-
સમયને સાચવી લેજો – તુરાબ ‘હમદમ’
સમયની છે બલિહારી સમયને સાચવી લેજો એ હળવો હોય કે ભારી સમયને સાચવી લેજો . ફક્ત બસ ચાલતા રહેવું એ મુદ્રાલેખ છે એનો, તમે પણ વાત સ્વીકારી સમયને સાચવી લેજો . સમય સાથે તમારે ચાલવું ને દોડવું પડશે કરીને પૂર્વ તૈયારી સમયને સાચવી લેજો . નહિ પાછો વળે જો એક વખત એ નીકળી જાશે સમય…
-
બુદ્ધના સ્મિત જેવો – સુરેશ દલાલ
બુદ્ધના સ્મિત જેવો ઊગ્યો છે દિવસ. બારી-બારણાં આપમેળે ખૂલી જાય છે. સૂર્યનાં અનાક્રમક કિરણો ચૂપચાપ પ્રવેશે છે શાંત-પ્રશાંત દિવસની અદબ જાળવીને. . બહાર બગીચામાં જોઉં છું તો મહાવીર, સોક્રેટીસ અને થોરો પણ મૌન ધારીને બેઠા છે રાબિયા, લલ્લેશ્વરી અને ગાંધીજી અને આઇન્સ્ટાઈન એકમેકના એકાન્તની ઇજ્જત કરે છે. . નરસિંહની કરતાલ અને મીરાંનાં ઘૂંઘરું અરસપરસ સંવાદ…
-
શ્વાસ તો – પુષ્પા ભટ્ટ
શ્વાસ તો લેવાય છે, પણ હવા કણેકણમાં છૂટી પડતી અનુભવાય છે અને સમજાય છે કે, હવા પરમાણુઓની બનેલી છે. . શ્વાસ તો લેવાય છે, પણ શતસહસ્ત્ર ઉત્કંપો લહલહાય છે અને સમજાય છે કે, રોમ શિરીષ ફૂલના રેસાના બનેલા છે. . શ્વાસ તો લેવાય છે, પણ શ્વાસ સાથે પલકોનું તારામૈત્રક રચાય છે અને સમજાય છે કે…
-
એક દિવસ – સુરેશ દલાલ
એક દિવસ એવો ઊગશે કે જ્યારે હું ભૂલી ગયો હોઈશ : મારું નામ, સરનામું અને મારાતમારા સૌના ટેલિફોન નંબર. . એક દિવસ એવો ઊગશે કે તમારી આંખ સામે મારો ચ્હેરો તરવરશે તમારી સ્મૃતિમાં રમતા હશે મારા અવાજના પડઘાના પડછાયાઓ. . એક દિવસ એવો ઊગશે કે જ્યારે હું સવારનું અજવાળું થઈને તમારા ખંડમાં પ્રવેશીશ અને સાંજને…
-
ડાયરી – સંજય છેલ
. રોજ સાંજ પડે ડૂમો ચઢે ગળામાં, ને દિવસ આખો જેમ તેમ વીતી જાય સઘળામાં… . પોસ્ટર પર નામ શોધતી આંખો, આયનાથી આંખ મેળવતા ડરે છે. સેન્સ ઓફ હ્યુમરની ગાય ઠેરઠેર ફરે છે, જે મળે તે ચરે છે… . રોજ સાંજ પડે ડૂમો ચઢે ગળામાં, ને દિવસ આખો જેમતેમ વીતી જાય સઘળામાં… . મરેલા બાળકની…
-
શું કરશો ? – પ્રીતમ લખલાણી
બંધ બારી બારણા ઉઘાડી શું કરશો ? ઘર વિનાની દીવાલ દેખાડી શું કરશો ? . પંખી પાંખો સંકેલી માળે પાછાં ફર્યા ! ઢળતી સાંજે પતંગ ઉડાડી શું કરશો ? . ઇંટ ચૂનો ને પથ્થરનું છે દોસ્ત આ નગર લાગણીના લીલા છોડ ઉગાડી શું કરશો ? . બસ રમવા કૂદવાની છે ઉંમર બાળકની, એને હથેળીમાં ચાંદ…
-
તારા હાથની – નલિની બ્રહ્મભટ્ટ
તારા હાથની ઉષ્મા સૂર્યપ્રકાશમાં છે- હું સૂર્યપ્રકાશમાં નહાઉ છું . તારી રોમાવલીનો કંપ ઘાસમાં છે- હું ઘાસમાં આળોટું છું . તારા સ્મિતનું માર્દવ પારિજાતમાં- હું પારિજાતને ચૂસું છું . તારા શ્વાસની હળવાશ પવનમાં છે- હું પવનમાં ફરફરું છું . પશ્ચિમનો સૂર્ય ઊગાડે છે સ્મૃતિ હું સૂર્યને કીકીમાં સમાવી લઉં છું. . ( નલિની બ્રહ્મભટ્ટ )
-
શીખ, હૃદય – સોનલ પરીખ
રાતની છાતી પર ઊગ્યાં છે સ્વપ્નોનાં કાળાં ગુલાબ . પવનમાં તેની સુગંધની મીઠી ઘૂઘરી વાગે છે . આકાશમાં તારાઓની આંખ ટમટમતું સૂએ છે, જાગે છે . પાંખડીઓ જેવી વાદળીઓ હલમલે છે આછું અંધકારના સમુદ્ર પર . આ બધાને કોઈ સ્મૃતિ કે સ્વપ્ન સાથે સાંકળવાની જરૂર નથી. એ પોતાનામાં પરિપૂર્ણ છે . હે હૃદય, આ શીખ…
-
લઘુ કાવ્યો – કરસનદાસ લુહાર
(૧) ને પ્રસુતા વિશ્વ આખું થરથર્યું, હાથમાં પિસ્તોલ સાથે એક બાળક અવતર્યું ! . (૨) બરાબર તરતાં આવડે પછી જ માણસને ડૂબી મરવાના વિચારો આવે છે . (૩) મને અડધી રાત્રે તડકાની તરસ લાગે છે, અને બપોરે મારામાં અંધકારની ભૂખ જગે છે. શું કરું ? . (૪) ચાલી જતી અમાસની ઝળહળતી પીઠ હું જોતો રહ્યો…
-
હું રહું છું – આહમદ મકરાણી
હું રહું છું હરઘડી મહેમાન થૈને, ને પછી ચાલ્યો જઈશ આસાન થૈને. . જિંદગી જીવી ગયા એ તો ખરું, પણ કેટલું જીવ્યા ખરા ઈન્સાન થૈને ? . કેટલી છે બેરૂખી આ જિંદગીમાં ! કોઈ તો આવો ગઝલ યા ગાન થૈને. . અવસરો છે એક-બે છુટ્ટી ગઝલ શા, અવસરો ગ્રંથિત મળે દીવાન થૈને. . ભીની ઝરમર…
-
Home