ત્રીજો પડાવ
જાન્યુઆરી ૭, ૨૦૦૯
સવારે અમે ઉઠ્યા ત્યારે ટ્રેન કોંકણમાં પ્રવેશી ચૂકી હતી. હજુ અમારું સ્ટેશન આવવાને ઘણી વાર હતી એટલે બારી પાસે બેસીને ગોવાના રમણીય પ્રદેશને જોતા રહ્યા. CSTથી અમારા કમ્પાર્ટમેન્ટમાં ત્રીસેક જેટલા યુવક-યુવતિઓનું આખું ગ્રુપ પણ ચઢ્યું હતું. આઠ-સાડા આઠે તે બધા ઉઠ્યા અને તૈયાર થવા ધમાચકડી મચાવી દીધી. Thivim સ્ટેશને એ આખું ગ્રુપ ઉતરી ગયું. ત્યાર પછી થોડી શાંતિ થઈ. કારણ કે રાત્રે પણ મોડે સુધી એ બધા વાતો કરતા હતા. આજુબાજુ નાળિયેરીના વૃક્ષો બહોળા પ્રમાણમાં જોવા મળ્યા. ગોવા વિશે ટૂંકમાં કહેવું હોય તો… નાળિયેરીના વૃક્ષો, દરિયો અને ચર્ચ. બધું જ પુષ્કળ પ્રમાણમાં. ૧૦.૪૫ એ મડગાંવ સ્ટેશન આવ્યું. મડગાંવને ત્યાંના લોકો મારગાંવ કહે છે.
સામાન લઈ મડગાંવ સ્ટેશનના મુખ્ય દ્વાર પર પહોંચ્યા. ત્યાં અમને લેવા માટે અમારી હોટલ “Dona Silviya-Beach Resort” નો માણસ આવ્યો જ હતો. એણે અમને બધાને રીસોર્ટની ગાડીમાં બેસાડ્યા અને અમે “Dona Silviya” તરફ પ્રસ્થાન કર્યું. રસ્તાઓ સાંકડા હતા પણ ઉબડખાબડ વગરના. અને ટ્રાફિક ઘણો જ ઓછો. રસ્તામાં ઘણાં ગામડાઓ આવતા ગયા. આખા રસ્તે અમે જોયું તો ઘણાં બધા ચર્ચ જોવા મળ્યા જ્યારે મંદિર માત્ર એક જ જોવા મળ્યું. નાતાલ અને નવું વર્ષ હમણાં જ ગયું હતું એટલે બધાના ઘરો લાઈટ અને કંડીલ વડે શણગારેલા હતા. ઘરો ઉંચા માળવાળા કે એપાર્ટમેન્ટ જેવા ખાસ ન્હોતા. જૂની ઢબના પારસીઓના ઘરો જેવા મને લાગ્યા.

૪૫ મિનિટના ડ્રાઈવ પછી અમે રીસોર્ટ પર પહોંચ્યા. લીંબુના શરબતથી અમારું સ્વાગત કરાયું. બુકિંગ તો અગાઉથી મેં કરાવ્યું જ હતું. પરંતુ અમારા ત્રણ રૂમ તૈયાર ન્હોતા એટલે અમને થોડી રાહ જોવા માટે કહેવામાં આવ્યું. ત્યાં સુધીમાં અમને અમારા પેકેજ વિશે રીસેપ્શન કાઉન્ટર પરથી માહિતી આપવામાં આવી. પેકેજ અનુસાર અમે બધી સુવિધાઓ સરળતાથી માણી શકીએ તે માટે બધાને લીલા રંગનો Wrist Band બાંધવામાં આવ્યો.
અમારા પેકેજમાં “Seagull Restaurant”માં Buffet meals (01 Breakfast, 01 Lunch & 01 Dinner per night stay) અને રીસોર્ટના ત્રણ બારમાં સવારે ૧૧.૦૦ વાગ્યાથી રાત્રે ૧૧.૦૦ વાગ્યા સુધી Unlimited Alcoholic & Non Alcoholic beverages સામેલ હતું. રૂમ હજુ તૈયાર ન્હોતા થયા. અને Seagull Restaurant બપોરના ભોજન માટે ખૂલી ચૂક્યું હતું એટલે અમે પહેલા તેની મુલાકાત લેવાનું નક્કી કર્યું.

Heenaben…Felt like I am in Goa too…continue the journey !See you on Chandrapukar…….
Heenaben…Felt like I am in Goa too…continue the journey !See you on Chandrapukar…….
What a fantastic place,,,,,
tame to mane chh warsh (six years) pahela
ni mari yaatra yaad karavi didhi. Thanks for this mail.
What a fantastic place,,,,,
tame to mane chh warsh (six years) pahela
ni mari yaatra yaad karavi didhi. Thanks for this mail.
Good morning . Tamari kruti o vachava ni maja avechhe. Hu sahitya no shokhin chhu pan lakhata avadtu nathi. Goa hu gayo tyare Panji maj rahel.
Good morning . Tamari kruti o vachava ni maja avechhe. Hu sahitya no shokhin chhu pan lakhata avadtu nathi. Goa hu gayo tyare Panji maj rahel.