Home

  • લખ મને-દિલીપ પરીખ

    કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને, જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને ! તારા વિના અહીં તો છે ધુમ્મ્સ ફક્ત બધે, તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને ! અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું, તારા જ અક્ષરો વડે ઝગડાઓ લખ મને ! કોઈ મને બીજા તો સહારા નહીં મળે, અમથા જ…

  • -તો કહેજે-અવન્તી દવે

    તું ક્યારેક પેલાં કિરણોની પાર પહોંચી શકે                 તો કહેજે-         સૂરજ ક્યારેય આવો કાજલ ન,તો ! તું ક્યારેક જળની આરપાર ખૂંપી શકે                 તો કહેજે-         દરિયો ક્યારેય આવો આગ ન,તો ! તું ક્યારેય ચાંદના ગવનને ખોલી શકે                 તો કહેજે-         રાત ક્યારેય આવી શ્વેત ન,તી ! તું ક્યારેય જિંદગીને પેલે સીમ…

  • સૂરજ-વિનોદ અધ્વર્યુ

     પરબીડિયામાં         તમે પાઠવ્યો સૂર્ય….         નવો નક્કોર….         અસલ કેસર ઝબકોળ્યો !         અમે હરખનાં આંસુ મહીં ઘૂંટીને ઘોળ્યો.         કરી લલાટે તિલક, જહીં દીઠું દર્પણમાં,         ગયો ઓગળી-વહી સનેહી ! તવ સમરણમાં !…. રે !         કેટકેટલા સૂરજ, આજલગણ, દૈ તાલી         ગયા ઓગળી આમ, પછી પરબીડિયાં ખાલી ! અને-         વળી આ-…

  • दर्द का लालच-हेमेन्द्र चण्डालिया

    अहसास के सैलाब में डूबत-उतराते बहुत बार भींच लेता हूं पलकें कण्ठ हो जाता है अवरुध्ध फूटने लगती हैं अनायास दिल से, आँखों से कुछ तरल संवेदनाऍ शब्दों की सीमाओं से परे. अपने आप से जो कहा है तुमने अपने आप जो सहा है तुमने उस दर्द को छू भी नहीं सकता मैं देखता हूँ,…

  • તૂટી ગયેલી ચપ્પલને-કૈલાસ પંડિત

    તૂટી ગયેલી ચપ્પલને કાઢી નાંખતા પહેલા,  પહેરવાના કેટલા મરણિયા પ્રયાસ,  કર્યા હતા મેં.   ક્યારેક સ્કૂલના કે કોલેજના કોઈ ફ્રેન્ડને,  કોઈ વાતે ઓછું આવી જતું ત્યારે,  કેટકેટલા ખુલાસા કરતો હતો હું? આજે નોકરીએ લાગ્યા પછી, મારી પાસે ચપ્પલ બૂટના ઢગલા છે, કોઈ ખોવાઈ પણ ગયા હોય, મને યાદ પણ નથી. હું હવે ફોનના ડાયલમાં કેટલાયને,…

  • જવાની લઈને આવ્યો છું-“નાઝ” માંગરોળી

    જગતમાં મહેરબાની હું ખુદાની લઈને આવ્યો છું, વ્યથાઓ એટલે તો હદ વિનાની લઈને આવ્યો છું. હવે તો દૂર થઈ જાશે તમારા દિલની શંકાઓ, લૂટાવા આજ મહેફિલમાં જવાની લઈને આવ્યો છું. કયા આધાર પર બાંધુ જગત હું મિત્રતા તુજથી, અહીં જ્યારે હું ફાની જિંદગાની લઈને આવ્યો છું. થયું સર્જન ઈબાદત માટે સર્જનહારની મારું, બની બંદો પયામે…

  • હથોડી-કાર્લ સેન્ડબર્ગ

     જૂના પુરાણા દેવોને મેં જતા જોયા છે અને નવા દેવોને આવતા. પ્રત્યેક દિવસે અને વરસે વરસે મૂર્તિઓ પડે છે અને પ્રતિમાઓ ઊભી થાય છે. આજે હું હથોડીની ભક્તિ કરું છું. ( કાર્લ સેન્ડબર્ગ-અમેરિકન કવિ )

  • यही है क्या प्यार-नन्दकिशोर आचार्य

    कितना असहाय था मैं अन्देशों से घिरा, काँपता हुआ प्रतिपल जब सब कुछ सुरक्षित था और हवाएँ हर तरह अनुकुल. अब सभी कुछ घनघोर झँझावात में है- मैं कितना बेफिक्र ! यही है क्या प्यार: समुद्री तूफानों के बीच लहरों पर उछलती एक टूटी नाव पर बेफिक्र करती हुई स्मृति यह?   ( नन्दकिशोर आचार्य…

  • જીવનભરના તોફાન-અબ્બાસ એ. વાસી “મરીઝ”

    જીવનભરના તોફાન ખાળી રહ્યો છું,               ફકત એના મોઘમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,               છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે. અહીં દુખની દુનિયામાં એક રંગ જોયો,               ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે. સુજનની કબર કે ગુનેગારની હો,               છે સરખી ઉદાસી મઝારે મઝારે. હ્રદય મારું વ્યાપક, નજર મારી સુંદર,…

  • આજ-રાવજી પટેલ

      આજ આખોય દિવસ મચ્યો વરસાદ કાલ બપોર લગી ન હતું કશુંય તે સડકની ધાર પર ઘાસ ગર્ભકોમલ ડોકાઈ આવ્યું. પગરખાં મહીં થોડી કનડીઓ હરેફરે… મારે જવું-જવું- મારે બેસવું છે ઘાસ પાસે. આસપાસના મકાનોમાં ભીનીમદ ભરી હોય માટી એવું શાંત. ’અરે, કોકને શાક લેવા પણ નથી જવું?’ મારે જવું; જવું- કોણ ટૂંટિયું વાળીને પડ્યું માર્ગ…

  • Home