-
एक ही राह-इमरोज़
सामने कई राहें दिख रही थी मगर कोई राह ऐसी न थी जिसके साथ मेरा अपना आप चल सके सोचता कोई हो मंजिल जैसी राह… वह मिली तो जैसे एक ज्म्मीद मिली जिन्दगी की यह मिलन चल पडा हम अकसर मिलने लगे और मिलकर चलने लगे चुपचाप कुछ कहते, कुछ सुनते चलते-चलते कभी-कभी एक-दूसरे को…
-
રાતરાણી-પ્રીતમ લખલાણી
૧. ગુલાબના આગમનમાં રાતરાણી સવાર લગી ફળિયે જાગતી બેસી રહી. ૨. ફળિયું આખું સ્વપ્નની રજાઈ ઓઢી ઊંઘી જાય ત્યારે ચોરપગલે રાતરાણી શેરીમાં રઝળવા ચાલી નીકળે. ૩. ‘દિ’ આખો ગામમાં શું થયું ? આ સમાચાર ઘુવડ પૂછે રાતરાણીને. ૪. ઘસઘસાટ ઊંઘતા સૂર્યની ચાદર ખેંચતી રન્નાદે કહે, ‘હવે ઊઠો, ફળિયે રાતરાણી તમારા ઈંતેજારમાં બગાસાં ખાય છે ?’…
-
લોહીથી લથબથ-પરાજિત ડાભી
આંસુઓનો ભવ્ય જે ઈતિહાસ છે એને તમારે વાંચવો પડશે. અક્ષરો રુપે લખેલો શ્વાસ છે એને તમારે વાંચવો પડશે. સાવ સીધીને સરળ ભાષા વડે મારા હૃદયનાં તૂટવાનો એક, કારસો મેં વર્ણવેલો ખાસ છે એને તમારે વાંચવો પડશે. લોહીથી લથબથ થયેલા લાગણીનાં પ્રેત ભટકે પૃષ્ઠની વચ્ચે, હાંસિયો પણ લાશનો આભાસ છે એને તમારે વાંચવો પડશે. સૂર્ય નામે…
-
દરિયો-પ્રીતમ લખલાણી
૧. નદીઓને એકમેક સાથે ઝગડતી જોઈ, દરિયો પથ્થરપર માથું પછાડે છે ! ૨. ગુમ થઈ ગયેલી નદીના વિરહમાં દરિયો રેતીમાં શંખલાં વીણ્યા કરે. ‘કોઈક હોડી નદી મળ્યાના સુખદ સમાચાર લાવે!’ ૩. કાંઠે રમતાં બાળકો સાથે ઘર ઘર રમવા દરિયો હડી કાઢતો આવે. ( પ્રીતમ લખલાણી )
-
પર્વત-પ્રીતમ લખલાણી
૧. ટેલિફોન પર ધૂંઆપૂંઆ થતા દરિયાને પર્વતે કહ્યું : ‘જરા ધીરજ રાખ તને મળવા નદી ક્યારની અહીંથી નીકળી ગઈ છે !’ ૨. વાદળ કોઈ દિવસ નદીના સુખદ વાવડ લઈને આવશે ! એ આશાએ પર્વત આભ સામે આંખ સામે તાકીને બેસી રહે છે. ૩. પલાંઠી વાળીને બેઠેલ દેવતાઓને પર્વતે કહ્યું : ‘ક્યારેક હેઠા ઊતરીને જુઓ તો…
-
ફૂટપાથ-પ્રીતમ લખલાણી
૧. શિક્ષકે પૂછ્યું : વિશ્વના નકશામાં ભારત ક્યાં ? વિદ્યાર્થીએ આંગળી ચીંધી : બારીમાંથી દેખાતા ફૂટપાથ તરફ. ૨. ઈતિહાસમાંથી ખોવાઈ ગયેલ બુદ્ધ, મહાવીર અને ગાંધીનાં પગલાં કદાચ ફૂટપાથે સાચવી રાખ્યાં હશે ! ૩. ‘વહ સુબહ કભી તો આયેગી’નું સ્વપ્ન જોતા ફૂટપાથ પ્રતીક્ષામાં રાત આખી જાગે ! ૪. સમજાતું નથી કે ફૂટપાથ નવરો છે કે પછી…
-
બગાવત-પ્રણવ ગોળવેલકર
એ‘નેવર હેટ યોર એનિમીઝ, ઇટ અફેક્ટસ યોર જજમેન્ટ’ – ધ ગોડ ફાધર ક માણસની પત્નીને એના પિતરાઈ ભાઈએ જાહેરમાં નગ્ન કરવાનો પ્રયાસ કર્યો. એ માણસનું દિમાગ ભયાનક ક્રોધથી ફાટી ગયું. વર્ષો સુધી રોજ એ અપમાનનો ઘૂંટ પીતો રહ્યો અને જીવતો રહ્યો. ચૌદ વર્ષ બાદ એણે એ પિતરાઈને પકડ્યો અને બેરહેમીથી ફટકાર્યો. બેહદ ક્રૂરતાથી એની છાતી…
-
પથ્થર-પ્રીતમ લખલાણી
૧. હે પથ્થર, જો તને હૃદય ન હોત તો ! શું રામ ક્યારેય સીતાના હૃદય સુધી પહોંચી શક્યા હોત ખરા ! ૨. જે પથ્થરો ફૂલોનો બોજ ઉઠાવવા સમર્થ બને છે ! શું તે જ ઈશ્વર તરીકે પૂજાય છે ? ૩. પ્રત્યેક પથ્થરને ઈશ્વર થવું હોય છે ! પણ હથોડી ને ટાંકણું જોઈ માર્ગની કોરે બેસી…
-
સમય-અંકિત ત્રિવેદી
જિંદગી થોડાક પડછાયાઓ જેવી ઊગતી તડકાની વચ્ચે સાંજનો ભાર હળવો થાય એવી રાતમાં સ્વપ્ન આંજી દોડતા રાખે દિવસભર ઓનલાઈન વોટ્સઅપ હોઈએ ત્યાં જ પકડાઈ જવાતું કોઈના મેસેજથી… આવવો જોઈએ મેસેજ જેનો એને કરવો પડતો સામેથી હંમેશાં લાગણી ટચ સ્ક્રીન જેવી થઈ ગઈ છે ખૂલવાનું હોય ત્યારે ના ખૂલે ને ખૂલે તો ટેરવાને ન્યાલ કરતા સ્પર્શ…
-
અંદર ને અંદર-પન્ના નાયક
અંદર ને અંદર આનંદ મને એટલો કે બહાર એને કેમ કરી બતાવું ? આનંદ એ દરિયાની માછલી નથી કે જાળમાં ઝાલીને લઈ આવું. ડાળીને પહેલી વાર ખીલે છે ફૂલ એને ઝાડનો આનંદ કહેવાય કે નહીં ? મૂળિયાંને કોણ જાણે શુંનું શું થતું હશે આટલો આનંદ કદી જીરવાય કે નહીં ? પંખી જો હોય તો પીંજરામાં…
-
Home