Home

  • ચાંદરણા (૯) – રતિલાલ ‘અનિલ’

    પ્રેમમાં પડેલો સૂર્યવંશી, ચંદ્રવંશી થઈ જાય છે !  . પ્રેમમાં ગણિત આવે છે ત્યારે પ્રેમી મહેતાજી થઈ જાય છે !  . શણગાર ઉતાર્યા વિના રાજારાણી પ્રેમ ન કરી શકે !  . રઘવાયો પ્રેમ લાગે, સંયમ યમ જેવો લાગે !  . પ્રેમ પૂજા કરવા માંડે ત્યારે તે કર્મકાંડી થઈ જાય છે.  . કોઈ જુદાં પડવા માટે…

  • ચાંદરણા (૮) – રતિલાલ ‘અનિલ’

    પ્રેમ એ જીવનભર પાળવાનો વહેમ પણ હોય !  . પ્રેમનો લય તો અભિસારિકાના પદરવમાં હોય છે !  . પોતામાં સંતાયેલો અજાણ્યો પુરુષ ઓચિંતો પ્રગટ થઈ જાય તે પહેલો પ્રેમ !  . પ્રેમનો સંકોચ ? ઊઘડેલું ફૂલ ફરી કળી થવાનો નિષ્ફળ પ્રયત્ન કરે તે !  . ઝરણું અને પ્રેમ, પોતે જ પોતાનો માર્ગ કરી લે છે.…

  • ચાંદરણા (૭) – રતિલાલ ‘અનિલ’

    ‘વિરહ’ એ ‘નિકટની દૂરતા’નું નામ છે !  . પ્રેમના ઈંડાનું કવચ અંદરની ચાંચથી ભેદાય, ફૂટે !  . પ્રેમની પ્રતિક્રિયા પણ પ્રેમ જ હોય છે !  . પ્રેમપત્ર પર થયેલી સહી અવાચ્ય હોય તો યે વંચાય છે.  . પાણી ઢોળાવે,પ્રેમ સમાન સપાટીએ સરે છે.  . પ્રેમનાં તંતુ, વીણાના તંતુ હશે ? એમાંયે સ્પર્શ, ‘ઝંકાર’ બની જાય…

  • ચાંદરણા (૬) – રતિલાલ ‘અનિલ’

    પ્રેમ કહે છે કે અવકાશની ટોચે શિખર હોય છે !  . પ્રેમ પ્રેઝન્ટ જ હોય છે, પણ આઈટેમ હોતો નથી.  . પ્રેમ એ અનુભૂતિ છે, કોઈ દૈવી અનુષ્ઠાન, ક્રિયાકાંડ નથી.  . પોતામાં ન હોવાની સ્થિતિ પ્રેમ માટે અવકાશ રચે છે.  . પ્રેમ એક અર્થ છે, તે અર્થ છાયાની શીતળતા પણ છે.  . પ્રેમ વમળને પાણી…

  • ચાંદરણા (૫) – રતિલાલ ‘અનિલ’

    પ્રેમ એ પ્રભાતનું નહીં, મધ્યાહ્નનું ઝાકળ હોય છે.  . પ્રેમમાં આકૃતિઓ ઓગળી જઈને અનુભૂતિ બની જાય છે.  . પ્રેમ એ ઉંઘમાં નહીં, યૌવનની જાગૃતિમાં આવેલું સ્વપ્ન છે.  . પ્રેમ એવો અદમ્ય ઉમળકો છે કે સાગર સરિતાને મળવા જાય છે !  . પ્રેમ એ આકાશના પ્રતિબિંબને આત્મસાત કરવા અરીસો બનતું શાંત સરોવર છે.  . વીજળીની ચપળ…

  • ચાંદરણા (૪) – રતિલાલ ‘અનિલ’

    સંબંધોમાં વસતું એકાંત ‘સંસ્કારી’ હોય છે.  . સ્મિત કરે છે તેને હાથ લંબાવવાની જરૂર પડતી નથી !  . સગપણ હોય એટલે વળગણ તો હોય જ !  . પારદર્શક હોય તેને પડછાયો હોતો નથી.  . માણસ રોજ રોજ ઊંઘે ત્યારે એકવાર આથમે છે.  . એકાંત, એક ચોરાયેલું નામ ઉકેલવા મથ્યા કરે.  . ગુસ્સો : મારી બહાર…

  • ચાંદરણા (૩) – રતિલાલ ‘અનિલ’

    ધીરજનાં બારણાં રાત્રે પણ ખૂલ્લાં રહે છે.  . બીજા વાવટા ફરકાવે એ માટે આપણે કાપડ વણવાનું છે.  . આશા કબરની માટીને કહે છે, બહાર સૂર્ય છે.  . કબર ખોદનારને પોતાના ભવિષ્યની જાણ હોવી જોઈએ.  . પ્રશ્ન એ નથી કે ઈશ્વર આળસુ છે, પ્રશ્ન એ છે કે સેતાન કામ કરે છે.  . પરપોટાની વોર્નિંગ છે, સમય…

  • ચાંદરણા (૨) – રતિલાલ ‘અનિલ’

    મારા કેટલાક અસ્વીકારે મારા હાથ ચોખ્ખા રાખ્યા છે.  . હાથમાં બીજાનો હાથ હોય ત્યારે તે પ્રેમી નહીં, તો જોશી હોય.  . સ્મૃતિ ભૂતકાળના દોરા પર ભવિષ્યનો પતંગ ચગાવે છે.  . સંપ્રદાયોથી ધર્મ થીંગડાવાળા પિતામ્બર જેવો લાગે છે.  . માણસ વસ્તુ જેવો હોય તો પછડાય છે, પણ પસ્તાતો નથી !  . પોતાની બહાર પોતાને શોધનારને બીજો…

  • ચાંદરણા (૧) – રતિલાલ ‘અનિલ’

    . બહારના અંધકાર માટે બારીની તિરાડ પ્રવેશદ્વાર બનતી નથી.  . સ્વપ્ન એ અંધકારના અરીસામાં પડતું પ્રતિબિંબ છે.  . કેટલાક પોતે થાકે છે, કેટલાકનું મૃત્યુ થાકે છે.  . કોરી સ્લેટને હથેળી પણ કહી શકાય.  . કોઈવાર બેડી જ બે હાથને નજીક લાવે છે.  . દીવાના પૂમડા અને અત્તરના પૂમડા વચ્ચે પસંદગી કરવાની છે.  . મૃત્યુની દિશા…

  • અલવિદા રતિલાલ ‘અનિલ’…

    . . વિખૂટા પડેલા બધા શે’ર મારા, હવે શેષ હું માત્ર મક્તો રહું છું. * કેવી અજબ સુવાસ છે, તારા ગયા પછી, જાણે તું આસપાસ છે, તારા ગયા પછી; સૂરજ તપે છે તે છતાં, જાણે વસંત છે, તારી હવામાં શ્વાસ છે, તારા ગયા પછી. * તપીને તાપમાં હું ઘેર આવ્યો તો વળી શાંતિ, હતું વ્યાકૂળ…

  • Home