દુનિયા જેને સુખ કહે…-અનિલ જોશી

મારે દુનિયા જેને સુખ કહે છે

એ સુખ ધોળે ધરમેય જોઈતું નથી.

મને ખબર છે કે રતિક્રીડા

એ ચામડીનું સુખ છે.

સૌન્દર્ય એ આંખનું સુખ છે.

સ્વાદ એ જીભનું સુખ છે.

પ્રશંસા એ કાનનું સુખ છે.

વાહન એ પગનું સુખ છે.

સત્તા એ અહંકારનું સુખ છે.

અને સુગંધ એ નાકનું સુખ છે.

એ બધાં સુખોના ટોળામાં

હું મારું સુખ ગોતવા જાઉં છું

એ બધાં રમકડાં જેવાં સુખો જોઈને

હું ભોળવાઈ જાઉં એટલો

હવે શિશુ રહ્યો નથી.

( અનિલ જોશી )

6 thoughts on “દુનિયા જેને સુખ કહે…-અનિલ જોશી

Leave a reply to Harsukh Thanki Cancel reply