મિત્રને યાદ કરવો એટલે

મિત્રને યાદ કરવો-

એટલે ઘટ્ટ અંધકારમાં ખુલ્લું-ખુલ્લું રડી દેવું

અને પછી ઓચિંતું હસી પડવું.

તું સંવેદી શકે કે હું તને યાદ કરી રહી છું?

ગાઢા શિયાળામાં તેં દીધેલી સગડીનો કેસરિયો ઉજાસ

મારા રુંવે-રુંવે આછેરી ગરમાશ ભરી ગયો છે.

ભર વરસાદે તેં મોકલાવેલો

ફોરાંભર્યા લીલા પાંદ નો પત્ર

પીળો પડી રહ્યો છે

અને મારી આંખમાં ચમકી રહી છે

અજાણ્યે જ ધસી આવેલ અશ્રુબિંદુની સેર.

હું તને યાદ આવતી હોઈશ-

રેડિયો પર પ્રભાતિયાં સંભળાતાં હશે ત્યારે

અથવા બપોરની ખાટ્ટીમીઠ્ઠી છાશ પીતી વેળાએ.

અને સાંજના ઘેરાતા અંધારે

કોઈ પક્ષીની પાંખ ફફડે

તેમ હું તારામાં ફફડી જતી હોઈશ,

એ તો ચોક્કસ.

તને યાદ કરવો

એટલે મારે મને યાદ કરવી

અને વેદનાના રંગોને

મેઘધનુનો આકાર દઈ

સુખ-સુખ વગોળવું એટલું જ પ્રિય!

( કવિતા ચોકસી )

9 thoughts on “મિત્રને યાદ કરવો એટલે

 1. nice poem realy nice
  your poem give reminder of collage time and one best frd…..
  in that time gf ti vadhu best frd hoy
  and i time jaay and ena baad eni yaad ma aa poem perfact che…………………….

  afsos k aj na busy jamana ma koij mate koi ni pase time nati……

 2. sundar….મિત્રતાની નાત જાત અલગ… અને અલગારી હોય છે. જે સાચા અર્થમાં પામી શકે એ નશીબદાર કહેવાય.

  અને હું તો હમેશા નશીબદાર રહી છું..!!

 3. એક્બીજાથી દૂર પણ એકમેકથી એટલાં જ નજીક બે મિત્રોની સંવેદના સુંદર રીતે વ્યક્ત થઈ છે. જોકે મિત્રોને લગતી કોઇ પણ રચના વાંચતી વખતે મને વર્ષો પહેલાં “ધર્મયુગ”માં વાંચેલી પંક્તિઓ અચૂક યાદ આવી જાય છે.
  “હમ કોઈ કાંચ કે ગિલાસ થોડે હી હૈં
  જો ગીરેંગે ઔર ટુટ જાયેંગે…
  હમ તો દોસ્ત હૈં મેરે યાર,
  પહલે હમ એક દૂસરે કી નજરોં સે ગીરેંગે
  ઔર ફિર આહિસ્તા આહિસ્તા ટુટ જાયેંગે.”

 4. ખુબ સરસ
  મિત્રતા વિશે જેટલુ લખીએ એટલુ ઓછુ.
  રોજેરોજ નવી રચના મુકી શકે છે તે માટે અભિનંદન .

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.