નવરાવે ને…-જયંત પાઠક

નવરાવે ને ધોવરાવે

પહેરાવે ને પોઢાડે

આંખો આંજી આપે

તે તો કોઈ બીજું ય હોય-

પણ

કાન આગળ મેશનું ઝીણું ટપકું કરે

તે તો મા જ!

 

( જયંત પાઠક )

 

2 thoughts on “નવરાવે ને…-જયંત પાઠક

Leave a reply to jayeshupadhyaya Cancel reply