જાગી જાઉં. ઊંઘ પૂરી થઈ ગઈ.
આકાશ હવે થોડા તારા, બાકી સ્વચ્છ સાફ.
વૃક્ષમાં એકાદ જાગી ગયેલા પંખીનો ફફડાટ.
અગાસીમાંથી નીચે આવું, હીંચકા પર,
પારિજાત હજીયે ઝરે.
જે સુવાસ આથે સૂઈ ગયો હતો તે હજી
વાતાવરણમાં.
તું યાદ આવે. ભળભાંખળું શરૂ થાય.
જે કંઈ સમય છે તે હવે તારો.
કશુંય ખૂટ્યું નથી, એ જ
ઠાકુરઘર, એ જ આસન, એ જ વહાલ
હીંચકતો હીંચકતો તારું ગીત ગાઉં.
( હસમુખ પાઠક )
KHUB SARAS.