-
બુદ્ધિપ્રેર્યો ખુશમિજાજ – એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ
ઈશ્વરના ઉમદા જગત વિશે ખડેપગે તૈયાર છીએ ફરિયાદ કરવા આપણે. ભૂખરાને કોરાકટ પેલા આકાશની ટોચ ને તેના તળનીય પેલે પાર આપણો આશાતંતુ લંબાતો ન હોત તો કરુણાસ્વરે કહી શકત : મુમુક્ષુ આતમની આસપાસ છે નિયતિના અવરોધોની પાસ; પણ મળે છે અવસર વ્યાપક ને વેળાસર; વેઠ્યા થોડા દિવસો, દુ:ખોના, ડંખોના શાને તે માટે બનવું લાચાર ?…
-
લઘુકાવ્યો – રાકેશ હાંસલિયા
(૧) જ્યારથી સરકારની નોટિસ આવી છે ત્યારથી, કંઈ સમજાતું નથી, ઘર કપાતમાં ગયું છે કે હૃદય ?? . (૨) ‘મા’ ને મગ્ન થઈ કપડાં ધોતી જોઉં છું ત્યારે મનની મલિનતાઓ પણ ધોવાઈ જાય છે !! . (૩) ધૂળમાં ચકલીને ન્હાતી જોઈને મારી આંખો થઈ ગઈ મેઘધનુષી !! . ( રાકેશ હાંસલિયા )
-
આવ તો ઉત્સવ બને – દિલીપ જોશી
પૃથ્વીનો બિસ્તર બને’ને આ ગગન પાલવ બને ! સાથ જો તારો મળે તો આયખું વૈભવ બને ! . એટલું તારા વિષે જાહેરમાં હું કહી શકું, તું નથી તો કૈં નથી, તું આવ તો ઉત્સવ બને ! . તું ઉપસ્થિત થા નહીં તો હું કરી લઉં અલવિદા, બેઉનું હોવું પરસ્પર સૃષ્ટિનો કલરવ બને ! . શબ્દથી…
-
બે કાવ્યો – પુષ્કરરાય જોષી
(૧) કાકોક્તિ . હવે કાગડો છેતરાતો નથી કોયલથી કે શિયાળથી તેણે શીખી લીધી છે ચતુરાઈ માણસની. હવે કાગડાએ કોં…. કોં…. કરવાનું કામ સોંપી દીધું છે કવિઓને. નેતાઓનાં ધોળાં બગલાં જેવાં ખાદીનાં વસ્ત્રો પાછળ કાળાં કલંકો જોઈને કાગડાને પોતાના રંગ પર ઊપજે છે ગર્વ. હવે કાગડો શહેરમાં રહેવા નથી માગતો શહેરની સભ્યતા સામે કકળાટ કરતો તે…
-
झातयात ! – खलीलुर रहेमान आझमी
झातयात ! . जो मुझ पे बीती है उस की तफसील मैं किसी से न कह सकुंगा जो दुख उठाये हैं जिन गुनाहों का बोझ सीने में ले के फिरता हुं उन को कहने का मुझ को यारा नहीं है मैं दूसरों की लिख्खी हूई किताबों में दासतां अपनी ढूंढता हुं जहां जहां सरगुझिस्त मेरी…
-
કૃષ્ણગીત – મેઘબિન્દુ
વર્ષો પછી રે કહાન જોયા ફરી આજ મારી આંખડી ઠરી ખોવાયેલ નથ મારા હાથમાં ધરી કહાન આજ મલક્યા જરી . એ જ એનું નટખટતું રૂપ ને એ જ એનાં મસ્તી તોફાન વાંસળીનાં સૂર એણે એવા છેડ્યા હું તો ભૂલી ગઈ રે ભાનસાન આમ તેમ દોડ્યા કરું હું તો બ્હાવરી વર્ષો પછી રે કહાન જોયા ફરી……
-
જીવી તો જવાનું – હરીશ પંડ્યા
ઉછીનાં શ્વાસને આધાર જીવી તો જવાનું છે, મળે આ પાર, સામો પાર જીવી તો જવાનું છે. . મળે છે ક્યાં કદી ચાહ્યું હતું એ જિંદગીમાં તો, પરોઢી સ્વપ્નને અણસાર જીવી તો જવાનું છે. . કરે છે કલ્પના એનાં વિશે પણ કોઈ ફાવ્યું છે ? ભલે ને હોય જે આકાર જીવી તો જવાનું છે. . વને…
-
જળજળ કરી હતી – શ્યામ ઠાકોર
એકાન્તની એકે’ક ક્ષણ ઝળહળ કરી હતી તારા વિશે મેં સેંકડો અટકળ કરી હતી. . ભીની હવાની લ્હેરખી આવી નહીં ફરી; દ્વારે પ્રતિક્ષા વાંઝણી પળપળ કરી હતી. . દરિયા તણી વ્યાકુળતા જોયા પછી તરત; આ માર્ગમાં થીજી નદી ખળખળ કરી હતી. . ઓઢી ઉદાસી ઉંબરે એ રાતભર રડી; કોણે ક્ષણોને આટલી વિહવળ કરી હતી. . આવ્યું…
-
આ માણસને શું કહેવું ? – દિનેશ ડોંગરે
કારણ વિના તડપે છે, આ માણસને શું કહેવું ? ચાતક જેવું તરસે છે, આ માણસને શું કહેવું ? . ઘરગૃહસ્થી, દુનિયાદારી સઘળું નેવે મૂકીને, અમથો અમથો ભટકે છે, આ માણસને શું કહેવું ? . હોઠોં પર છે પ્યાસ ગજબની, કંઠ હજી વ્યાકુળ તો પણ- વાદળ માફક વરસે છે, આ માણસને શું કહેવું ? . કોઈ…
-
મોર ક્યાં ગયો ? – પ્રીતમ લખલાણી
ગામ પાદર છોડી મોર ક્યાં ગયો ? થોર વાડ તોડી મોર ક્યાં ગયો ? . ટહુકામાં ડૂબવા આવી’તી દરિયેથી કાંઠે મૂકી હોડી મોર ક્યાં ગયો ? . ઝાંઝર તાલે અરમાની ઓઢણીના શમણાં આંખે ખોડી મોર ક્યાં ગયો ? . આભ ધરા વચ્ચે રૂપાળો રેશમી ગુંજતો નાતો જોડી મોર ક્યાં ગયો ? . ‘પ્રીતમ’ ઊછળતા લાગણીના…
-
Home