લખ મને-દિલીપ પરીખ

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,

જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !

તારા વિના અહીં તો છે ધુમ્મ્સ ફક્ત બધે,

તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !

અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,

તારા જ અક્ષરો વડે ઝગડાઓ લખ મને !

કોઈ મને બીજા તો સહારા નહીં મળે,

અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,

ક્યાં ક્યાં પડ્યાં છે તારાં એ પગલાંઓ લખ મને !

( દિલીપ પરીખ )

 

Share this

12 replies on “લખ મને-દિલીપ પરીખ”

 1. કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
  જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !

  – સરસ !

 2. કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
  જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !

  – સરસ !

 3. ખરેખર આ ગઝલ મને એટલી ગમી કે ન પુછૉ કેટલી ગમી…કાશ આ શબ્દો સાંભળવા એ મારી પાસે હોત
  અભિનંદન…………………………….

 4. ખરેખર આ ગઝલ મને એટલી ગમી કે ન પુછૉ કેટલી ગમી…કાશ આ શબ્દો સાંભળવા એ મારી પાસે હોત
  અભિનંદન…………………………….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.