Home

  • તો શું કરવું બોલ ?-સુધીર પટેલ

    અચાનક આભ માથે આવી બેસે તો શું કરવું બોલ ? અને આ જીવ પણ પાતાળ પેસે તો શું કરવું બોલ ? સમંદર હોય કે નાની નદી, એ પાર કરશું પણ, વહેતું પાણી જો બાઝે હલેસે તો શું કરવું બોલ ? બરાબર બંધ રાખીને દરો-દીવાર બેઠા’તા તિરાડેથી પવન પાગલ પ્રવેશે તો શું કરવું બોલ ? પરિચય…

  • રોજ રોજ જાત થોડી ખોલીએ ?-જિગર જોષી ‘પ્રેમ’

    રોજ રોજ જાત થોડી ખોલીએ ? છેલ્લેરા શ્વાસ સુધી પડઘાતું જાય સતત બોલીએ તો એવું કંઈ બોલીએ. રેસો ઉકેલિયોતો રેસાઓ જન્મ્યા ને જન્મ્યાં કંઈ ગાંઠ તણાં ગામ આમ ગામ સઘળાં’યે રેસાથી બાંધેલા-ઝીણવટિયું જાણે કોઈ કામ જાણતલ ભેરુ એક લાગ્યો છે હાથ કીધું આમ નહીં આમ કરી ખોલીએ… અંધારું થાય તયેં દીવો મૂંઝાય નહીં; દીવો તો…

  • તમે પણ-સુધીર પટેલ

    વાત બદલીને ફરી એ વાત લાવો છો, તમે પણ… માંડ કાપીએ દિવસ ત્યાં રાત લાવો છો, તમે પણ… હું સજું શણગાર તો બોલો સજું પણ કેવી રીતે ? જોઉં જ્યાં દર્પણ તો વચ્ચે જાત લાવો છો, તમે પણ… રંગ કોઈ એક ઘૂંટી રંગવા ખુદને મથું છું, ને ઉપરથી રંગ નૂતન સાત લાવો છો, તમે પણ……

  • તારે આમ જ લડી લેવાનું-રાધિકા પટેલ

    તારે આમ જ લડી લેવાનું; છાને-છૂપે ખૂણામાં જઈ એકલા એકલા રડી લેવાનું… તારે આમ જ લડી લેવાનું…! પૂછે કોઈ કેમ અલી આ આંખો કાં સૂઝેલી લાગે; સપનાંઓની લત પડી છે આંખો એટલે ઘેલી લાગે જરાક અમથું હસીને પાછું સરસ બહાનું ઘડી લેવાનું…! તારે આમ જ લડી લેવાનું…! દરવાજા તો દરવાજા આ બારી પણ પંચાત્યું કરશે;…

  • જીવી લીધું-સાહિલ

    હતી ડંખ દેતી ડગર-છતાં અમે હસતાં હસતાં જીવી લીધું અને લોહિયાળ સફર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું હતી વાત વસમી છતાં રહ્યા છીએ સત્યની તરફેણમાં ન થઈ કદાપિ કદર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું અમે ખાઈ ઠોકરો જાળવ્યો છે મલાજો એમના માનનો પડ્યા ઘાવ આઠે પ્રહર- છતાં અમે હસતાં હસતાં જીવી લીધું દીધી…

  • કાજલ ઓઝા વૈદ્ય સાથે એક મુલાકાત-દિવ્યા સોની “દિવ્યતા”

    જમીનની ધૂળ પવનના જોરે જેમ આસમાન ની સહેલ કરી આવે છે બસ કંઈક એવી જ રીતે નસીબના જોરે આ લખનારને એક-દોઢ કલાક શ્રી કાજલ ઓઝા વૈદ્ય સાથે વીતાવવાનો મળી ગયો. સાવ અચાનક. વાત કંઈ આમ બની, થોડા દિવસ પૂર્વે મેં ફેઈસબુક પર કાજલમેમની પોસ્ટ જોઈ કે “રવિવાર તા. ઓગષ્ટ ૯, ૨૦૧૫ના દિવસે સાંજે ૪ વાગ્યે…

  • બે લઘુ કાવ્યો-વિપાશા

    (1) જીદ છે તમને જોવાની(1) જીદ છે તમને જોવાની ચામડી ચીરી બહાર આવી. ચામડીમાં ગરી જઈશ પાછી (2) નસો વચ્ચે જકડાઈ જીવું છું એમને હું જોઉં છું, ગભરાયેલા થથરતા શું એ મને જુએ છે તોફાને ચડેલી નસો વચ્ચે ભરાયેલી શાંત મને ? (વિપાશા)

  • એલ્કેમીસ્ટ-પોલો કોએલો

    ૨૩ એપ્રિલ ‘વર્લ્ડ બુક ડે’. આ દિવસે એક એવા પુસ્તક વિશે જાણીએ જેનું દુનિયાની ૬૬ ભાષામાં રૂપાંતર થયું છે. ૧૦ કરોડ થી વધુ નકલ વેચાઈ છે અને ‘ધ ન્યુયોર્ક ટાઈમ્સ’માં સળંગ ૩૦૩ અઠવાડિયા સુધી બેસ્ટ સેલર બુક રહી છે. કોઈ જીવિત લેખકની બુકનું જો સૌથી વધુ ભાષાઓમાં રૂપાંતર થયું હોય તો તે શ્રેય આ પુસ્તકને…

  • અનારકલી – લલિત ત્રિવેદી

    અનારકલી સબૂર ! જાનેસલીમ ! ખૂબસૂરત, અનારકલી ! તું થૈ ગઈ છો નરી કેફિયર, અનારકલી ! બતાવ શું છે હવે અસલિયત, અનારકલી ! શું ધડકનો જ છે લાગી રૈયત, અનારકલી ! ઉદાસ તન્હા સલીમ પૂછે છે શરીરમાંથી- શરીર ક્યારે છે મિથ્યા…મમત, અનારકલી ! જો હુસ્ન કહેવાતો એ તાજ ઊતરી જાશે બતાવશે કે કેટલું છે સત,…

  • કે પછી – સોનલ પરીખ

    કે પછી થોડી અલપ ઝલપ વાતો થોડા સઘન સ્પર્શ થોડા તેજ શ્વાસ થોડું ખાવું પીવું -ને શો પૂરો દિલ ખોલવાનું વાતાવરણ બંધાતું હોય ત્યાં જ સંભળાય તારું ‘બાય’, ‘હું ફોન કરું છું’. ઊંડો શ્વાસ લઈ મન બારણા બંધ કરે લાગે છે, એક ખાસ વાતાવરણ બંધાય એટલે તું ચેતી જાય છે- ઊભો થઈ જાય છે પોતાને…

  • Home