Home

  • મળીશ હું-સાહિલ

    છું પ્રતીક જડનું તો શું થયું – નિરંતર ગતિમાં મળીશ હું ભલે હોઉં દાખલો પૂર્ણનો – છતાં હર ક્ષતિમાં મળીશ હું ન મળે જગતના કોઈ ખૂણે નખ જેટલાયે સગડ છતાં મને શ્રદ્ધા એટલી છે સદા તમારી સ્મૃતિમાં મળીશ હું બધાયે નિયમ મહીં હોય છે અપવાદ એક-બે એ રીતે છું નગણ્યમાંયે નગણ્ય પણ તમને અતિમાં મળીશ…

  • એ જે અફવા હતી-રશીદ મીર

    એ જે અફવા હતી કથા છે હવે, આવ, જોવા સમી દશા છે હવે. દૂર ઊડતો ગુબાર જોઉં છું, કાફલો છે કે ના દિશા છે હવે. તું હતી તો ખુદા હતો મારો, ના ઈબાદત, ના આસ્થા છે હવે. એક મારા જ પ્રાણ રૂંધાયા, નહિ તો ચારે તરફ હવા છે હવે. રંગ ગેરુઓ હોય કે લીલો, જે…

  • લિબાસમાં-સાહિલ

    નથી જોયો જેને કોઈએ હજી આદમીના લિબાસમાં પૂરી શક્યતા છે એ શખ્શ જોવા મળે નબીના લિબાસમાં હુંય જાણું છું છે ભરમ નર્યા-છતાં ક્યાં ટૂટ્યો છે ભરમ હજી મને રણની રેત મળ્યા કરે છે સદા નદીના લિબાસમાં મને માફ કર ખુદા શું કરું સ્વીકારી તમારી રહેમતો મને સ્વર્ગ સાતેય સાંપડ્યાં-ગમતી ગલીના લિબાસમાં કરે બાહ્ય-રૂપની જગ સ્તુતિ…

  • વિચ્છેદ-જગદીપ ઉપાધ્યાય

    સાવ આમ ? ભવભવની વાત પૂરી પળમાં તમામ ?! આપણે આપણને, બીજાને, ફૂલોને કરતા’તા વહાલ આપણો વ્યવહાર હતો સઘળો તહેવાર અને ઊડતો’તો મનમાં ગુલાલ, ચાલ્યાં બસ ચાલ્યાં બસ ચાલ્યાં પણ ? પહોંચવું જ નહોતું તો ચાલ્યાં શું કામ ?! થનગનતી પાંખ હતી, સહિયારી આંખ હતી, હૈયામાં હામ હતી; ઓછું પડ્યું શું આકાશ ? હમણાં તો…

  • કેવળ-પન્ના નાયક

    ના, ના, ના મારે નથી થવું મીરાં મારે નથી થવું રાધા નથી થવું વિશાખા કે ચંદ્રલેખા કે લોપા કે ગોપા કે કોઈ પણ રોપા. મારે તો રહેવું છે કેવળ પન્ના. કેવળ આ હવાની જેમ. મારા નામની આસપાસ કશું જ નહીં- નહીં પિયર નહીં સાસરવાસ ન કોઈ સહવાસ. આસપાસ કેવળ અવકાશ અવકાશ. હું નહીં પન્ના મોદી…

  • આધુનિક દ્રૌપદીની અભિપ્સાનું ગીત-ગાયત્રી ભટ્ટ

    આંખો સામે તરે ખભો ને મનમાં માથું ઢળે “સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે ! કદી કોઈને કહી નથી કંઈ એવી અઢળક વાતો અંદર અંદર ઊગીને આથમતી જાતી રાતો જાત ઉલેચું આખી ત્યારે તળિયે ટાઢપ વળે “સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે ! સાચેસાચ્ચું કહી દેવામાં લાગે છે બહુ…

  • મારું ઘર…-ગાયત્રી ભટ્ટ

    રોજ મેળો ભરાય મારે મેડે રે સૈ ! મારું ઘર તો છલોછલ… વળી ઉપરથી કોઈ રાગ રેડે રે સૈ ! મારું ઘર તો છલોછલ… ક્યાંક છમછમ સૂણુંતો ક્યાંક વેણુ હવે મીઠું લાગે છે મને મે’ણું કોઈ ગમતીલું રમતીલું છેડે રે સૈ ! મારું ઝાંઝર છલોછલ… રોજ મેળો ભરાય મારે મેડે… કોણ આવ્યું ને કોણ નહીં…

  • સૌમ્ય જોશી

    કવિતા ઉપરાંત નાટકના લેખન, દિગ્દર્શન અને અભિનયક્ષેત્રે અજવાળું પાથરનાર સૌમ્ય જોશી માત્ર ગુજરાતમાં જ નહિ, ભારતભરમાં જાણીતા છે. તેમને કવિતા માટે 1996ના વર્ષનું બળવંતરાય ઠાકોર પારિતોષિક પ્રાપ્ત થયેલું છે. તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ ‘ગ્રીન રૂમમાં’ (2008) અત્યંત લોકપ્રિય થયો છે. ‘દોસ્ત ચોક્કસ અહીં એક નગર વસતું હતું’ એ નાટકે સૌમ્ય જોશીને ભારતના મહત્વના નાટ્યકારોમાં સ્થાન અપાવ્યું.…

  • કમાડ ઉઘાડ-મંગેશ પાડગાંવકર

    કમાડ ઉઘાડ કમાડ ઉઘાડ ચકીરાણી કમાડ ઉઘાડ ! આમ ઘર બંધ કરીને દુનિયા પર રિસાઈને કેટલી વાર આંખો મીંચીને અંદર બેસી રહીશ પોતાનું મન પોતે જ ખાતી રહીશ પવન અંદર આવવો જોઈએ મોકળો શ્વાસ લેવાવો જોઈએ કમાડ ઉઘાડ કમાડ ઉઘાડ ચકીરાણી કમાડ ઉઘાડ ! જેમ ફૂલો હોય છે તેમ કાંટા પણ હોય છે. જેમ સીધો…

  • ચાર લઘુકાવ્યો-રાધિકા પટેલ

    ૧. ચાર દીવાલોએ ઊભો કરેલો આભ જેટલો ઊંચો અવકાશ- હું અને મારી વચમાં. એક જરા બારી ખૂલી, અને ઊતરી આવ્યું આખું’ય આભ- કેટકેટલાં સંવાદ લઈને…! ૨. મારી આસપાસ ઠેર-ઠેર પડેલા નિરાશા, નિષ્ફળતા, અવગણનાના ઢગલાઓમાંથી કેટલીક ઉપયોગી સામગ્રી એકઠી કરી કૂકર ચડાવી દીધું છે- ગેસ પર. હવે, હું રાહ જોયા કરું છું- સીટી વાગવાની…! ૩. મારી…

  • Home