Home

  • વાંસલડી ડોટકોમ…-કૃષ્ણ દવે

    વાંસલડી ડોટકોમ મોરપીંછ ડોટકોમ                 ડોટકોમ વ્રુંદાવન આખું કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે                 કે કયા કયા નામ એમાં રાખું?  ધારોકે મીરાંબાઈ ડોટકોમ રાખીએ                 તો રાધા રીસાય એનું શું?  વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ                 ને ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું?  પ્રેમની ડીસ્કમાં એવી એવી વાનગી                 કે કોને છોડું ને કોને ચાખું? ગીતાજી…

  • એ જ આવશે-ચંદ્રકાંત શેઠ

    એનો ફોન! એનો અવાજ! આખો મારો વાસ -મારો અસબાબ અધ્ધર પગે! આંગણાંએ ખોલી દીધા દરવાજા! ઊંબરાએ ઉઘાડી દીધાં દ્વાર… બારીઓ ય ખુલ્લી ફટાક… ગોખે ગોખે આંખ… શય્યાના આકાશમાં એક્કેય નહીં વાદળી… સ્વચ્છ રાત્રિ! નરી છલોછલ ચાંદની!! ચાંદ તો પછી દૂર ન હોય… હોય આટલામાં જ-નજીકમાં… મેં ચિત્તને કહ્યું: ચકોર થા પણ એણે તો ઘરની ઊંચી…

  • આંસુને પી ગયો છું…-હરીન્દ્ર દવે 

    આંસુને  પી  ગયો  છું મને ખ્યાલ પણ નથી એક રણ તરી ગયો છું મને ખ્યાલ પણ નથી તમને  ભૂલી  જવાના  પ્રયત્નોમાં આજકાલ તમને  ભૂલી  ગયો છું મને ખ્યાલ પણ નથી મારું  સ્વમાન  રક્ષવા  જાતાં  કદી  કદી- હું  કરગરી  ગયો  છું મને ખ્યાલ પણ નથી કંટકની  માવજતમાં  અચાનક  ઘણી વખત ફૂલો  સુધી  ગયો  છું મને ખ્યાલ…

  • વરસાદ તે દિવસે…-હિના પારેખ

    વરસાદ તે દિવસે ઘણો હતો. તેના માટે ‘મુશળધાર’ શબ્દ પ્રયોજી શકાય તેવો. મારે ઓફીસ જવાનો સમય થયો હતો અને વરસાદે ત્યારે જ ધોધમાર વરસવાનું શરૂ કર્યું હતું. વરસાદ અટકે તેવી કોઈ શક્યતા નહોતી અને મારે ઓફીસમાં સમયસર પહોંચવાનું હતું. હું છત્રી લઈને ઓફીસે જવા નીકળી. છત્રી મને રક્ષણ આપવા પૂરતી નહોતી. હું ગમે તેટલું સાચવું…

  • નવરાવે ને…-જયંત પાઠક

    નવરાવે ને ધોવરાવે પહેરાવે ને પોઢાડે આંખો આંજી આપે તે તો કોઈ બીજું ય હોય- પણ કાન આગળ મેશનું ઝીણું ટપકું કરે તે તો “મા” જ!   ( જયંત પાઠક )  

  • બીજાને શું જીરવશું…-હિતેન આનંદપરા

    બીજાને શું જીરવશું? જાતને જીરવી નથી શકતા,  ભીતર  સર્જાતા  ચક્રવાતને  જીરવી  નથી શકતા. અતિશય જોશમાં આઘાત બીજા પર કરી લઈએ,  પછી ઉદભવતા પ્રત્યાઘાતને જીરવી નથી શકતા. તરસ  કોઠે  પડી  હો  જેમને  એવા  ઘણા  લોકો ક્દાચિત્ આવતા વરસાદને જીરવી નથી શકતા. સદા નક્કર હકીકત ને ગણતરીઓમાં જીવ્યા જે, જીવનના અંતમાં આભાસને જીરવી નથી શકતા. ઘણું  તરસ્યા…

  • સમયનો…ધૂળ ડમરીનો

    સમયનો…ધૂળ ડમરીનો પીછો કરવાનું છોડી દે, તું પોતે પથ છે,યાત્રીનો પીછો કરવાનું છોડી દે. પવનમાં ઝૂલતી તું ડાળખી છે,પાંખ ક્યાં તારી? ઊડાઊડ કરતાં પંખીનો પીછો કરવાનું છોડી દે. પ્રથમ તું ભીતરે એની જગા કર,આવશે એ ખુદ; પ્રતીક્ષા કર, ખુશાલીનો પીછો કરવાનું છોડી દે. તને દોરી જશે એ મારી ખામીઓ સુધી ક્યારેક, ત્યજી દે, મારી ખૂબીનો…

  • सफर में धूप तो होगी

    सफर में धूप तो होगी जो चल सको तो चलो सभी हैं भीड में तुम निकल सको तो चलो किसी के वास्ते राहें कहाँ बदलती हैं तुम अपने आप को खुद बदल सको तो चलो यहाँ किसी को कोई रास्ता नहीं देता मुझे गिरा के अगर तुम सँभल सको तो चलो कहीं नहीं कोई सूरज…

  • દુ:ખાન્ત એ નથી…

    “દુ:ખાન્ત એ નથી કે રાતની કટોરીને કોઈ જિંદગીના મધથી ભરી ન શકે અને વાસ્તવિકતાના હોઠ ક્યારેય એ શહદને ચાખી ન શકે- દુ:ખાન્ત એ હોય છે જ્યારે રાતની કટોરી પરથી ચંદ્રમાની કલાઈ ઊતરી જાય અને એ કટોરીમાં પડેલી કલ્પના કડવી થઈ જાય- દુ:ખાન્ત એ નથી કે તમારી કિસ્મતમાં તમારા સાજનનું નામ-સરનામું વાંચી ન શકાય અને તમારી…

  • दु:खान्त यह नहीं…

    “दु:खान्त यह नहीं होता की रात की कटोरी को कोई जिन्दगी के शहद से भर न सके और वास्तविकता के होंठ कभी उस शहद को चख न सकें- दु:खान्त यह होता है जब रात की कटोरी पर से चन्द्रमा की कलई उतर जाए और उस कटोरी में पडी हुई कल्पना कसैली हो जाए- दु:खान्त यह…

  • Home