Home

  • વકરેલો ઘાવ-હરકિસન જોષી

    ઔષધથી રોગ ઊલટાનો વિફર્યો છે વૈદ્યજી ! મરહમ લાગડ્યો ઘાવ તો વકર્યો છે વૈદ્યજી ! જ્વર શોધવાને રોજ શું નાડી તપાસો છો ! નખ શિખ પૂરા દેહમાં પ્રસર્યો છે વૈદ્યજી ! અંગોને શેકવાની સલાહ દઈ રહ્યા છો પણ; ભીતરનો મર્જ જન્મથી તરસ્યો છે વૈદ્યજી ! એ પાનખર વસંત શરદ થઈ રહ્યો હવે; આષાઢી મેઘ થઈને…

  • સખી ઝૂલોને-સંદીપ ભાટીયા

    સખી ઝૂલોને પવન હળવેકથી ચૂમી કહે છે ફૂલોને રંગના વંટોળોયાઓ વનમાં વાટ ભૂલ્યા છે ઊગવું આથમવું શું દિન કે શું રાત ભૂલ્યા છે અલ્પ શું આલિંગવામાં શું અફાટ ભૂલ્યા છે તમેય ભૂલોને પવન હળવેકથી ચૂમી કહે છે ફૂલોને હટાવી દો બધા પરદા મિટાવી દો નકાબોને મોસમ મોકલે છે જાસા રાજાઓ નવાબોને જાઇ જૂઇ મોગરાઓને ચમેલીને…

  • ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

    જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ ! લૈ જાજો સંગાથે ! ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે ?! અધખૂલી આ કમળકળીમાં આંસુ ઝીલી લેજો; લિપિબદ્ધ એ વિરહવ્યથાઓ જઈ શ્યામને દેજો ! ઉદ્ધવ ! એને કહેજો : પૂનમને અજવાળે વાંચે; તો ય કદાચિત દાઝી જાશે આંખ, અક્ષરી આંચે ! ઊનાં ધગધગતા નિશ્વાસો નથી આપતાં સાથે ! જાવ…

  • ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

    તમે અહીંથી જાઓ, ઉદ્ધવ ! ક્યાંક, કૃષ્ણની વાતો કરતાં હૈયું ફાટી જાશે ! તમે આવતાં, ઉદ્ધવ ! આજે અમે; છેલ્લું પાનેય ખરી ગયેલાં વૃક્ષ સમા થૈ ગયાં ! ધૂપ હતા અગરું-ચંદનનો પહેલાં; આજે આટાકટના વ્યર્થ ગણાતા ધૂમ્ર બની રહી ગયા ! ન’તા જાણતા : ઘટ ભરવાથી; ઘટ સંગાથે સીંચણિયું પણ ડૂબશે, લથબથ થાશે ! તમે…

  • ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

    કહ્યું હોય જો શ્યામે, ઉદ્ધવ ! અમે ગોપીઓ મામ મૂકીને જઈએ મથુરાગ્રામ ! “અમે કર્યો છે પ્રેમ જ કેવળ,” હરખ્યાં જગમાં કથી; શા સગપણ જોડ્યાં કહાનાએ, અમે જાણતા નથી ! હોય પ્રેમમય, તે સઘળાંને બાહુપાશમાં લે છે; તેથી જ પહેલાં બધા છોડમાં બે પર્ણો પ્રગટે છે ! વશ કરશું જો ફરી આવશે; તો, ઉદ્ધવજી !…

  • હોળી-દિવ્યા સોની “દિવ્યતા”

    * જ્યારથી આંખો એમની વખોડી ગઈ; ત્યારથી હૈયે વિયોગની હોળી થઇ ! * જયારે કર્મોના હિસાબ આપતી, ખાલી ઈશ્વરની ઝોળી થશે; ક્યાંક રંગોની ધૂળેટી તો કેટલાક હૈયે ત્યારે ઉની હોળી થશે ! * જેટલી માનવીના મનમાં આંચ છે; એટલે હોળીમાં પણ ક્યાં દાઝ છે ? * કૃષ્ણ બનવું સહેલું છે, રાધારાણી બનવા કરતા કદાચ; રાધાએ…

  • ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

    શી રીતે સૂરજ કે જલ વીણ વૃક્ષ બાપડું ફળે ? ઉદ્ધવજી ! જો કૃષ્ણ નથી, તો જીવવું શાનાં બળે ? શા કારણથી કલબતાં ખગ, પૂરવ દીસતાં ભાણ ? શાથી જલમાં પ્રગટે અગ્નિ ! ઉદ્ધવ ! કહો સુજાણ ! વાદળ વરસે ધોધમાર; કોઈ પીએ, ઝીલે કે ન્હાય; ધરતીમાંથી તૃણ પ્રગટે, હૃદયે એવું શું થાય ?! પ્રેમ…

  • ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

    ગોકુળની છે બધી ગોપીઓ હજુ સુધી અણજાણ ! શ્યામ ગયા, તે શ્યામ ગયા ? કે ગયા અમારા પ્રાણ ? પગદંડી આ રઘવાઈ જે જઈ રહી મધુવનમાં; એને છેડે ગોકુળ આખ્ખું પહોંચી જાતું ક્ષણમાં ! રાત આખીયે બધી ગોપીઓ જમુનાકાંઠે ગાળે; શું, ઉદ્ધવજી ! માધવ કદીયે ગોકુળ સામું ભાળે ? મથુરાની ગત મથુરા જાણે; અમે જાણીએ,…

  • ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

    વિનિપાત નોતરવા, કરવાં પડે જ વિપરીત કાર્યો ! ઉદ્ધવ ! શ્યામે ગોકુળ છોડી, પગે કુહાડો માર્યો ! આમ્રકુંજમાં કૂજે કોકિલ, ટહુકો લાગે મીઠો; થોર ઉપર શું કોઈ કાગડો પણ બેસેલો દીઠો ? સહન કરત જો શિર પર ઢોળી દેત સૂરજની હાંડી; વિરહ થકીયે વસમું છે, જે શ્યામ ગયા છે છાંડી ! રહ્યાં અ-સાવધ અમે, રમ્યો…

  • ફરી એક વાર..-કુમાર જૈમિનિ શાસ્ત્રી

    ૧. આજે ફરી એક વાર મનના ગોકુળિયામાં બાલકૃષ્ણની બંસી બજી ઊઠી છે એક કાચ્ચી-કુંવારી છોકરી ભર ઊંઘમાંથી આળસ મરડીને જાગી ઊઠી છે… ૨. યુગોયુગોથી સુષપ્ત નસોમાં ઉન્માદના હરણાં ને સસલાં કૂદાકૂદ કરી મર્યાદા-બંધોને તોડીફોડીને તહસ-નહસ કરી રહ્યાં છે આ દુર્ઘટનાને ટાળવા માટે ક્યારેક નિખાલસતાપૂર્વક મેં તેને પ્રપોઝ કરી હતી. ૩ આજે ફરીથી એ ઘડીનું અનાયાસ…

  • Home