-
અલખ છે અગોચર – સુધીર પટેલ
અલખ છે અગોચર, તો આ હાજરી કોની છે ? નથી કૈં, કશું ના, સભા તો ભરી કોની છે ? . પદારથ સકલ એનામાં સ્થિર છે તો પછી, બજે વાંસળી ત્યાં નજર બહાવરી કોની છે ? . નથી દ્વૈત કોઈ, ન જુદાપણું તો પછી, વિરહ કોનો છે ? આંખ પણ ઝરમરી કોની છે ? . સમયની…
-
ખૂણા – આકાશ નાયક
આજે ખૂણા યાદ આવ્યા, કેસરી, લીલાં, ભૂરાં કિરણો વચ્ચે રચાતા દેખા, અણદેખા કરી આગળ વધતા, સ્મૃતિપટ પર વિહરતા કાળમીંઢ પથ્થર જેવા . એ તરફ પહોંચી જોઉં તો- ખૂણા મૃગજળ થયા દ્રષ્ટિ એની લગોલગ છતાં દૂર . આજે તો આંખથી જ સ્પર્શ કરું- ભય હંમેશાં રોકે ખબર નહીં ખૂણા શું દેખાડે ? સ્મૃતિ વીખરાઈ જશે તો…
-
આગમન – છાયા ત્રિવેદી
તું આવે છે હવાની લ્હેરખી બનીને જાણે સ્થગિત થયેલાને ગતિ આપવા . દરવાજો આપોઆપ ખૂલીને તને આવકારે છે ખુરશીના બેય હાથા, તને આલિંગવા લંબાય છે ! . ટેબલ તેના પાયા પર ઊંચું થઈ તને ચૂમવા આવે છે ! તેના પર ઢગલો થયેલા કાગળ ઊડાઊડ કરવા માંડે છે, તને મળવા . જમીન પર પડેલી તારાં પગલાંની…
-
મારું એકાંત – પન્ના નાયક
. મને ગમે છે મારું એકાંત. . ઘોંઘાટ શમી ગયો હોય છે, ચિત્ત શાંત થયું હોય છે, પછી મારી મારે માટેની શોધ આરંભાતી હોય છે, . અને કાવ્યની પ્રથમ પંક્તિ રૂમઝૂમ કરતી આવતી હોય છે મારી પાસે, . અને હરજી હળવે હળવે મૂકતા હોય છે હાથ મારે ખભે… . ( પન્ના નાયક )
-
બહિષ્કાર – પન્ના નાયક
એની કવિતાએ સ્ત્રીઓને બહેકાવી છે. . એની કવિતાએ સ્ત્રીઓને પોતાની સુષુપ્ત સંવેદનાને ઢંઢોળવાનું કહ્યું છે . એની કવિતાએ સ્ત્રીઓને પગમાં પહેર્યાં છે એ ઝાંઝર નહીં પણ સદીઓથી પહેરાવેલી બેડીઓ છે એમ મનાવી એ બેડીઓને ફગાવી દેવા કહ્યું છે . એની કવિતાએ સ્ત્રીઓને પતિના અવસાન પછી મુરઝાયેલા ફૂલ જેમ બાકીની જિંદગી જીવવાના આપણા રિવાજને તિરસ્કૃત કરવા…
-
ચામાચીડિયું – ધીરેન્દ્ર મહેતા
રોજ રાતે ભૂલું પડેલું ચામાચીડિયું મારા ઘરમાં પેસે; ઊંધે માથે લટકવા ગોતે જગા ને આમતેમ ભટકે અહીંતહીં ભટકાય… ઊંધમૂંધ પડ્યો હું જોયા કરું, ઊંધે માથે લટકવા કેટલો પુરુષાર્થ ! . ( ધીરેન્દ્ર મહેતા )
-
સાહિત્ય એમનો શોખ ને રસોઈ એમનો સ્વભાવ – ભદ્રાયુ વચ્છરાજાની
. બાળપણની બે સખીઓ ૨૦૦૯માં મળી ફરી. અરુણા પારેખ આવ્યા મુંબઈથી. અરુણા જાડેજા તો હતાં જ નવસારી. શા માટે મળ્યાં, ખબર છે ? પોતાનાં બહેનપણાંનાં પચાસ વર્ષ પૂરાં થયાં તે ઉજવવા ! રિક્ષા કરીને સવારથી સાંજ સુધી નાનપણની ખાસ ખાસ જગ્યાએ ગયાં. આખા નવસારીની પ્રદક્ષિણા કરી. બાળપણનું ગોઠિયાપણું મનભરીને વાગોળ્યું અને જીવનનો પરમ સંતોષ ગાંઠે…
-
…હું ને કલમ બેઠા – લલિત ત્રિવેદી
તપસ્વી તૃણ ઉપર બેઠા હો એમ હું ને કલમ બેઠા સરસતી ! એક પગલું પાડવા હું ને જનમ બેઠા ? . રૂઝવવા’તા અમુક આઘાત ઉજવવા’તા અમુક જજબાત રૂડા બે-ત્રણ સ્મરણની જુઈમાં હું ને જખમ બેઠા ? . કમળની પાંદડી છે કે તિલસ્માતી કોઈ સંધ્યા ? સરોવર-શા મૃદુલ એકાંતમાં હું ને સ્વયમ બેઠા ! . ન…
-
ઉદ્ધવગીત – વીરુ પુરોહિત
કદી કદી હું સ્વગત અચિંતા મને પૂછી બેસું છું; રઝળે છે જે ભગ્ન માટ; કૈંક બીજું કે હું છું ?! . ઘેલા કેવા હતા ? વિચારી, આજે આવે હસવું; ધૂન હતી, જ્યાં હાથ પહોંચે, શ્યામ નામ બસ લખવું ! મોરપિચ્છનાં વસન વીંટાળી, જઈ મધુવનમાં ઝૂમ્યાં; ચંદ્રપ્રકાશે ભાળી, કહાનાનાં પદચિહ્નો ચૂમ્યાં ! થતું હતું ત્યારે, ઉદ્ધવજી…
-
વરસે તો – ધ્રુવ ભટ્ટ
તું જ કહે કે તારા વિના બીજું અમને કોણ કહી સમજાવે કે આ વાદળ વાદળ વરસે તો વાટ વાતમાં ભીંજવતી આ ફરફર પાછી સાતે યુગમાં યાદ કરીને પાછળ પાછળ ફરશે તો . નાનકડી આ વાત અવરને માનો કે સૂઝી ગઈ તોયે અંદર પેસી સમજે એને કેમ કરીને સમજે તો પણ એ લોકો તો ભરી સભામાં…
-
Home