-
એષા દાદાવાળા
સુરતના વતની એવા કવયિત્રી એષા દાદાવાળાનો જન્મ 2 જાન્યુઆરી 1985 ના રોજ સુરતમાં થયો હતો. (પિતા: મયંક દાદાવાળા, માતા: હેતલ દાદાવાળા) તેમણે શાળાનું શિક્ષણ જીવનભારતી સ્કુલ, સુરત ખાતેથી 2002માં પૂર્ણ કર્યું. ત્યાર બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાંથી 2005માં B.A ની ડિગ્રી મેળવી. તેમણે પોતાની પહેલી કવિતા ‘ડેથ સર્ટિફિકેટ’ ધોરણ ૧૧ (2001) માં લખેલી અને…
-
થઈ જાએ-મરીઝ
કોઈ એ રીતે મહોબ્બતનો વિજય થઈ જાએ, જ્યારે ચાહું તને મળવાનો સમય થઈ જાએ. લાગણી, દર્દ, મહોબ્બત ને અધૂરી આશા, એક જગા પર જો જમા થાય હૃદય થઈ જાએ. આંખથી આંખ મળી ગઈ છે સભર મહેફિલમાં, સ્મિત જો એમાં ભળી જાય, પ્રણય થઈ જાએ. મળે આંખોથી આંખો, ને બધો સંવાદ થઈ જાએ, ‘મરીઝ’ એક જ…
-
મોરપીંછું-પ્રીતમ લખલાણી
૧. માર્ગમાં ક્યાંય જો તમને મોરપીંછું નજરે ચઢી જાય તો ? સમજજો હવે ગોકુળ નથી બહુ દૂર ! ૨. લ્યો, તમારે રાધાને પત્ર લખવો છે, તો કરો સરનામું C/o. મોરપીંછું ! ૩. જો મોરપીંછને બદલે માથે સોનાનો મુગટ હોત તો ? શું માધવ આટલી નિરાંતે વાંસળીના સૂર છેડી શક્યા હોત ખરા ?! ૪. હોઠમાં તણખલું…
-
મોર-પ્રીતમ લખલાણી
૧. રોંઢે ફળિયામાં બે-ચાર પીંછા ખેરવી ઊડી ગયેલ મોર. ઢળતી સાંજે હળવો ફૂલ-ફટાક થઈને બેઠો હોય છે ગામને પાદર મહેકતો થોરની વાડે ! ૨. મોરને કળા કરતો જોવા મારા ફળિયે સાંજ સમયે સુગંધ પણ ઊતરી આવે છે રાતરાણીની ડાળથી ! ૩. સીમના સેઢે વૈશાખની ધોમધખતી બપોરે કુંવારી કન્યાની ચૂંદડી લહેરાઈ જાય સાંભળીને મોરનો ટહુકો !…
-
દર્પણ-પ્રીતમ લખલાણી
દર્પણ ૧. સોળ વર્ષની કન્યા નજરે ચઢતાંજ આળસ મરડીને ઊઠે દર્પણ ! ૨. રાજમાર્ગે ઊભેલ ગાંધીજીની પ્રતિમાને મેં પૂછ્યું : ‘સ્વતંત્ર ભારતમાં- તમારો સાચો વારસ કોણ ?’ બાપુની પ્રતિમાએ આંગળી ચીંધી પાનવાળાના ગલ્લે દેખાતા દર્પણ તરફ… ૩. અકસ્માતથી નંદવાઈ ગયેલા દર્પણના પ્રત્યેક ટુકડામાં મારો ચહેરો જોઈ હું ચીસ પાડી ઊઠું છું કે મારામાં આટલા બધા…
-
ચિન્મય શાસ્ત્રી
અમદાવાદના રહેવાસી યુવા કવિ ચિન્મય શાસ્ત્રીનો જન્મ 24 મે 1995ના રોજ બોરીવલી, મુંબઇમાં થયો હતો. (પિતા: તીલક શાસ્ત્રી, માતા: રીટા શાસ્ત્રી). તેમણે ધોરણ- 12 (Commerce) સુધીનો અભ્યાસ અમદાવાદની શેઠ સી.એન વિદ્યાલયમાંથી 2012માં પુરો કર્યો. ત્યારબાદ 2015માં એન.આર ઈન્સ્ટિટ્યુટ ઑફ બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન (GLS) અમદાવાદમાંથી B.B.A ની ડિગ્રી મેળવી. હાલ તેઓ આઇ.સી.એફ.એ.આઇ બિઝનેસ સ્કૂલ (IBS) મુંબઇ ખાતે…
-
બંદીવાન તડકો-મનીષા જોષી
વર્ષો જૂની એ ઈમારત પર ઐતિહાસિક તડકો પથરાયેલો છે. એ ઈમારત કોણે બંધાવી, શા માટે બંધાવી, તેના સ્થાપત્યની શૈલી કઈ, તે કંઈ જ જાણવામાં મને રસ નથી. પણ આ તડકો આજે, હજી સુધી કેમ અહીં છે તે વિચાર મને સતાવે છે. રોજ તો આ સમયે તડકો આ ઈમારતના પેલા ખૂણા પાસેથી ઓસરી ગયો હોય છે.…
-
સમજીને-આબિદ ભટ્ટ
માણ, ક્ષણને, હજાર સમજીને, જિંદગીને તુષાર સમજીને ! આકરી પાનખર, સકળ કાજે, હું તો જીવ્યો બહાર સમજીને ! ભીંત છે તો જરૂર પડવાની, કર મરામત દરાર સમજીને ! પ્રેમ પામ્યો વસંત ક્યારે ના, તેં કર્યો વ્યવહાર સમજીને ! કર સહન વાયદા ખિલાફીને, જુલ્મનો છે પ્રકાર સમજીને ! દર્દા મેં કેટલાંક પાળ્યાં છે, દિલને મળશે કરાર…
-
હિંડોળો-પ્રીતમ લખલાણી
૧. એકાંતે ઝુકાવતો મને હિંડોળો આપે છે ખુદ અને ખુદાથી વાત કરવાનો અવકાશ ! ૨. દોસ્તો ! નિરાંતે ક્યારેક કાન દઈને સાંભળજો હિંડોળાની કિચૂડ કિચૂડ વ્યથા બસ, એ જ ઘડીએ સમજાઈ જશે હિંડોળા જેવી નારીજીવનની કથા ! ૩. સોપારી વેતરતો, ડેલી, ફળિયું અને ઓસરીને નીરખતો હિંડોળો, સૂંઘતો હોય છે છીંકણીની જેમ હર ક્ષણને. ૪. સાચું…
-
ક્રોધ : કારણ – નિવારણ (૩) – ઓશો
૧. અને તમે વિચારવા લાગો છો- ‘મને ક્રોધથી છુટકારો જોઈએ છે. હું તે માટે પ્રયત્ન કરીશ- યમ-નિયમ સાધીશ, આસન કરીશ, ધ્યાન-ધારણા કરીશ— મારે તેનાથી મુક્ત થવું જ છે.’ આ રીત તમે તમારું અધૈર્ય બતાવો છો. તમે આ અધીરતાથી જણાવી દીધું કે- જે છે તેનાથી તમે રાજી નથી, જે છે તે સાથે તમે સહમત નથી. તમે…
-
Home