“લે તને કાગળ લખું વરસાદમાં
એ વિના શું ચીતરું વરસાદમાં
આપણું મળવું હવે મુશ્કેલ છે
શહેર જાણે કે તર્યું વરસાદમાં
ફોન ગાડી ને બધું યે બંધ છે
હું નહીં આવી શકું વરસાદમાં
રાહ જોતી આંખમાં વાદળ થશે
બેવડી પલળીશ તું વરસાદમાં
તું ન હો ને હોય જો વરસાદ તો
એમ લાગે રણ મળ્યું વરસાદમાં
હોઈએ સાથે અને વરસાદ હો
રણ બને તોરણ લીલું વરસાદમાં
પત્રને બદલે તને હું મન બીડું
ખુદ બન્યો પરબીડિયું વરસાદમાં
મન મૂકીને મન મને છોડી ગયું
એ તને ક્યાંથી જડ્યું વરસાદમાં
હું અહીં છું ને હવે તારી કને પણ
બેવડું આ જીવવું વરસાદમાં
મન વગર હું બેવડો એકાંતવશ
જીવવું મરવું થયું વરસાદમાં
તું ય તારું મન મને મોકલ હવે
ક્યાં સુધી ઝુયૉ કરું વરસાદમાં
એટલો પલળી ગયો છું યાદથી
ના પલળવાનું રહ્યું વરસાદમાં”
( રવિન્દ્ર પારેખ )
સુંદર શબ્દોથી રચાયેલી ભીની ભીની કૃતિનો પરિચય. સરસ કૃતિ.
ગુજરાતી નેટ જગત પર સ્વાગત અને શુભેચ્છાઓ! …. હરીશ દવે અમદાવાદ
LikeLike
સુંદર શબ્દોથી રચાયેલી ભીની ભીની કૃતિનો પરિચય. સરસ કૃતિ.
ગુજરાતી નેટ જગત પર સ્વાગત અને શુભેચ્છાઓ! …. હરીશ દવે અમદાવાદ
LikeLike
સુંદર ગઝલ!
LikeLike
સુંદર ગઝલ!
LikeLike
પહેલીજ પોસ્ટથી છવાઇ ગયા
બહુજ સરસ મોસમને અનુરુપ રચના
LikeLike
પહેલીજ પોસ્ટથી છવાઇ ગયા
બહુજ સરસ મોસમને અનુરુપ રચના
LikeLike