Home

  • મા એટલે…( સાતમી માસિક શ્રદ્ધાંજલિ)

    . मां संवेदना है, भावना है, अह्सास है मां जीवन के फुलों में खुशबु का वास है। मां रोते हुए बच्चे का खुशनुमा पलना है मां मरुस्थल मे नदी या मीठा – सा झरना है। मां लोरी है, गीत है, प्यारी-सी थाप है मां पुजा की थाली है, मन्त्रो का जाप है। मां आंखो का सिसकता हुआ किनारा है, मां गालों पर पप्पी है, ममता की धारा है। मां झुलसते दिलो मे कोयल की बोली है, मां…

  • હજી – ચિનુ મોદી

    હતી એ હામનું ન્હાઈને હજી હમણાં જ આવ્યો છું, રખડતા ગમનું ન્હાઈને હજી હમણાં જ આવ્યો છું.  . મને તું પ્હાડ ગણ તો ગણ, જરી વાંધો નથી વ્હાલા ! નદીના નામનું ન્હાઈને હજી હમણાં જ આવ્યો છું.  . ગલીમાં પેસતાં પ્હેલું જ આવે ઘર પુરાણું, પણ વતનના ગામનું ન્હાઈને હજી હમણાં જ આવ્યો છું.  .…

  • ભીંત – કમલ વોરા

    (૧) આ ભીંતને અહીં સ્પર્શો અહીંથી ડાબી બાજુ તરફ બે હાથ આગળ વધો પછી ત્રણ વેંત નીચે ઊતરો ત્યાં તમને એક સોંસરું છિદ્ર મળશે એ છિદ્રમાંથી ભૂરું આકાશ જોઈ શકાશે.  . (૨) દૂરની ક્ષિતિજે આથમી જતા સૂર્યને ભીંત ઊંચી થઈ થઈને જુએ છે.  . (૩) ક્યારેક આ ભીંત કાગળની માફક ધ્રુજે છે.  . (૪) માછલીઓની…

  • આકાશની વાત – હિમાંશુ વોરા

    . મેં આકાશની વાત કદી કરી નથી આકાશને મેં દીઠું છે કટકે કટકે સ્ટેશનો વચ્ચે દોડતું સાગરની હાજરીનો ભૂખરો ઈશારો કરતું ક્ષિતિજ પર ઢળતું ખાટલા પાસેની બારીમાંથી તડકા વડે હાજરી પુરાવતું દીઠું મેં આકાશને પણ એની વાત મેં કરી નથી પૃથ્વી પર પથરાયેલા આકાશ અંગે હું ચૂપ રહ્યો છું કારણ મેં જોયેલો આકાશનો દરેક ટુકડો…

  • ખાબોચિયું – મૂકેશ વૈદ્ય

    . (૧) એક ખાબોચિયામાં મધ્યાહ્નને માતેલી ભેંસની જેમ જડ થઈ પડી રહેલા સૂર્યને સાંજ સુધીમાં તો માછલાં ફોલી ફોલીને ખાઈ ગયાં.  . (૨) બારીની જેમ જડાઈ ગયાં છે ખાબોચિયાં. વૃક્ષો એમાં ડોકાઈ ડોકાઈને જુએ છે કદાચ તેઓ ક્યાં પહોંચ્યાં એનો તાગ કાઢતાં હશે. વચ્ચે અફાટ અવકાશ.  . (૩) પીઠ પર દફતર ઝુલાવતા નિશાળિયાઓએ મોટા દેખાતા…

  • પરિસ્થિતિની લક્ષ્મણરેખા – મણિલાલ પટેલ

    પરિસ્થિતિની લક્ષ્મણરેખા ઓળંગવા મેં ઉપાડેલો મારો પગ સત્તાવીસ વર્ષોથી અટકી ગયો છે એમ જ…. ક્યાં છે શબ્દોની પંચવટી? શબ્દો વિનાનો હું સળગ્યા કરું છું-રૂ જેવું ! શબ્દ જ મારો રામ હશે ? કે શબ્દ જ હશે માયાવી મૃગ ? શ્લોકત્વ પામવા ઝંખતી મારી વેદનાઓ વંધ્ય થઈ જાય એ પહેલાં જ હે નિષાદ ! વીંધી નાખ…

  • વ્યર્થ બોજ – સુચિતા કપુર

    સફરની શરૂઆતથી જ ધીમે-ધીમે જરૂરી લાગતી ચીજો, જરૂરી ભાવનાઓ ઊંચકતા જવાની, ભરતા જવાની, ટેવ પડતી ગઈ. સફરમાં આગળ કામ આવશે, એમ માની હું ચીજો ભરતી ગઈ. ભાવો મનમાં સંઘરતી ગઈ, હળવા રહેવાને બદલે, વધારે ને વધારે ભાર હું ભરતી ગઈ. સંબંધો ભાવનાઓને હૃદય-મનમાં ઠાંસતી ગઈ. સફર તો અવિરત ચાલતી રહી, પણ, હળવાશથી કાપવાની સફર, સતત…

  • અંધારાએ – પરાજિત ડાભી

    અંધારાએ રાત સમેટી સપનાં સૂતાં વાત સમેટી  . આંખો ખોલી ઝરણું જાગે કાંઠા ઊંઘે જાત સમેટી  . રસ્તો અર્ધી રાતે જાગી બેઠો છે આઘાત સમેટી  . પ્હેલાં પ્હેલાં અજવાળાનાં કિરણો ઊગ્યાં ઘાત સમેટી  . ફૂલોએ ખોલી પાંદડીઓ પતંગિયાએ ભાત સમેટી  . ઝાકળ ટપકી ફૂલો પરથી રંગોની ઓકાત સમેટી  . સાંજ ઢળી ગઈ ધીમે ધીમે સૂરજની…

  • જો જો હોં કે – મધુમતી મહેતા

    ઠગ જેવાં અરમાન મળે ના જો જો હોં કે અધવચાળે ક્યાંક લૂંટે ના જો જો હોં કે  . વીજળીને અમથી ગુસ્સામાં જોઈ પેલી વાદળીઓ માસૂમ રડે ના જો જો હોં કે  . બાળક ઝરણાં મોટી નદિયું થાતાં પહેલાં રણને રસ્તે ક્યાંક ચડે ના જો જો હોં કે  . પૂર્યા ભૈરવ ગાવામાં કે સાંભળવામાં અંદરનો સૂર…

  • कोई तो कमी होती – दीपक भास्कर जोशी

    कोई तो कमी होती गर तुम न साथ होती ! फूल मुरझाते आँखों में बरसात होती कोई तो कमी होती…. चांदनी रातों में चांद भी यूँ न खो गया होता भीगी पलकों का काजल भी यूँ न घुला-घुला होता कोई तो कमी होती…. रिमझिम बादल भी यूँ न कभी बरसा होता तितलियों के पंखों पर…

  • Home