબિન્દુ છો? અહીં કોઈ ચાતક તમને આવકારશે નહીં તમે ક્યાં સ્વાતિ નક્ષત્રનું જળબિન્દુ છો? અહીં કોઈ છીપલાં મોતી બનાવશે નહીં તમે ક્યાં હળધરની આંખનો વિસામો છો? કોઈ રોપાઓને તમારી જરૂર નથી. એટલે જ કહું છું: મારી આંખનાં આંસુઓ…
-
Home