અમે રે સૂકું રૂનું પૂમડું-મકરન્દ દવે

અમે રે સૂકું રૂનું પૂમડું,

તમે અત્તર રંગીલા રસદાર;

તરબોળી દ્યોને તારેતારને,

વીંધો અમને વ્હાલા આરંપાર:

આવો રે આવો હો જીવણ આમના.

અમે રે સૂના ઘરનું જાળિયું,

તમે તાતા તેજના અવતાર;

ભેદીને ભીડેલા ભોગળ-આગળા,

ભરો લખ લખ અદીઠા અંબાર:

આવો રે આવો હો જીવણ આમના.

અમે એ ઊધઈ-ખાધું ઈંધણું,

તમે ધગધગ ધૂણીના અંગાર;

પડે પડે પ્રજાળો વ્હાલા વેગથી,

આપો અમને અગનના શણગાર:

આવો રે આવો હો જીવણ આમના.


( મકરન્દ દવે )

Share this

8 replies on “અમે રે સૂકું રૂનું પૂમડું-મકરન્દ દવે”

  1. સદનસીબે મકરન્દ દવેના અત્યંત નિક્ટનાં સ્વજન રાવતભાઇ મારા મિત્ર થાય છે …ને તેથી મકર્ન્દભાઇની આ રચના મને ગમતી રહી છે. સરસ.

    કમલેશ

  2. સદનસીબે મકરન્દ દવેના અત્યંત નિક્ટનાં સ્વજન રાવતભાઇ મારા મિત્ર થાય છે …ને તેથી મકર્ન્દભાઇની આ રચના મને ગમતી રહી છે. સરસ.

    કમલેશ

  3. hello heenaji
    અમે રે સૂકું રૂનું પૂમડું,
    તમે અત્તર રંગીલા રસદાર;
    તરબોળી દ્યોને તારેતારને
    its a very lovely
    ( મકરન્દ દવે )

  4. hello heenaji
    અમે રે સૂકું રૂનું પૂમડું,
    તમે અત્તર રંગીલા રસદાર;
    તરબોળી દ્યોને તારેતારને
    its a very lovely
    ( મકરન્દ દવે )

  5. વાહ વાહ ઘનુ ઉતમ ખુબ સરસ વાચિ ને ખુબ આનન્દ થયો

  6. વાહ વાહ ઘનુ ઉતમ ખુબ સરસ વાચિ ને ખુબ આનન્દ થયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.