તરવાના થાકનો-પ્રીતિ સેનગુપ્તા

તરવાના થાકનો

માછલીને

વિચાર જ ક્યાંથી હોય? 

પંખીને તે વળી

ઊડવાનો કંટાળો?

મને તો એ જ ડર છે

કે પૂછ્યા વગર,

વિચાર્યા વગર,

શ્વાસ લેવાનો ભાર લાગતો હશે

એમ માનીને

કોઈ

મને અટકાવી દે તો?

( પ્રીતિ સેનગુપ્તા )

Share this

4 replies on “તરવાના થાકનો-પ્રીતિ સેનગુપ્તા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.