-તો કહેજે

તું ક્યારેક પેલાં કિરણોની પાર પહોંચી શકે

તો કહેજે-

સૂરજ ક્યારેય આવો કાજલ ન,તો !

તું ક્યારેક જળની આરપાર ખૂંપી શકે

તો કહેજે-

દરિયો ક્યારેય આવો આગ ન,તો !

તું ક્યારેય ચાંદના ગવનને ખોલી શકે

તો કહેજે-

રાત ક્યારેય આવી શ્વેત ન,તી !

તું ક્યારેય જિંદગીને પેલે સીમ પૂગી શકે

તો કહેજે-

મોત ક્યારેય આવું કિનખાબ ન,તું !

( અવન્તી દવે )

3 thoughts on “-તો કહેજે

 1. aapna Gujarati kavio na shun wakhan karu?
  ek ek sahb-do man-ne khayal kari jay che.
  Kavita badal dhayawaad.
  chandra.

 2. હિના બહેન તમારા દ્રારા મોકલાતા મેઈલ થી તમારી દરેક પોસ્ટૂ હુ જોય લઊ છુ .
  આભાર
  હનીફ મલેક

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.