Home

  • પાંદડું-પ્રીતમ લખલાણી

    ૧. ડાળે એક પાંદડું ફરફરતું હોય છે ત્યાં લગી વૃક્ષને ક્યાં બીક હોય છે પાનખરની ? ૨. ફૂલ, ડાળ કે પંખીથી નહીં પણ વૃક્ષ ઓળખાય છે પાંદડાંથી. ૩. જે દિવસે કાગડા અને કોયલમાંથી વૃક્ષ લેશે કાગડાનો પક્ષ તે દિવસે તેની ડાળને લીલાં નહીં પણ ફૂટશે કાળાં પાંદડાં. ૪. મોસમના રંગે બદલાતા વૃક્ષને સમજી શકે છે…

  • એટલે તો-બરકત વીરાણી ‘બેફામ’

    એટલે તો ચાલવામાં સાવ ધીરા થઈ ગયા, જ્યારે જોયું કે ચરણમાં કંઈક ચીરા થઈ ગયા. જે મને વાગ્યા ચરણમાં, રહી ગયા એ પથ્થરો, જેમને મેં હાથમાં લીધા એ હીરા થઈ ગયા. ઘાવ હૈયાના છુપાવું તો છુપાવું કઈ રીતે ? કે હવે તો હસ્તરેખામાંય ચીરા થઈ ગયા. ના જુઓ દીવાનગીમાં બહારનાં વસ્ત્રો ફક્ત, દિલની અંદર લાગણીઓનાંય…

  • કોઈ એમ ન માને કે…-પન્ના નાયક

    કોઈ એમ ન માને કે હું માત્ર પુસ્તકોથી ઘેરાયેલી છું લાઈબ્રેરીની બહાર પણ જીવન વહે છે નદીની જેમ એક બાજુ ઘૂઘવતા અક્ષરોનો અવિરામ સમુદ્ર અને બહાર ઊછળતા મનુષ્યોના અનેકવિધ ચહેરાઓ. પ્રત્યેક ચહેરો મારે માટે નહીં લખાયેલી કે નહીં વંચાયેલી નવલકથા કે નવલિકા કે એક સ્વયં કવિતા છે. કોઈના સ્મિતના અજવાળે હું આંખોના અધ્યાય વાંચી લઉં…

  • પ્રેમનો મારગ-પન્ના નાયક

    પ્રેમની લીલીછમ જાજમ બિછાવેલા રસ્તા પર પગમાં છાલાં પડે ત્યાં સુધી અટક્યા વિના ચાલ્યા કરો છો તમે. તમને કોણ સમજાવે કે આ કહેવાતા પ્રેમનો રસ્તો ક્યાંય જતો નથી કે ક્યાંય લઈ જતો નથી. તમે ઊભા હતા ત્યાં ને ત્યાં જ ઊભા છો હજી અને ઊભા જ રહેશો ત્યાં. છતાંય મનમાં માનો છો ને વંચક મનને…

  • ટહુકો-પ્રીતમ લખલાણી

    ૧. રાત્રે આ ટમટમતા તારા એ બીજું કાંઈ નથી. પણ દિવસે પંખી ચાંચે આભમાં વેરાઈ ગયેલા ટહુકા જ હોય છે. ૨. કોઈ ઢળતી સાંજે પંખી ટહુકે ત્યારે પીંજરું પીગળીને આભ થઈ જતું હોય છે. ૩ ઊડી જતો ટહુકો એવું તે શું કહી ગયો કે પર્ણ લાલ-પીળાં થઈ ગયાં ? ૪. પંખી પૂછે ડાળને ‘જોઈએ છે…

  • તો લખજે મને-પરાજિત ડાભી

    આંસુઓને સારવાનું થાય તો લખજે મને. દર્દને વિસ્તારવાનું થાય તો લખજે મને. જિંદગી કેરો ભરોસો સોળાઆની હોય પણ, મોતને જો મારવાનું થાય તો લખજે મને. જે વિચારોનાં બરફને પીગળાવી ના શકે, તાપણું એ ઠારવાનું થાય તો લખજે મને. ધબ દઈને તેં પછાડ્યું પોટલું જે શ્વાસનું, એ ફરી વેંઢારવાનું થાય તો લખજે મને. હારવામાં તો હંમેશા…

  • એકાંતનો માળો-પન્ના નાયક

    મારા ઘરમાં જ એક બગીચો છે ફૂલોથી સભર ને તરબતર. મને ફૂલોની તરસ લાગી છે અને સુગંધની શાંતિને હું ગટગટાવું છું. મારા ઘરમાં જ અનેક પહાડો છે આ પહાડો સૌજન્યશીલ છે એ સૂરજને રૂંધતા નથી કુમળાં કિરણોનું ગળું દબાવતા નથી. મારા ઘરમાં જ એક દરિયો પણ છે અને એનાં અનંત મોજાં ઊછળ્યાં કરે છે માછલીઓ…

  • સમણાં-ઇસુભાઈ ગઢવી

    તમે તો ગોરલ પાછલા પરોઢનાં સમણાં આખા તે આયખાના અધુરા ઢોલ ગોરલ, સમણામાં થાય રોજ બમણા. તમે તો ગોરલ… અકેડા પાણકામાં પાથરીને પ્રાણ અમે પાતાળી નદીઓને પૂરી, શ્વાસોના થોકબંધ ખડક્યા અંબાર તોયે ભીતરની ભીંતો અધૂરી, સૂકાભઠ આભલાના ચંદરવે ચિતર્યો સુખોના સરનામાં નમણાં. અમે તો ગોરલ… લીલીછમ ઝંખનાનાં જાળાં ગૂંથીને અમે સુગરિયા માળાઓ બાંધ્યા, વેદનાની સોયોમાં…

  • થોભો જરા-પરાજિત ડાભી

    તૂટલી આ નાવ છે, થોભો જરા. તીવ્ર આ ઘેરાવ છે, થોભો જરા. ફૂલનાં સ્પર્શો વડે જે છે થયા, દૂઝતા એ ઘાવ છે, થોભો જરા. હાથતાળી દઈ જશે અજવાશ પણ, એક ક્ષણની છાંવ છે, થોભો જરા. સૂર્ય ઓઢીને ફરે અંધાર એ, ઊજળો દેખાવ છે, થોભો જરા. જળ નથી, જળનું કપટ તો સ્પષ્ટ છે, ચીતરેલી વાવ છે,…

  • કોયલ-પ્રીતમ લખલાણી

    ૧. જો ડાળે કોયલ ટહુકતી ન હોત તો ફળિયે લહેરાતું વૃક્ષ મારા ડ્રોઈંગરૂમમાં ઝૂલતી ફ્રેમમાં ઊભું હોત ! ૨. શેરીમાં આજ ધોધમાર ટહુકે છે કોયલ ! ૩. એક ઢળતી સાંજે સ્વરકિન્નરીને મેં કહ્યું, ‘તમારા કંઠના કામણનું ઓજસ ચારે તરફ ફેલાયેલું છે !’ બારી તરફ આંગળી ચીંધી તે બોલી : ‘પેલી ડાળે મન મૂકીને ટહુકતી કોયલ…

  • Home