-
અંધારું-પ્રવીણ દરજી
અંધારું ચોર પગલે ઊતર્યું પહાડ પર ઝાડ પર વાડ પર અને ગબડ્યું ખનિકામાં પ્રસર્યું મેદાને નદી-નાળે ગામ-ઘર અને ફળિયે પછી અટક્યું સમુદ્રમાં એકાકાર થઈ સમુદ્રરૂપે. અંધારું બસ, અંધારું જ છે ! અંધારું એટલે અંધારું… એટલે… ( પ્રવીણ દરજી )
-
સળગવા એક ક્ષણ માગી…-જગદીશ ગુર્જર
અપેક્ષા એક ક્ષણ માગી રે મિતવા, નિકટતા એક ક્ષણ માગી રે મિતવા. જગત રંગીન તારા આગમનથી, નીરખવા એક ક્ષણ માગી રે મિતવા. ઋતુ ભીનાશની ઘરમાં જ આવી, પલળવા એક ક્ષણ માગી રે મિતવા. તું પડખે હોય તો એ પણ કબૂલું, ભટકવા એક ક્ષણ માગી રે મિતવા. નીરવતામાં હલે છે તારાં કંકણ, રણકવા એક ક્ષણ માગી…
-
ક્ષણનો ઉદ્દગાર-જગદીશ ગુર્જર
હું આદિ-અનાદિનો વ્યાપાર છું, પરમ ચેતનાનો, હું આકાર છું. તમે જોઈ લ્યો, અન્યથી પર નથી, નિરાકાર છું, શુદ્ધ સાકાર છું. આ વ્યક્તિત્વનું હું સ્વયમ કેન્દ્ર છું, ચિદાકાશનો સહજ સત્કાર છું. આ વળગણ છે શેનાં…ને જંજાળ શી, અહમથી અલગ એક ચિત્કાર છું. આ કોલાહલોમાં તને શોધતો, હું અસ્તિત્વનો એક ચમત્કાર છું. મેં દરિયો અલખનો ઉલેચી લીધો,…
-
એ તું જ છે-નીતિન વડગામા
હાથમાં કાગળ ધરે એ તું જ છે, અક્ષરો થઈ અવતરે એ તું જ છે. સાવ ભૂંસે છે ભુલાવી દઈ બધું, એ પછીથી સાંભરે એ તું જ છે. સાતમા પાતાળનું તળ તાગવા, છેક ઊંડે ઊતરે એ તું જ છે. સાવ સૂના હાડમાં આઠે પ્રહર, શ્વાસરૂપે સંચરે એ તું જ છે. ડૂબતાંને તારવા મઝધારમાં, એક તરણું થઈ…
-
સાંજ-પ્રીતમ લખલાણી
૧. બાવળને છાંયડે ખરે બપોરે બેઠો હોય છે તડકો રાહમાં સાંજ ક્યારે આવશે ? ૨. સાંજનો નમણો નાજુક ચહેરો જોતાં જ પંખી તો શું સૂરજને પણ યાદ આવે છે ઘર ! ૩. પંખીને પરીઓની વારતા કરવી સાંજ વૃક્ષ ડાળેથી ક્યાં ખોવાઈ ગઈ ? 4. સીમ ચરીને પાછી ફરતી સાંજ છલકાય છે બોઘરણે ! ૫. દિવસભર…
-
બપોર-પ્રીતમ લખલાણી
૧. હોલા સાથે પીલુડીને છાંયડે, બપોર આવનારી સાંજનું સંગીત રચે. ૨ ભેંસની પીઠે ચઢી બપોર ગામના તળાવમાં ધૂબકા મારે ૩. ધણને સીમમાં ચરાવતાં પસીને લદબદ થયેલ બપોર, વડલાની વડવાઈએ હીંચકા ખાય ! ૪. ટાઢા પહોરની રાહમાં બપોર માથે ફાળિયું ઓઢી, ફળિયે કેવી ઘસઘસાટ ઊંઘતી પડી હોય છે ! ( પ્રીતમ લખલાણી )
-
અજવાળું-પ્રીતમ લખલાણી
૧. પાટીપેન, લખોટી અને ગરિયા વચ્ચે શૈશવ બેઠું છે લઈ સ્મરણનું અજવાળું. ૨. દીવાના અજવાળે તુલસી ક્યારાને મહેંકતો જોઈ રોજ સવારે આંગણું ઝળહળી ઊઠે ! ૩. ગોખે-ચપટીક અજવાળે દેવ બેઠા છે ખુશ ! ૪. ઝળહળતા મોંઘેરા દીપ પ્રગટાવ્યા બાદ પણ રાજમહેલ ક્યાં પામી શકે છે ઝૂંપડીએ ટમટમતા દીવાના અજવાળાની ખુશી ! ( પ્રીતમ લખલાણી )
-
હરદ્વાર ગોસ્વામી
ગઝલકાર હરદ્વાર ગોસ્વામીનો જન્મ નરસિંહ મહેતાની ભૂમી તળાજામાં 18 જુલાઈ 1976 ના રોજ થયો હતો. (પિતા: મનરૂપગીરી ગોસ્વામી, માતા: ચારુલતાબેન ગોસ્વામી). તેમણે પ્રાથમિક શિક્ષણ તળાજા પ્રાથમિક શાળામાંથી 1992માં પૂર્ણ કર્યું. ધોરણ 10 અને 12નો અભ્યાસ એમ. જે દોશી હાઈસ્કૂલ, તળાજામાંથી 1995માં પૂર્ણ કર્યો. 1998માં તેમણે શામળદાસ આર્ટસ્ કૉલેજ, ભાવનગર ખાતેથી B.A ની ડિગ્રી જ્યારે 2000માં…
-
સ્ત્રી-પ્રીતમ લખલાણી
૧. પ્રિયતમામાંથી પત્ની થવા સ્ત્રી આખું આયખું લાગણીના કિચનમાં અને સંબંધોના લિવિંગરૂમમાં ખર્ચી નાખે છે ! ૨. બિચારી સ્ત્રીએ જીવનના પ્રત્યેક તબક્કે ઘરના ઉંબરનો ખ્યાલ કરવો પડે છે ! ૩. ફળફૂલથી લચી પડેલી ડાળથી, પાંખ ફૂટતાં જ માળેથી ઊડી ગયેલાં પંખીની, પાનખરમાં રાહ જોતાં વૃક્ષની પીડાને જો આપણે સમજી શકીએ તો, સ્ત્રીની જીવનવ્યથાને સમજી શકીએ…
-
મારે ટેરવે-આબિદ ભટ્ટ
સ્પર્શનો અભ્યાસ મારે ટેરવે, શબ્દનો વિન્યાસ મારે ટેરવે. સો અષાઢો સામટા વરસી જજે, સાત રણની પ્યાસ મારે ટેરવે ! મેંશ આંજી સૂર્ય આંખે એટલે, છે જરા કાળાશ મારે ટેરવે. ચિત્ત ચગડોળે ચડે તો પૂછતે, છે સકળનો ક્યાસ મારે ટેરવે ! ઝંખના તારી જ છે આઠે પ્રહર, શ્વાસનો વિશ્વાસ મારે ટેરવે ! ભીતરે છે આગ એની…
-
Home