જેના હૈયે રહી રાધા-રાજેન્દ્ર શાહ

પ્રેમ ન જાણે બાધા, જેના હૈયે રહી રાધા

ઊજળી એવી પૂર્ણિમાની

ચન્દ્ર- ધવલ રાતો;

મોરલીમાંનો મન્દ્ર મન્ત્ર

ગગનભર છવાતો;

પાર ને અપાર બેઉ છે ભેરુ, ક્યારથી તે કોણ જાણે?

રોજ નિહાળી ખેલના, હોંશે નવલાં એવાં ગાને.

ક્ષણમાં કને, ક્ષણમાં જાણે દૂર!

મળવું અને ઝૂરવું-

રતિરમણા કેરાં

વ્હેણનાં આવે પૂર.

બન્ને આરે અડધા ખૂલ્યા વેણના પડે પડઘા માધા માધા.

પ્રેમ ન જાણે બાધા, જેના હૈયે રહી રાધા.

( રાજેન્દ્ર શાહ )

Share this

2 replies on “જેના હૈયે રહી રાધા-રાજેન્દ્ર શાહ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.