Home

  • બીજાને શું જીરવશું…-હિતેન આનંદપરા

    બીજાને શું જીરવશું? જાતને જીરવી નથી શકતા,  ભીતર  સર્જાતા  ચક્રવાતને  જીરવી  નથી શકતા. અતિશય જોશમાં આઘાત બીજા પર કરી લઈએ,  પછી ઉદભવતા પ્રત્યાઘાતને જીરવી નથી શકતા. તરસ  કોઠે  પડી  હો  જેમને  એવા  ઘણા  લોકો ક્દાચિત્ આવતા વરસાદને જીરવી નથી શકતા. સદા નક્કર હકીકત ને ગણતરીઓમાં જીવ્યા જે, જીવનના અંતમાં આભાસને જીરવી નથી શકતા. ઘણું  તરસ્યા…

  • સમયનો…ધૂળ ડમરીનો

    સમયનો…ધૂળ ડમરીનો પીછો કરવાનું છોડી દે, તું પોતે પથ છે,યાત્રીનો પીછો કરવાનું છોડી દે. પવનમાં ઝૂલતી તું ડાળખી છે,પાંખ ક્યાં તારી? ઊડાઊડ કરતાં પંખીનો પીછો કરવાનું છોડી દે. પ્રથમ તું ભીતરે એની જગા કર,આવશે એ ખુદ; પ્રતીક્ષા કર, ખુશાલીનો પીછો કરવાનું છોડી દે. તને દોરી જશે એ મારી ખામીઓ સુધી ક્યારેક, ત્યજી દે, મારી ખૂબીનો…

  • सफर में धूप तो होगी

    सफर में धूप तो होगी जो चल सको तो चलो सभी हैं भीड में तुम निकल सको तो चलो किसी के वास्ते राहें कहाँ बदलती हैं तुम अपने आप को खुद बदल सको तो चलो यहाँ किसी को कोई रास्ता नहीं देता मुझे गिरा के अगर तुम सँभल सको तो चलो कहीं नहीं कोई सूरज…

  • દુ:ખાન્ત એ નથી…

    “દુ:ખાન્ત એ નથી કે રાતની કટોરીને કોઈ જિંદગીના મધથી ભરી ન શકે અને વાસ્તવિકતાના હોઠ ક્યારેય એ શહદને ચાખી ન શકે- દુ:ખાન્ત એ હોય છે જ્યારે રાતની કટોરી પરથી ચંદ્રમાની કલાઈ ઊતરી જાય અને એ કટોરીમાં પડેલી કલ્પના કડવી થઈ જાય- દુ:ખાન્ત એ નથી કે તમારી કિસ્મતમાં તમારા સાજનનું નામ-સરનામું વાંચી ન શકાય અને તમારી…

  • दु:खान्त यह नहीं…

    “दु:खान्त यह नहीं होता की रात की कटोरी को कोई जिन्दगी के शहद से भर न सके और वास्तविकता के होंठ कभी उस शहद को चख न सकें- दु:खान्त यह होता है जब रात की कटोरी पर से चन्द्रमा की कलई उतर जाए और उस कटोरी में पडी हुई कल्पना कसैली हो जाए- दु:खान्त यह…

  • दिल के हर दर्द की…

    दिल के हर दर्द की दवा न ढूंढिये दिल के हर दर्द को हवा न दीजिये ऐसे किसी खास दर्द के संग संग क्यों न जीना सीख लीजिये… कुछ सवालों का कोई जवाब नहीं होता कुछ का जवाब ढूंढना अच्छा नहीं होता कुछ बातों का जिक्र अच्छा नहीं होता या ईनके जिक्र से फायदा नहीं…

  • ખતવણી

    “જો સવારના પહોરમાં મને મસાલા ચા ન મળે તો મારો દિવસ કદી ઊગતો નથી ઓપરેશન થિયેટરમાં જાઊં છું મરણશીલ કેટલાક દર્દીઓને હું દવાઓ આપું છું એમની પરિસ્થિતિ જોઈ માપીને નક્કી કરવાનો પ્રયત્ન કરું છું કે મારે એમને ઓકસિજન આપવો કે નહીં નાઈટ્રસ ઓકસાઈડ હેલોથેન અને પેથિડિન એમને માપસર આપું છું ફરી ફરીને એમની નાડ તપાસું…

  • સિયામિઝ ટ્વિન્સ

    “એક સિયામિઝ છે મારો જોડિયો મારી સાથે જોડાયેલો મારી સાથે જડાયેલો   ચીપકી ગયેલો બરોબર મારી કરોડ સાથે.   બે પગ છે અમારે બે હાથ છે અમારે   મારે ખાવી છે ખીચડી તો તેને ખાવી છે સ્પેગેટી, મારે લટાર મારવી છે તો તેને પડ્યા રહેવું છે.   મારે સૂવું છે તો તેને જાગવું મારે જીવવું…

  • કહે છે કે …

    કહે છે કે “પગ મારા ફૂલની પાંખડી નથી ગુલાબી એ કોમળ નથી” ખરે જ, મને એવી કશી ખબર નથી. કઠીન રસ્તે ડગ્યા વગર થાક્યા વગર પોતાની કેડી ચાતરીને ચાલનારા મક્ક્મ તો એ એવાં!!! ”આંખ મારી નીલી નથી સમુદ્ર શી ગહરી નથી મીન શી કમનીય નથી” અરે રહો! મને એવી કશી ખબર નથી. સ્વાભિમાનથી ચમકતી એ,…

  • સ્વબોધ-સુરેશ દલાલ

    “આપણે આપણી રીતે રહેવું: ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!         ફૂલની જેમ ખૂલવું                 અને ડાળની ઉપર ઝૂલવું         ભમરાનું ગીત કાનમાં આંજી                 કાંટાનું રૂપ ભૂલવું મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!        …

  • Home