Home

  • શું કરશો ? – પ્રીતમ લખલાણી

    બંધ બારી બારણા ઉઘાડી શું કરશો ? ઘર વિનાની દીવાલ દેખાડી શું કરશો ?  . પંખી પાંખો સંકેલી માળે પાછાં ફર્યા ! ઢળતી સાંજે પતંગ ઉડાડી શું કરશો ? . ઇંટ ચૂનો ને પથ્થરનું છે દોસ્ત આ નગર લાગણીના લીલા છોડ ઉગાડી શું કરશો ?  . બસ રમવા કૂદવાની છે ઉંમર બાળકની, એને હથેળીમાં ચાંદ…

  • તારા હાથની – નલિની બ્રહ્મભટ્ટ

    તારા હાથની ઉષ્મા સૂર્યપ્રકાશમાં છે- હું સૂર્યપ્રકાશમાં નહાઉ છું  . તારી રોમાવલીનો કંપ ઘાસમાં છે- હું ઘાસમાં આળોટું છું  . તારા સ્મિતનું માર્દવ પારિજાતમાં- હું પારિજાતને ચૂસું છું  . તારા શ્વાસની હળવાશ પવનમાં છે- હું પવનમાં ફરફરું છું  . પશ્ચિમનો સૂર્ય ઊગાડે છે સ્મૃતિ હું સૂર્યને કીકીમાં સમાવી લઉં છું.  . ( નલિની બ્રહ્મભટ્ટ )

  • શીખ, હૃદય – સોનલ પરીખ

    રાતની છાતી પર ઊગ્યાં છે સ્વપ્નોનાં કાળાં ગુલાબ  . પવનમાં તેની સુગંધની મીઠી ઘૂઘરી વાગે છે  . આકાશમાં તારાઓની આંખ ટમટમતું સૂએ છે, જાગે છે  . પાંખડીઓ જેવી વાદળીઓ હલમલે છે આછું અંધકારના સમુદ્ર પર  . આ બધાને કોઈ સ્મૃતિ કે સ્વપ્ન સાથે સાંકળવાની જરૂર નથી. એ પોતાનામાં પરિપૂર્ણ છે  . હે હૃદય, આ શીખ…

  • લઘુ કાવ્યો – કરસનદાસ લુહાર

    (૧) ને પ્રસુતા વિશ્વ આખું થરથર્યું, હાથમાં પિસ્તોલ સાથે એક બાળક અવતર્યું !  . (૨) બરાબર તરતાં આવડે પછી જ માણસને ડૂબી મરવાના વિચારો આવે છે . (૩) મને અડધી રાત્રે તડકાની તરસ લાગે છે, અને બપોરે મારામાં અંધકારની ભૂખ જગે છે. શું કરું ?  . (૪) ચાલી જતી અમાસની ઝળહળતી પીઠ હું જોતો રહ્યો…

  • હું રહું છું – આહમદ મકરાણી

    હું રહું છું હરઘડી મહેમાન થૈને, ને પછી ચાલ્યો જઈશ આસાન થૈને.  . જિંદગી જીવી ગયા એ તો ખરું, પણ કેટલું જીવ્યા ખરા ઈન્સાન થૈને ?  . કેટલી છે બેરૂખી આ જિંદગીમાં ! કોઈ તો આવો ગઝલ યા ગાન થૈને.  . અવસરો છે એક-બે છુટ્ટી ગઝલ શા, અવસરો ગ્રંથિત મળે દીવાન થૈને.  . ભીની ઝરમર…

  • પથ્થરોની ટેવ છે – આબિદ ભટ્ટ

    પથ્થરોની ટેવ છે  વાગ્યા કરે, મન ઉપર લેવું નહીં ચાલ્યા કરે.  . હોય છે પરિવાર મોટો એમનો, વૃક્ષ જે પણ ચોતરફ ફાલ્યા કરે.  . જિંદગી મારી ગણી ખેતર અને, આ સમય ત્યાં દર્દને વાવ્યા કરે !  . ચાંદની જોવાનો મનસૂબો લઈ, આંધળો સૂરજ સતત જાગ્યા કરે !  . ઘર, કબરને વેંતનું છેટું નથી, તોય માણસ…

  • અટકાવ તું – કુલદીપ કારિયા

    અટકાવ તું ભલે ને, તો પણ ધરાર થાશે આંખોની જેલ તોડી આંસુ ફરાર થાશે  . અહીંયા તો દિવસે પણ અંધારપટ છવાયું કોઈ કહો, ખરેખર ક્યારે સવાર થાશે ?  . સમજવ એમને તું, છેટા રહે નહીંતર તારા વિચાર મારા હાથેથી ઠાર થાશે  . વૃક્ષોની જેમ એજેવન જીવવાનું છે, અડીખમ વરસાદ, ટાઢ, તડકો સઘળું પસાર થાશે  .…

  • ખોઈ બેઠા છે – મનસુખ નારિયા

    સંબંધોના મુલાયમ શ્વાસને સૌ ખોઈ બેઠા છે, પરસ્પરમાં હવે વિશ્વાસને સૌ ખોઈ બેઠા છે.  . નગરનું પીંજરું ફાવી ગયું છે સર્વ લોકોને- સ્વયંની આંખથી આકાશને સૌ ખોઈ બેઠા છે.  . બધા અંધારનો વિસ્તાર કરવામાં જ મશગૂલ છે, નગરના ચોકમાં અજવાસને સૌ ખોઈ બેઠા છે.  . અહીં ખુદનો જ પડછાયો, નથી હું ઓળખી શકતો- સમયની ભીડમાં…

  • મંદી છે – હરદ્વાર ગોસ્વામી

    ગણી ગણીને શ્વાસો લેજો, મંદી છે, સપનાંને સમજાવી દેજો, મંદી છે.  . ટોકન સંબંધોનું આપી રાખો પણ, કદી ન કરજો દસ્તાવેજો, મંદી છે.  . મોટર, કૂલર, ફ્લેટ, ફ્રિજ ને મોજમજા, છાનાંમાનાં બેસી રહેજો, મંદી છે.  . દૂર દૂર છે દરિયા ને રણ રસ્તામાં, પર્વત પર્વતમાં જ વહેજો, મંદી છે.  . એક ખજાનો ભર્યો-ભાદર્યો ભીતરમાં, કોઈને…

  • હે જી એમ કરી બોલિયાં – હરીશ મીનાશ્રુ

    હે જી એમ કરી બોલિયાં રે ગંગા સતી પળનાં પરમાણ તારી પરછાંઈ, પાનબાઈ, તું ન કશું કરતી કે કારવતી  . ઓરતાને ઓગાળી નાખ, તારી ભાષામાં મતલબ એનો જ પછી આરતી વાણી તો વસ્તર છે, – એને વિદાર થશે આપોઆપ ઝળહળતી જાત છતી  . હરિને તે દેશ સદા ફરફરવું : ક્યાંય નથી વાયરા ને ફોરમની ફારગતી…

  • Home