ગોપી

ગોપી ગાય દોહતાં અટકી!

એક દિવસ કાને પકડીતી અડધે મારગ મટકી!

ગોકુળની ગાયોનું ગોરસ

મથુરા કાજે લીધું,

વાછરડાં-છોરાંના હકનું

લડનારાને દીધું.

ના માની, એને છોડી હું આખે મારગ ભટકી!

ગોપી ગાય દોહતાં અટકી!

વાંસલડીએ મારગ ચીંધ્યો

ચાલી યમુના-તીરે,

મુખ ધોયું ત્યાં મારે બદલે

એને નીરખું નીરે!

લોચનથી ઉરમાં સંતાડ્યો, હવે શકે ના છટકી!

ગોપી ગાય દોહતાં અટકી!

( રઘુવીર ચૌધરી )

2 thoughts on “ગોપી

  1. we are navaday see asta channel regular for bupenda padyaji katha and to day it was krishna janam and we happy to read your kavita to day it real good.

  2. રઘુ ભલેને ગમે એટલા મોટા વીર હોય;
    ઉરની જેલમાં લોચનના દ્વારથી સંતાડ્યા.
    છે તાકાત કે એમાંથી છટકી શકે ભાગી?

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.