-
ખતવણી
“જો સવારના પહોરમાં મને મસાલા ચા ન મળે તો મારો દિવસ કદી ઊગતો નથી ઓપરેશન થિયેટરમાં જાઊં છું મરણશીલ કેટલાક દર્દીઓને હું દવાઓ આપું છું એમની પરિસ્થિતિ જોઈ માપીને નક્કી કરવાનો પ્રયત્ન કરું છું કે મારે એમને ઓકસિજન આપવો કે નહીં નાઈટ્રસ ઓકસાઈડ હેલોથેન અને પેથિડિન એમને માપસર આપું છું ફરી ફરીને એમની નાડ તપાસું…
-
સિયામિઝ ટ્વિન્સ
“એક સિયામિઝ છે મારો જોડિયો મારી સાથે જોડાયેલો મારી સાથે જડાયેલો ચીપકી ગયેલો બરોબર મારી કરોડ સાથે. બે પગ છે અમારે બે હાથ છે અમારે મારે ખાવી છે ખીચડી તો તેને ખાવી છે સ્પેગેટી, મારે લટાર મારવી છે તો તેને પડ્યા રહેવું છે. મારે સૂવું છે તો તેને જાગવું મારે જીવવું…
-
કહે છે કે …
કહે છે કે “પગ મારા ફૂલની પાંખડી નથી ગુલાબી એ કોમળ નથી” ખરે જ, મને એવી કશી ખબર નથી. કઠીન રસ્તે ડગ્યા વગર થાક્યા વગર પોતાની કેડી ચાતરીને ચાલનારા મક્ક્મ તો એ એવાં!!! ”આંખ મારી નીલી નથી સમુદ્ર શી ગહરી નથી મીન શી કમનીય નથી” અરે રહો! મને એવી કશી ખબર નથી. સ્વાભિમાનથી ચમકતી એ,…
-
સ્વબોધ-સુરેશ દલાલ
“આપણે આપણી રીતે રહેવું: ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું! ફૂલની જેમ ખૂલવું અને ડાળની ઉપર ઝૂલવું ભમરાનું ગીત કાનમાં આંજી કાંટાનું રૂપ ભૂલવું મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું! …
-
પ્રતીક્ષા-પ્રીતિ સેનગુપ્તા
“ચોકમાં ચણ નાખીને બેસી રહું છું મારા બોલાવ્યાથી જ પંખી આવી નથી જતું. એ આવે છે એની જ મરજીથી. ફૂલો મધુના ભારથી લચી પડે તો શું? મન થશે ત્યારે જ ફરફરતું પતંગિયું આવશે. રસ્તામાંનાં ખાબોચિયામાં છબછબિયાં કરવાનું મન નથી થતું હવે. ભેજના શેવાળથી છવાયેલા કાચ પર નામ લખી દેવાનું તોફાન નથી સૂઝતું હવે. અવરજવર તો…
-
હવે પહેલો વરસાદ…-ભગવતીકુમાર શર્મા
“હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં! હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં! સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયા, સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો તો ઝળઝળિયાં! ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ, પછી ફરફરતી યાદ; એવું કાંઈ નહીં!…
-
અર્થશાસ્ત્ર-વિપિન પરીખ
“કોઈએ મને પૂછ્યું: આ જીવનનો અર્થ શો છે મેં કહ્યું: મને ખબર નથી મને ખબર નથી આ સૂરજમુખીનું ફૂલ રોજ સવારે શી રીતે હસી શકતું હશે અને કોયલ શી રીતે લાલ કરી મૂકતી હશે વસંતને પોતાના ટહુકાથી વરસે વરસે? મને ખબર નથી વારે વારે પડી જવા છતાં શિશુ શા માટે આટલો બધો આગ્રહ…
-
પ્રિય…-હેમા લેલે
“પ્રિય, તારામાં તલ્લીન થવું એટલે જાણે આકાશના પોલાણમાં માળો બાંધવો. પછી ઊડવું, ફફળવું ને કલરવ કરવો બધું જ બેહિસાબ. મારી ચાંચમાંના દાણા તારે માટે અપૂરતા પણ મારા માળામાંની હૂંફ માત્ર તારે માટે સુખદાયક. એ જ હૂંફની જાળ વણું છું હું તારી નસનસમાં તોય ઊડી જાય છે મન ફાવે ત્યારે! મારી વેરાયેલી લાગણીઓને એકઠી કરીને હું…
-
क्या करुं…-हरिवंशराय बच्चन
“क्या करुं संवेंदना लेकर तुम्हारी? क्या करुं? मैं दुःखी जब-जब हुआ संवेदना तुमने दिखाई, मै कृतज्ञ हुआ हमेशा रीति दोनों ने निभाई, किन्तु ईस आभार का अब हो उठा है बोझ भारी; क्या करुं संवेदना लेकर तुम्हारी? क्या करुं? एक भी उच्छवास मेरा हो सका किस दिन तुम्हारा? उस नयन से बह सकी कब…
-
તમે કોઈ દિવસ…-મુકેશ જોશી
તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીય જિંદગી બળ્યા છો? તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઈના મારગથી કાંટાઓ શોધ્યા તમે લીલેરા છાંયડાઓ આપીને કોઈના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો? તમે કોઈની આંખ્યુંમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ…
-
Home