હું તને ચાહું છું
એટલે જ તારું નામ નથી પૂછવું.
વિશુદ્ધ હવાની જેમ તું સામેથી પસાર થઈ જય છે
તું ક્યાંથી આવે છે તેની મને ખબર નથી
તું ક્યાં જાય છે તેનીયે મને ખબર નથી
પણ મારે એ જાણવું નથી
કારણ કે હું તને ચાહું છું
તારી સાથે હું વાત તો કરી શકું
પણ નહીં કરું
મારી ભાષા એને માટે છે જ નહીં
અને તને એ કહેવાની જરૂર પણ નથી કે
હું તને ચાહું છું
તું બોલાવે તો હું તારી પાસે આવી જઉં
પણ હું જાણું છું કે તું મને નહીં બોલાવે
તારે મને કહેવું પડે અને
હું તારી પાસે આવું એવું તું નહીં કરે
પણ હું તારી પાસે નહીં આવું
કારણ કે હું તને ચાહું છું
મારી પાસે તને આપવા જેવું ઘણું છે
પણ તારે એની જરૂર નથી
અને મારે પણ તારી પાસેથી
કશું મેળવવું નથી
હું તો તને જોઉં ત્યાં જ છલકાઈ જઉં છું
તને અડવાનું મન તો થાય
પણ તને અડવું શક્ય નથી
તારી ત્વચા મને તારા સુધી પહોંચવા નહીં દે
અને મારે એવું કરવાની જરૂર પણ શી છે?
હું તો તને ચાહું છું
આમ તો હું તને ચાહું છું એટલું જ
પણ એ પછી
મારે કશું જ કહેવાનું નથી
સિવાય કે
હું તને ચાહું છું
( વિનોદ જોશી )
very good feelling for lover
હું તને ચાહું છું
એટલે જ તારું નામ નથી પૂછવું.
વિશુદ્ધ હવાની જેમ તું સામેથી પસાર થઈ જય છે
it real good for all age group keep it up and send regular to member
પ્રેમની અભિવ્યક્તિની ટૂંકી અને અસરકારક રજૂઆત ..બસ! કહી દો હું તને ચાહું છું! એક પંક્તિ ખૂબ જ ગમી …હું તને જોઉં છું ત્યાં જ છ્લકાઈ જાઉં છું! જેમાં -ત્યાં જ- શબ્દ છ્લકાઈ જવાની વાતને ધારદાર બનાવી દે છે.
સર્ચની ખોટ સાલે છે. હું ઇ-મેઇલમાથી કલીક કરુ છુ તો જે કવિતા વાંચવી છે એ આવતી જ નથી. દા.ત. એક લીલું રણ વહે છે મારાથી તારા સુધી..
SIRF AHESAS HAI YE, RUH SE MAHESOOS KARO
PYAR KO PYAR HI RAHANE DO, KOI NAAM NA DO