Home

  • વ્યસ્ત છે – સુરેન્દ્ર કડિયા

    કોઈ લોલમલોલ તંબૂ તાણવામાં વ્યસ્ત છે કોઈ ફૂલોની હવેલી બાંધવામાં વ્યસ્ત છે  . તું ઝરૂખે સાંધ્ય-રંગો આંખમાં ભરતી રહી ને જગતનું લોક સૂરજ ઠારવામાં વ્યસ્ત છે  . ‘પ’ ઉપરથી પ્રેમનું ઝરણું ન સૂઝે કોઈને કોઈ ‘પર્વત’, કોઈ ‘પગલું’ ધારવામાં વ્યસ્ત છે  . દોસ્ત ! તારી આપવીતીનો સમય વીતી ગયો તાપણાની રાખ સૌ ઉરાડવામાં વ્યસ્ત છે…

  • કદી કદી – સુરેન્દ્ર કડિયા

    અઢળક ને અકારણ એ નડે છે કદી કદી અમને હવામાં કેફ ચડે છે કદી કદી . બે હાથ, હથોડી ને ટાંકણાથીયે વધુ મૂર્તિને ફક્ત આંખ ઘડે છે કદી કદી  . તમરાંઓ ત્રમ-ત્રમે ને આગિયા ઝમ્યા કરે સ્મરણોય દ્રશ્ય-શ્રાવ્ય જડે છે કદી કદી  . વરસાદ પલળવાને અધીરો બની રહે કવિતાઓ ધોધમાર પડે છે કદી કદી  .…

  • લાંબો આપણો – અનિલ ચાવડા

    દોસ્ત, લાંબો આપણો ટકશે ન સધિયારો; હું છું લીલું ઝાડ, તું છે એક કઠિયારો.  . જિંદગી અઘરી રમત છે, આ રમત અંદર; કોઈ હાથો થાય છે તો કોઈ હથિયારો.  . ભાગ માટેની લડતમાં ગૂંચવાયો છે, આંસુઓનો આપણો આ પ્લોટ સહિયારો.  . ‘તું નથી’ એ વાત ખુદને ખૂબ સમજાવી, માનવા તૈયાર ક્યાં છે જીવ દખિયારો.  .…

  • …જવાનો છું – સુરેન્દ્ર કડિયા

    જોઈ ચાલાકી-ભર્યા ચહેરા, ચકિત હું રહી જવાનો છું હું મને મારા વિનાની ભર-સભામાં લઈ જવાનો છું  . દઈ દઈને આટલું બસ દઈ શકું છું નામ-સરનામું હું પવન છું; આ દિશાથી આ દિશામાં વ’ઈ જવાનો છું  . તું કહે તો શબ્દનું પાતાળ પણ તોડી બતાવું, લે તું કહે તો મૌનનાં મન્વંતરો સૌ કહી જવાનો છું  .…

  • ચાંદરણાં (૧૫) – રતિલાલ ‘અનિલ’

    પ્રેમ ખાલી ખાતે કોરો ચેક આપીને બેલેન્સ વધારે છે.  . માણસ હાથી નથી એટલે તે માત્ર પ્રેમમાં જ ગાંડો થાય છે !  . પ્રેમની રફતાર માત્ર બે જ જણને ગિરફતાર કરે છે.  . પ્રેમી સિવાય કોઈ સાનમાં સમજતું નથી !  . પ્રેમ ભીના રૂમાલની ગડી વાળવાનું શિખવે છે !  . પ્રેમ અગિયારીનો આતશ હોય તો…

  • ચાંદરણા (૧૪) – રતિલાલ ‘અનિલ’

    પ્રેમ અરણ્યમાંથી પસાર થતો ઉપવને જાય છે.  . ભીરુ પ્રેમ બેઠા બેઠા પોતાની પાંખો ફફડવ્યા કરે છે.  . પવનનો સાથ મળે તો રાખ પોતામાંથી જ ઊભી થાય છે.  . પ્રેમને દીર્ઘાયુ થવા માટે વાત્સલ્ય પણ થવું પડે.  . પ્રેમનાં આંસુ સુકાયાં પછી પણ ભીનાં રહે છે.  . પંખીને પાંખ આવે તો એના પડછાયાને પણ પાંખ…

  • ચાંદરણા (૧૩) – રતિલાલ ‘અનિલ’

    પ્રેમ, દર્ભાસને બેસવા કરતાં પાથરેલા રૂમાલ પર બેસવાનું પસંદ કરે છે !  . એ પ્રેમ જ છે, જે બે ખેતરો વચ્ચેની વાડને તોડી પાડે છે !  . જે હાથ મેળવે છે તે સોનાની વીંટી પણ મેળવે છે !  . પ્રેમવિહોણું જીવન એ ઋતુઓ વગરના આકાશ જેવું છે.  . વિરહની દૂરતામાં કોઈ માઈલ સ્ટોન નથી હોતા.…

  • ચાંદરણા (૧૨) – રતિલાલ ‘અનિલ’

    પ્રેમ એ પોતીકી ગલી છે, નેશનલ હાઈવે નથી.  . પ્રેમમાં મગજ બંધ પડે છે અને હૃદય ચાલે છે.  . પ્રેમમાં પ્રોમિસરી નોટ, વટાવવા માટેના ચેક થઈ જાય છે.  . ‘રમણી’થી વિસ્તરીને ‘રમણીય’ થઈ જાય તે પ્રેમ !  . જે સ્વયં ઉગવો જોઈએ, જેને આરોપવો પડે તે પ્રેમ નથી !  . આકૃતિ સ્થિર હોય પણ પડછાયા…

  • ચાંદરણા (૧૧) – રતિલાલ ‘અનિલ’

    પ્રેમ અશિષ્ટ નથી, તેમ શિષ્ટાચાર પણ નથી !  . પ્રેમાળ રોષમાં હેતાળ તેજસ્વિતા હોય છે.  . પ્રેમ એ આરતી ઉતાર્યા વિના વહેંચાતો પ્રસાદ છે.  . પ્રેમમાં સબ ભૂમિ ગોપાલકી નહીં, અડધી ભૂમિ રાધાની !  . અજંપ પ્રેમ ગૂંગળાય છે, પણ પરપોટો નથી બનતો !  . પ્રેમ ઈન્દ્રધનુષ છે, પણ ઈન્દ્રધનુષ્ય જેવો અલ્પાયુ ન હોય !…

  • ચાંદરણા (૧૦) – રતિલાલ ‘અનિલ’

    કબ્રસ્તાનમાં આવેલા વૃક્ષ પર પ્રેમ જ માળો બાંધે છે.  . હૈયામાં પ્રેમ હોય તે આ જગત પાસે માત્ર માળાનું ઘાસ જ માંગે છે !  . પ્રેમ દિશા નથી, દિશાઓ વિહોણું આકાશ છે.  . પ્રેમ, પ્રયોજન વગરનું ઈજન પણ હોય !  . સૂર્યનો દિવસ પ્રકાશથી, માણસનો દિવસ પ્રેમથી ઊગે છે !  . ‘અંગત’ બાબતમાં પારંગત હોય…

  • Home