-
એવું કરો કે – એસ. એસ. રાહી
એવું કરો કે કોઈ પણ અવશેષ ના રહે કંઈ પણ ઉમેરો તો ય કશી શેષ ના રહે . મરહમને એવી રીતે લગાવો ઓ વૈદ્યજી જખ્મોનાં નામનો કોઈ પણ દેશ ના રહે . જ્યાં જાઉં ત્યાં મારી ભૂમિની ધૂળ પણ મળે ઈચ્છુ અલાયદો કોઈ પરિવેશ ના રહે . ભજવાય બધાં નાટકો મ્હોરા વગર હવે પહેરી શકાય…
-
ઉદ્ધવગીત – વીરુ પુરોહિત
ફળ એ મીઠાં હોય અતિ, જેને કરડોલે સૂડો ! વિણ માધવ જીવ્યો તેનો છે જનમ અતિશય કૂડો ! . કહાનાની આંખોમાં પ્રગટે રાત, ઉષા ને સંધ્યા; કેટકેટલા રંગોથી કહાનાએ અમને રંગ્યા ! અમે ઘણા બડભાગી ઉદ્ધવ ! માધવ અમને ભેટ્યા; ભલે વિયોગી થયાં, ભલેને અઢળક દુ:ખો વેઠ્યાં ! . પણ દેવોને દુર્લભ એવો રાસ રમાડ્યો…
-
અવકાશમાં – માલા કાપડિયા
રોજ સવારે મારી બારીમાંથી આવી જાય છે એક આકાશનો ટુકડો સોનેરી તડકો લઈ . તો વળી ક્યારેક એના આસમાની તરંગોમાં તરતાં વાદળોમાં હું ખોવાઈ જાઉં છું બની મત્સ્યકન્યા ! . આ રમત થોડા દિવસ ચાલતી રહી. . પછી મને થયું, મારી બારી થોડી મોટી હોય તો ? અને હું ખેસવતી ગઈ રોજ એક એક ઈંટ…
-
મા એટલે…(નવમી માસિક શ્રદ્ધાંજલિ)
. નિતાંત અને નિશ્ચલ -એ મા હોય છે. . જે કંઈ પૂછ્યા વિના, કંઈ કહ્યા વિના પામી જાય છે સર્વ અને છતાં જેનું ભાવવિશ્વ એવું જ ભીનું ને સુંવાળું રહે છે -એ મા હોય છે. . જગતના સર્વ ચહેરામાં એક ચહેરો એવો કરુણાભર્યો જેની સામે જોતાં માત્ર વ્હાલ અને સ્વીકારની અનુભૂતિ થાય – જે સ્વીકારે…
-
સપનાં હતા ને હું હતો – બેન્યાઝ ધ્રોલવી
પોપચાના શ્હેરમાં સપનાં હતા ને હું હતો, આંખમાં મધરાતના ટહુકા હતા ને હું હતો. . તારલાની માછલીઓ સૂર્ય કાળો ફોલતી, ને સવારે રક્તના દરિયા હતા ને હું હતો. . શબ્દના ગુલમ્હોર નીચે બે ઘડી બેસી ગયા, પ્રેમની ભાષા હતી, કિસ્સા હતા ને હું હતો. . ચીસ ભમરાની ઢળેલી પુષ્પરંગી ખીણમાં, ગૂંજતી એ મ્હેકના પડઘા હતા…
-
સારું થયું કે – અંજલિ કુલકર્ણી
-કપડાંની શોધ થઈ એ બહુ સારું થયું સંસ્કારનું એક આવરણ તો મળ્યું. નહીં તો આપણે પશુઓથી કેમ જુદાં કહેવાત ? . -કેટલું સારું થયું કે ભાષાનો જન્મ થયો શબ્દો આપણા સેવક બન્યા. નહીં તો સત્ય આપણે ક્યાં સંતાડ્યું હોત ? . -નાજુક, યુવાન ત્વચા આપણા શરીરને રક્ષી લે છે, એ પણ સારું છે નહીં તો…
-
તે રાત – ઈન્દિરા સંત
હોસ્પિટલની તે રાત… પેસેજના થાંભલાએ તાણી રાખેલો તે ભયાનક અંધકાર. બારણામાંથી આવનારાં ભયભીત પ્રકાશકિરણોમાં માંડ-માંડ ઊભું રહેલું તે ઝાડ. . અંદર ચાલેલી નર્સોની દોડધામ. ડોક્ટરોનો દબાયેલો જડ અવાજ. ઓજારોનો આવજ, બરફ તોડવાનો અવાજ. હલનારા પડછાયાઓનો અવાજ. અંદરથી આ બધું આવે છે. કાળજું અંદર મૂકીને બહાર કઠેડાને કાંઠે ઊભી છું. હું થઈ જાઉં છું એક સૂક્ષ્મ…
-
પ્રાર્થના – સુરેશ દલાલ
ચિક્કાર વરસાદ પડી ગયો છે. ખૂબ તાપ પછી ધરતી ભીની ભીની થઈ ગઈ છે. ધરતી વરસાદને પ્રતિભાવ આપી રહી છે પોતાની સુગંધથી. વિરહના સંતાપ પછી ભક્તને હરિનાં દર્શન થાય અને પછી જે શાંતિ-પ્રશાંતિ અનુભવાય એવું એક અવર્ણનીય આનંદમય વાતાવરણ છવાઈ ગયું છે. મિલનનાં આંસુની જેમ વૃક્ષનાં ડાળ-પાંદડેથી બુંદ પર બુંદ ટપકી રહ્યાં છે. હરખની લીલાશ…
-
प्रात-मुकुलित – हरिवंशराय बच्चन
ठीक है मैंने कभी देखा अँधेरा, किन्तु अब तो हो गया फिर से सबेरा, भाग्य-किरणों ने छुआ संसार मेरा; प्रात-मुकुलित फूल-सा है प्यार मेरा. . तप्त आँसू से कभी मुख म्लान होता, किन्तु अब तो शीत जल में स्नान होता, राग-रस-कण से घुला संसार मेरा, प्रात-मुकुलित फूल-सा है प्यार मेरा. . आह से मेरी कभी…
-
आज आओ – हरिवंशराय बच्चन
तापमय दिन में सदा जगती रही है, रात भी जिसके लिए तपती रही है, प्राण, उसकी पीर का अनुमान कर लो; आज आओ चाँदनी में स्नान कर लो. . चाँद से उन्माद टूटा पड रहा है, लो, खुशी का गीत फूटा पड रहा है, प्राण, तुम भी एक सुख की तान भर लो; आज आओ…
-
Home