સમુદ્ર-સિતાંશુ યશચંદ્ર

 દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો

તે પહેલાંનો સમુદ્ર મેં જોયો છે

મેં વડવાનલના પ્રકાશમાં પાણી જોયા છે.

આગ અને ભીનાશ છૂટા પાડી ન શકાય.

ભીંજાવું અને દાઝવું એ એક જ છે.

સાગરને તળિયેથી જ્યારે હું બહાર આવું

ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય

હું મરજીવો નથી

હું કવિ છું

જે છે તે છે કેવળ મારી આંખોમાં.

( સિતાંશુ યશચંદ્ર )

Share this

2 replies on “સમુદ્ર-સિતાંશુ યશચંદ્ર”

 1. સાગરને તળિયેથી જ્યારે હું બહાર આવું

  ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય

  હું મરજીવો નથી

  હું કવિ છું

  જે છે તે છે કેવળ મારી આંખોમાં.

  Wow……….what a nice thought!!!!

 2. સાગરને તળિયેથી જ્યારે હું બહાર આવું

  ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય

  હું મરજીવો નથી

  હું કવિ છું

  જે છે તે છે કેવળ મારી આંખોમાં.

  Wow……….what a nice thought!!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.